જયકુમાર ર. શુક્લ
મલ્ફૂઝાતે તીમૂરી
મલ્ફૂઝાતે તીમૂરી : ચૌદમી સદીમાં લખાયેલ સમરકંદના સુલતાન તીમૂરની આત્મકથાનો ગ્રંથ. આ ગ્રંથ મૂળ તુર્કી ભાષામાં છે. તેનો અબૂ તાલિબ હુસેનીએ ફારસી ભાષામાં અનુવાદ કરીને મુઘલ શહેનશાહ શાહજહાંને અર્પણ કર્યો હતો. તેમાંથી તીમૂરના ભારત પરના આક્રમણનું આધારભૂત વર્ણન પ્રાપ્ત થાય છે. તેના ખરાપણા(અસલિયત)ની સર્વ શંકાઓ દૂર થઈ છે અને તેમાંનું…
વધુ વાંચો >મશ્કી (માસ્કી)
મશ્કી (માસ્કી) : આંધ્રપ્રદેશના રાયચુર જિલ્લામાં આવેલ લોહયુગની સંસ્કૃતિનું વસાહતી સ્થળ. આ સ્થળે વીસમી સદીમાં કરેલ ખોદકામ દરમિયાન વિવિધ પ્રકારનાં માટીનાં વાસણ, હજારો સિક્કાઓ, ચંદ્રકો વગેરે વસ્તુઓ મળી આવી છે. આ સમયનાં માટીનાં વાસણો કાંઠાવાળાં અને કાળા રંગનાં છે. તે જુદા જુદા ઘાટોમાં જોવા મળે છે. વાસણો બનાવવાની આ રીત…
વધુ વાંચો >મસ્તાની
મસ્તાની (જ. ?; અ. 1740, પુણે, મહારાષ્ટ્ર) : અઢારમી સદીની અતિ સુંદર મુસ્લિમ નૃત્યાંગના, સંગીતકાર અને પેશવા બાજીરાવની પ્રિયતમા. મરાઠા બખર અને લેખો પરથી જાણવા મળે છે કે મસ્તાની અફઘાન અને ગૂજર જાતિની હતી. તેણે ઘોડેસવારી અને તીરંદાજીની તાલીમ પણ લીધી હતી. ગુજરાતના મુઘલ નાયબ સૂબેદાર શુજાતખાન અને મસ્તાનીની પ્રથમ…
વધુ વાંચો >મહમૂદ ગઝ્નવી
મહમૂદ ગઝ્નવી (જ. 971; અ. 1030, ગઝ્ના, અફઘાનિસ્તાન) : ભારત ઉપર સત્તર જેટલી ચડાઈઓ કરનાર ગઝ્નવી વંશનો ગઝ્નાનો સુલતાન. તેણે યુદ્ધની તાલીમ લીધી અને તેના પિતા સબુક્તેગીનની ભારત ઉપરની ચડાઈઓમાં તે ભાગ લેતો હતો. પિતાના અવસાન (998) સમયે તે ખુરાસાનનો હાકેમ હતો. ભાઈ ઇસ્માઈલને લડાઈમાં હરાવી તે ગઝ્નાની ગાદીએ બેઠો.…
વધુ વાંચો >મહમૂદ ગાવાન
મહમૂદ ગાવાન (જ. 1411, જીલાન, ઈરાન; અ. 14 એપ્રિલ 1481, બિદર, દક્ષિણ ભારત) : બહમની રાજ્યનો મુખ્ય વજીર. (વકીલુસ્ સલ્તનત). આશરે ઈ. સ. 1452માં બહમની રાજ્યના સુલતાન અલાઉદ્દીન અહમદશાહ બીજા(1435–1458)ના શાસન દરમિયાન તે વેપાર કરવા ભારતમાં આવ્યો હતો. પરિસ્થિતિ જોઈને તેણે રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માંડ્યો. તેની કુશળતા, મુત્સદ્દીગીરી અને…
વધુ વાંચો >મહમૂદ શર્કી
મહમૂદ શર્કી (ઈ. સ. 1440–1457) : ઉત્તરપ્રદેશમાં વારાણસીથી વાયવ્યમાં 55 કિમી. દૂર આવેલ જૉનપુરનો શર્કી વંશનો સુલતાન. તેનો પિતા ઇબ્રાહીમશાહ શક્તિશાળી, બુદ્ધિશાળી અને બહુમુખી પ્રતિભા ધરાવતો હતો. તેણે જૉનપુરને ઇસ્લામી વિદ્યાનું કેન્દ્ર બનાવ્યું હતું. મહમૂદશાહે પિતાની નીતિનો અમલ કર્યો. તેણે ચુનારમાં થયેલો બળવો કચડી નાખી તે પ્રદેશનો મોટો ભાગ જીતી…
વધુ વાંચો >મહમૂદશાહ
મહમૂદશાહ (ઈ. સ. 1436–1469) : માળવાનો સુલતાન અને માળવામાં ખલજી વંશનો સ્થાપક. માળવાના વિલાસી અને શરાબી સુલતાન મોહમ્મદશાહ(1435–1436)ને તેના વજીર મહમૂદ ખલજીએ ઝેર અપાવી મારી નંખાવ્યો. તે પછી ગાદીએ બેસનાર તેના તેર વરસના પુત્ર મસઊદને હરાવી, મહમૂદ ખલજી સુલતાન બન્યો. તે મહત્વાકાંક્ષી અને બહાદુર સિપાહસાલાર (સેનાપતિ) હતો. તેણે ગુજરાત, રાજસ્થાન…
વધુ વાંચો >મહમૂદશાહ સુલતાન પહેલો (બેગડો)
મહમૂદશાહ સુલતાન પહેલો (બેગડો) (જ. 1446, અમદાવાદ; અ. 23 નવેમ્બર 1511, અમદાવાદ) : ગુજરાતનો બહાદુર અને મહત્વાકાંક્ષી સુલતાન. તે સુલતાન મુહમ્મદશાહ બીજાનો નાનો પુત્ર ફતેહખાન હતો. તે 13 વર્ષની ઉંમરે ગાદીએ બેઠો અને તેણે ‘અબુલફત્હ મહમૂદશાહ’ ઇલકાબ ધારણ કર્યો. તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હોવાથી ઇતિહાસમાં ‘બેગડો’…
વધુ વાંચો >મહમૂદશાહ સુલતાન ત્રીજો
મહમૂદશાહ સુલતાન ત્રીજો (જ. 1525; અ. 15 ફેબ્રુઆરી, 1554, મહેમદાવાદ, જિ. ખેડા) : ગુજરાતનો સુલતાન. તે સુલતાન બહાદુરશાહના ભાઈ લતીફખાનનો પુત્ર હતો. ખાનદેશના સુલતાન મુહમ્મદશાહ ત્રીજાની દેખરેખ હેઠળ રાજકેદી તરીકે તેનો ઉછેર થયો હતો. તેને અમદાવાદ લાવીને 8 ઑગસ્ટ, 1537ના રોજ તખ્તનશીન કરવામાં આવ્યો. સુલતાન સગીર વયનો હોવાથી અમીર દરિયાખાનહુસેન…
વધુ વાંચો >મહંમદ પેગંબર
મહંમદ પેગંબર (જ. 29 ઑગસ્ટ 570, મક્કા, અરબસ્તાન; અ. 12 જૂન, 632, મદીના) : ઇસ્લામના સ્થાપક અને પેગંબર. મક્કાના હાકેમ તથા મુહાફિઝ અને કાબાના પવિત્ર ધામના મુખી બની હાશિમના નામે ઓળખાતા અબ્દમુનાફના કુરેશ કુટુંબમાં તેઓ જન્મ્યા હતા. તેમના પિતાનું નામ અબ્દુલ્લા તથા માતાનું નામ અમીના હતું. તેમના જન્મ અગાઉ પિતા…
વધુ વાંચો >