જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ
તૂની, અબ્દુલ હુસેન
તૂની, અબ્દુલ હુસેન (જ. 7 એપ્રિલ 1444, તૂન, ઈરાન; અ. આશરે 1489-90) : ફારસી ઇતિહાસ ગ્રંથ ‘મઆસિરે મહમૂદશાહી’ (‘નકે તારીખે મહમૂદશાહી’)ના કર્તા. જન્મસમયે તેમના પિતા બીદરના બહમની વંશના બાદશાહ અલાઉદ્દીન એહમદ બીજાના લશ્કરમાં હતા. તેમણે ઇસ્ફહાનમાં ઈરાનના વિદ્વાન ખ્વાજા જલાલુદ્દીન મુહમ્મદ બિન ઝૈનદ્દીન તરકા પાસે શિક્ષણ લીધું હતું. અબ્દુલ હુસેન…
વધુ વાંચો >નઝીરી નીશાપુરી
નઝીરી નીશાપુરી (જ. – ; અ. 1662, અમદાવાદ) : મુઘલ યુગના ગઝલકાર. કવિનો જન્મ નીશાપુરમાં થયો હતો. મૂળ નામ મુહમ્મદ હુસેન અને કવિનામ ‘નઝીરી’. તેમણે નીશાપુરમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને યુવાવસ્થા સુધી તે માદરે વતનમાં જ રહ્યા. પિતાના અવસાન પછી પોતાની મિલકત પોતાના ભાઈઓને સોંપી યુવાવસ્થામાં પ્રવાસે નીકળી પડ્યા.…
વધુ વાંચો >નિઝામુદ્દીન અહમદશાહ ખ્વાજા
નિઝામુદ્દીન અહમદશાહ ખ્વાજા (જ. 1550, આગ્રા; અ. 28 ઑક્ટોબર 1594, લાહોર) : મુઘલ સમ્રાટ અકબરના સમયના તવારીખકાર. તેઓ હેરાતના ખ્વાજા મુકીમ હિરવીના પુત્ર હતા. ખ્વાજા મુકીમ હિરવી બાબરની સેવામાં જોડાઈ તેના લશ્કરમાં અધિકારી તરીકે ભારત આવ્યા અને પાણીપત સહિત અન્ય લડાઈઓમાં ભાગ લઈ, પાછળથી દીવાને બયુતાત બન્યા હતા. હુમાયૂંના સમયમાં…
વધુ વાંચો >ફખ્રે મુદબ્બિર
ફખ્રે મુદબ્બિર : દિલ્હી સલતનત યુગના ખ્યાતનામ વિદ્વાન. તેમનું નામ મુહમ્મદ બિન મનસૂર બિન સઈદ બિન અબી ફરાહ હતું. તેમનું બિરુદ મુબારકશાહ હતું, પરંતુ તે ફખ્રે મુદબ્બિરથી વધુ જાણીતા છે. તેમના પિતા મૌલાના અબુલ હસન મનસૂર ગઝનીના પ્રખ્યાત વિદ્વાન હતા. ગઝની અને લાહોરના મોટાભાગના વિદ્વાનો એમના શિષ્ય હતા. પિતાશ્રીની વંશાવલી…
વધુ વાંચો >ફસાનએ અજાયબ
ફસાનએ અજાયબ (ઈ. સ. 1824) : રજ્જબઅલી બેગ સરૂરે લખેલી વાર્તા. ‘ફસાનએ અજાયબ’ ઉર્દૂ સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. તે ઉર્દૂની એક શ્રેષ્ઠ વાર્તા છે. પોતાના જ યુગ દરમિયાન ઉર્દૂ સાહિત્ય પર તેનો અસાધારણ પ્રભાવ પડ્યો હતો અને તેણે ઉત્તમ લોકચાહના મેળવી હતી. આજે પણ ઉર્દૂ અભ્યાસી વર્તુળ ઘણા શોખથી…
વધુ વાંચો >બટાલવી, સજાનરાય
બટાલવી, સજાનરાય : હિન્દુ તવારીખકાર. હિન્દુસ્તાનના દળદાર, માહિતીપૂર્ણ ઇતિહાસ ‘ખુલાસતુત્તવારીખ’માં લેખકે પોતાના વિશે જે માહિતી આપી છે તે મુજબ તેઓ બટાલાના રહેવાસી હતા. તેમણે કાબુલ અને બિજનોરનો પ્રવાસ ખેડેલો. તેમનો ખાનદાની વ્યવસાય મુનશીગીરીનો હતો. તેઓ જ્ઞાતિએ ખત્રી (ક્ષત્રિય) હતા. તેમણે આ પુસ્તકમાં પોતાનું નામ પણ લખ્યું નથી. સજાનરાયની એક બીજી…
વધુ વાંચો >બદાયૂની, અબ્દુલ કાદિર
બદાયૂની, અબ્દુલ કાદિર (જ. 2 ઑગસ્ટ 1540, તોદહ (જયપુર); અ. 1596) : મુઘલ સમ્રાટ અકબરના સમયના પ્રખ્યાત ઇતિહાસકાર. આખું નામ અબ્દુલ કાદિર કાદરી બિન મલૂકશાહ. પણ તે મુલ્લા બદાયૂનીથી વધુ જાણીતા છે, તેઓ રબીઉલ અવ્વલ ઈ. સ. 1530(હિ. સ. 947)માં જન્મ્યા હતા. તેઓ 12 વર્ષની નાની ઉંમરે સંભલ આવ્યા. અહીં…
વધુ વાંચો >રશીદ યાસ્મી
રશીદ યાસ્મી (જ.1897, ગહવારા, જિ. ગોલાન, સીરિયા; અ. 1952, તેહરાન) : ફારસી ભાષાના કવિ, લેખક, પત્રકાર, અનુવાદક અને વિવેચક. તેમનું મૂળ નામ ગુલામ રઝા અને પિતાનું નામ વલીખાં મીરપંચ હતું. તેમના વડીલો કુર્દ વંશના હતા. પિતા વિદ્યાપ્રેમી, સારા લહિયા, ચિત્રકાર, લેખક અને કવિ હતા. 8 વર્ષની ઉંમરે રશીદે તેમના પિતા ગુમાવ્યા. તેમના…
વધુ વાંચો >રૂદકી સમરકન્દી
રૂદકી સમરકન્દી (જ. આશરે 865, બન્જ [પંચદહ], રૂદક, સમરકંદ; અ. 940) : દસમા સૈકાના પ્રખર ફારસી કવિ. તેમનું મૂળ નામ અબુ અબ્દુલ્લાહ જાફર બિન મુહમ્મદ બિન હકીમ બિન અબ્દુર્રહમાન બિન આદમ હતું. રૂદકી ‘રૂદ’ (એક પ્રકારનું વાજિંત્ર) સરસ વગાડતા. તેને લીધે તેમણે પોતાનું કવિનામ ‘રૂદકી’ રાખેલું. તેમના જન્મ અને અવસાનનાં…
વધુ વાંચો >રૂમી, જલાલુદ્દીન (મૌલાના)
રૂમી, જલાલુદ્દીન (મૌલાના) (જ. 30 સપ્ટેમ્બર 1207, બલ્ખ, અફઘાનિસ્તાન; અ. 17 ડિસેમ્બર 1273) : મહાન સૂફી સંત અને ફારસી ભાષાના કવિ. તેમનું મૂળ નામ જલાલુદ્દીન મુહમ્મદ બિન બહાઉદ્દીન મુહમ્મદ બિન હુસેન અલખતેલી હતું. તેમના પિતા બહાઉદ્દીન વલ્દ જાણીતા આધ્યાત્મિક ધર્મોપદેશક, લેખક તથા શિક્ષક હતા. તેમની ખ્યાતિ એક નિષ્ઠાવાન અને સમર્થ…
વધુ વાંચો >