જગદીશ શાહ
જાડેજા, રવીન્દ્ર
જાડેજા, રવીન્દ્ર (જ. 6 ડિસેમ્બર 1988, નવાગામ) : ટેસ્ટ ક્રિકેટના વિશ્વના વર્તમાન સમયના સર્વશ્રેષ્ઠ ઓલ- રાઉન્ડર. 4 માર્ચ, 2022ના રોજ મોહાલીના પંજાબ ક્રિકેટ ઍસોસિયેશનના મેદાન ઉપર શ્રીલંકા સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ રમાઈ. ભારત તરફથી સૌ પ્રથમ વખત સુકાનીપદ સંભાળતા રોહિત શર્માએ ટૉસ જીતી પ્રથમ બૅટિંગ પસંદ કરી. સારી શરૂઆત પછી…
વધુ વાંચો >જૉનસન, બેન
જૉનસન, બેન (જ. 30 ડિસેમ્બર 1961, ફાલમાઉથ, જમૈકા) : પ્રતિબંધિત માદક દ્રવ્યના સેવનને કારણે વિશ્વવ્યાપી વિવાદ જગાવનાર દોડવીર. 1976માં કૅનેડાનું નાગરિકત્વ મેળવીને કૅનેડા તરફથી રોમની વર્લ્ડ ચૅમ્પિયન સ્પર્ધામાં 100 મી. દોડમાં 9.83 સેકન્ડનો વિક્રમ સ્થાપ્યો. 1988ની સૉલ ઑલિમ્પિકમાં પોતાના પ્રબળ પ્રતિસ્પર્ધી અમેરિકાના કાર્લ લુઇને હરાવીને 9.79 સેકન્ડમાં 100 મી.ની દોડમાં…
વધુ વાંચો >દ્રવિડ, રાહુલ
દ્રવિડ, રાહુલ (જ. 11 જાન્યુઆરી 1973, ઇંદોર, મધ્યપ્રદેશ) : ધી વૉલ, મિ. ડિપેન્ડેબલ જેવાં વિશેષણોથી ઓળખાતા ભારતના ટેસ્ટ અને વન ડે બંનેમાં દસ હજારથી વધુ રન કરનાર. પિતાનું નામ શરદ દ્રવિડ. માતાનું નામ પુષ્પા દ્રવિડ અને પત્નીનું નામ વિજેતા પેંઢારકર. દ્રવિડ શરૂઆતથી જ ભણવા કરતાં ક્રિકેટમાં વધુ રુચિ ધરાવતા હતા.…
વધુ વાંચો >પટેલ, બ્રિજેશ પરશુરામ
પટેલ, બ્રિજેશ પરશુરામ (જ. 24 નવેમ્બર 1952, વડોદરા) : ભારતના આક્રમક જમોડી ટેસ્ટ બૅટ્સમૅન અને કવર પૉઇન્ટ પરના ચપળ ફિલ્ડર. 1966માં કર્ણાટક રાજ્યની સ્કૂલ-ટીમમાં સ્થાન મેળવનાર બ્રિજેશ પટેલ 1969ની ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય સ્કૂલ-ટીમમાં પણ સ્થાન પામ્યા હતા. 1969ના ઑગસ્ટમાં મૈસૂર (હાલનું કર્ણાટક રાજ્ય) તરફથી આંધ્રપ્રદેશ સામે ટ્રૉફી ખેલીને કારકિર્દીની…
વધુ વાંચો >પંડ્યા, હાર્દિક
પંડ્યા, હાર્દિક (જ. 11 ઑક્ટોબર 1993, સૂરત): જમણા હાથથી બૅટિંગ અને બૉલિંગ કરતા ઓલરાઉન્ડર. પિતાનું નામ હિમાંશુ પંડ્યા. માતાનું નામ નલિની પંડ્યા. સૂરતમાં જન્મેલા અને વડોદરા તરફથી રમતા હાર્દિક પંડ્યાના પિતા સૂરતમાં કાર ફાઇનાન્સનો ધંધો કરતા પરંતુ પોતાના બાળકોને ક્રિકેટની સારી તાલીમ મળે તે માટે તેમણે સૂરતનો પોતાનો વ્યવસાય બંધ…
વધુ વાંચો >પંત, ઋષભ રાજેન્દ્ર
પંત, ઋષભ રાજેન્દ્ર (જ. 4 ઑક્ટોબર 1997, રૂરકી) : ડાબા હાથે ઝડપી બૅટિંગ કરતા ભારતના વિકેટકીપર. ઋષભ પંતે પોતાની ટૂંકી ક્રિકેટકારકિર્દીમાં ઘણી ચડતી-પડતી જોઈ લીધી છે. ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે રૂરકીથી દિલ્હી, દિલ્હીથી રાજસ્થાન અને રાજસ્થાનથી ફરીથી દિલ્હી એમ જુદાં જુદાં સ્થળે જવું પડ્યું. સૌપ્રથમ વખત ઋષભ પંતની ક્રિકેટર તરીકેની…
વધુ વાંચો >પાટીલ સંદીપ મધુસૂદન
પાટીલ, સંદીપ મધુસૂદન ( જ. 18 ઑગસ્ટ 1956, મુંબઈ) : ભારતનો આક્રમક જમોડી બૅટ્સમૅન અને મધ્યમ ઝડપી ગોલંદાજ. 1979-80 સૌરાષ્ટ્ર સામે મુંબઈ તરફથી રણજી ટ્રૉફી મૅચ ખેલતા સંદીપ પાટીલે 210 રનનો જુમલો નોંધાવતાં એને એ વર્ષે પાકિસ્તાન સામે ચેન્નઈની ટેસ્ટમાં ખેલવાની તક મળી. પ્રથમ ટેસ્ટમાં 15 રને આઉટ થયેલા સંદીપ…
વધુ વાંચો >બૂમરાહ જસપ્રીત જસબીરસિંહ
બૂમરાહ જસપ્રીત જસબીરસિંહ (જ. 6 ડિસેમ્બર 1993, અમદાવાદ) : ભારતના જમણેરી બૉલર. માત્ર સાત વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવનાર બૂમરાહના ક્રિકેટઘડતરમાં તેની માતા દલજીત કૌરનો સૌથી વિશેષ ફાળો છે. અમદાવાદની નિર્માણ સ્કૂલના પ્રાથમિક વિભાગમાં હેડમાસ્ટર તરીકે કામ કરતા દલજીતે પોતાના પુત્રને ભણવા કરતાં રમતગમતમાં વધુ રુચિ જોતાં તેને કિશોર ત્રિવેદીની…
વધુ વાંચો >મૅરી કૉમ
મૅરી કૉમ (જ. 24 નવમ્બેર 1982, કગાથઈ-Kagathei) : ભારતની એક માત્ર મહિલા મુક્કાબાજ. પિતાનું નામ મંગટે ટોનપા (Mangte Tonpa). માતાનું નામ મંગટે અખામ કૉમ (Mangte Akham Kom). 25 એપ્રિલ, 2016ના રોજ ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા રાજ્યસભાના નિયુક્ત થયેલ સભ્ય. જે 2012ના ઉનાળુ ઑલિમ્પિક માટે લાયક બની હતી. પોતાની 20…
વધુ વાંચો >શર્મા, રોહિત
શર્મા, રોહિત (જ. 30 એપ્રિલ 1987, નાગપુર) : જમણા હાથે બૅટિંગ કરતા અને વર્ષ 2022થી ભારતીય ટીમના ક્રિકેટના ત્રણેય વિભાગના સુકાની. પિતાનું નામ ગુરુનાથ શર્મા. માતાનું નામ પૂર્ણિમા શર્મા. રોહિત શર્મા એક અત્યંત સાધારણ કુટુંબમાં જન્મી પિતાની મહેનતથી ક્રિકેટમાં ટોચના સ્થાને પહોંચ્યા છે. મુંબઈના ડોંબીવલી વિસ્તારમાં માત્ર એક રૂમના મકાનમાં…
વધુ વાંચો >