જગદીશ શાહ

ગાયકવાડ, દત્તાજી કૃષ્ણરાવ

ગાયકવાડ, દત્તાજી કૃષ્ણરાવ (જ. 27 ઑક્ટોબર 1928, વડોદરા) : ભારતીય ક્રિકેટના જમણેરી બૅટ્સમૅન, જમણેરી ગોલંદાજ, ચપળ ફીલ્ડર અને ભારતીય ટીમના પૂર્વ સુકાની. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 1947–48માં વડોદરા તરફથી કાઠિયાવાડ સામે રમીને પ્રથમ કક્ષાની મૅચોમાં પ્રવેશ મેળવ્યો. કુલ 11 ટેસ્ટ મૅચો રમ્યા, જેમાં 1959ની ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટશ્રેણીમાં ભારતીય ટીમના સુકાની હતા.…

વધુ વાંચો >

ગ્રીનપાર્ક સ્ટેડિયમ

ગ્રીનપાર્ક સ્ટેડિયમ : કાનપુરમાં આવેલું ભારતનું ક્રિકેટ મેદાન. 1952માં 12મી જાન્યુઆરીએ પ્રવાસી ઇંગ્લૅન્ડની ટીમ સામે પ્રથમ વાર આ મેદાન પર ટેસ્ટમૅચ ખેલાઈ. અત્યાર સુધીમાં આ મેદાન પર રમાયેલી 16 ટેસ્ટમૅચોમાં ભારતનો 2માં વિજય, 3માં પરાજય થયો હતો. બાકીની 11 ડ્રૉ ગઈ છે. 1959માં આ મેદાન પર ઑસ્ટ્રેલિયા સામે ખેલાયેલી ટેસ્ટમાં…

વધુ વાંચો >

ગ્રેસ, ડબ્લ્યૂ. જી.

ગ્રેસ, ડબ્લ્યૂ. જી. (જ. 18 જુલાઈ 1848, ડાઉન ઍન્ડ બ્રિસ્ટોલ પાસે, ઇંગ્લૅન્ડ; અ. 23 ઑક્ટોબર 1915, મોટિંગહામ, કેન્ટ, ઇંગ્લૅન્ડ) : ચાર દાયકા સુધી ક્રિકેટવિશ્વ પર છવાઈ ગયેલા ઇંગ્લૅન્ડના ક્રિકેટના ભીષ્મ પિતામહ. 9 વર્ષની ઉંમરે તેમણે ક્રિકેટ ખેલવાની શરૂઆત કરેલી અને 60 વર્ષની ઉંમર સુધી રમવાનું ચાલુ રાખ્યું. જમણા હાથે બૅટિંગ…

વધુ વાંચો >

ચંદ્રશેખર, ભગવત સુબ્રમણ્યમ

ચંદ્રશેખર, ભગવત સુબ્રમણ્યમ (જ. 18 મે 1945, બેંગલોર) : ભારતીય ટેસ્ટ સ્પિનર, જમોડી લેગ બ્રેક અને ગૂગલી ગોલંદાજ. 1963–64માં પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ. 1971–72માં કર્ણાટક રાજ્યની ટીમના સુકાની. ભારત તરફથી 58 ટેસ્ટ રમ્યા. 1967, 1971, 1974 અને 1979માં ઇંગ્લૅન્ડનો પ્રવાસ ખેડ્યો. 1967માં પૂર્વ આફ્રિકાનો પ્રવાસ, 1967–68 તથા 1977–78માં ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ,…

વધુ વાંચો >

ચાઇનામેન

ચાઇનામેન : ક્રિકેટમાં સ્પિન ગોલંદાજની દડા નાખવાની એક પદ્ધતિ. ક્રિકેટમાં ડાબા હાથે સ્પિન ગોલંદાજી કરનાર બે પ્રકારના ગોલંદાજ હોય છે. એક આંગળીઓથી દડાને સ્પિન કરે છે, જ્યારે બીજો ડાબા હાથના કાંડાને સ્પિન કરે છે. આવા ડાબા હાથના કાંડાને સ્પિન કરનાર ગોલંદાજનો ઑફ-બ્રેક થયેલો દડો ચાઇનામેન પદ્ધતિનો કહેવાય છે. જગદીશ શાહ

વધુ વાંચો >

જૉનસન, બેન

જૉનસન, બેન (જ. 30 ડિસેમ્બર 1961, ફાલમાઉથ, જમૈકા) : પ્રતિબંધિત માદક દ્રવ્યના સેવનને કારણે વિશ્વવ્યાપી વિવાદ જગાવનાર દોડવીર. 1976માં કૅનેડાનું નાગરિકત્વ મેળવીને કૅનેડા તરફથી રોમની વર્લ્ડ ચૅમ્પિયન સ્પર્ધામાં 100 મી. દોડમાં 9.83 સેકન્ડનો વિક્રમ સ્થાપ્યો. 1988ની સૉલ ઑલિમ્પિકમાં પોતાના પ્રબળ પ્રતિસ્પર્ધી અમેરિકાના કાર્લ લુઇને હરાવીને 9.79 સેકન્ડમાં 100 મી.ની દોડમાં…

વધુ વાંચો >

પટેલ, બ્રિજેશ પરશુરામ

પટેલ, બ્રિજેશ પરશુરામ (જ. 24 નવેમ્બર 1952, વડોદરા) : ભારતના આક્રમક જમોડી ટેસ્ટ બૅટ્સમૅન અને કવર પૉઇન્ટ પરના ચપળ ફિલ્ડર. 1966માં કર્ણાટક રાજ્યની સ્કૂલ-ટીમમાં સ્થાન મેળવનાર બ્રિજેશ પટેલ 1969ની ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય સ્કૂલ-ટીમમાં પણ સ્થાન પામ્યા હતા. 1969ના ઑગસ્ટમાં મૈસૂર (હાલનું કર્ણાટક રાજ્ય) તરફથી આંધ્રપ્રદેશ સામે ટ્રૉફી ખેલીને કારકિર્દીની…

વધુ વાંચો >

પાટીલ સંદીપ મધુસૂદન

પાટીલ, સંદીપ મધુસૂદન ( જ. 18 ઑગસ્ટ 1956, મુંબઈ) : ભારતનો આક્રમક જમોડી બૅટ્સમૅન અને મધ્યમ ઝડપી ગોલંદાજ. 1979-80 સૌરાષ્ટ્ર સામે મુંબઈ તરફથી રણજી ટ્રૉફી મૅચ ખેલતા સંદીપ પાટીલે 210 રનનો જુમલો નોંધાવતાં એને એ વર્ષે પાકિસ્તાન સામે ચેન્નઈની  ટેસ્ટમાં ખેલવાની તક મળી. પ્રથમ ટેસ્ટમાં 15 રને આઉટ થયેલા સંદીપ…

વધુ વાંચો >