જગદીશ બિનીવાલે
બ્રૅડમૅન, ડૉન
બ્રૅડમૅન, ડૉન (જ. 27 ઑગસ્ટ 1908, કૂટામુદ્રા, ન્યૂ સાઉથવેલ્સ, ઑસ્ટ્રેલિયા; અ. 25 ફેબ્રુઆરી 2001, ઍડિલેડ) : ક્રિકેટની રમતમાં દંતકથારૂપ બનેલા ઑસ્ટ્રેલિયાના મહાન ટેસ્ટ-ક્રિકેટર અને સુકાની. સર ડૉન બ્રૅડમૅનની મહાનતા અનન્ય હતી. તેમને અન્ય કોઈ ક્રિકેટરની સાથે સરખાવી શકાય તેમ નહોતા, પણ વિશ્વના બીજા ધુરંધર બૅટ્સમૅનોની સરખામણી ડૉન બ્રૅડમૅન સાથે અવશ્ય…
વધુ વાંચો >બ્રેબૉર્ન સ્ટેડિયમ
બ્રેબૉર્ન સ્ટેડિયમ : મુંબઈનું ક્રિકેટ માટેના મેદાનવાળું વિશાળ પ્રેક્ષાગાર. ભારતમાં અત્યાર સુધીમાં 14 ટેસ્ટકેન્દ્રોનાં 18 મેદાનો પર ટેસ્ટ ક્રિકેટ-મૅચો રમાઈ ચૂકી છે, જેમાં મુંબઈમાં ચર્ચગેટ રેલવેસ્ટેશન સામે આવેલું ક્રિકેટ ક્લબ ઑવ્ ઇન્ડિયા (સીસીઆઇ) હસ્તકનું બ્રેબૉર્ન સ્ટેડિયમ ભારતનું એક સૌથી જૂનું ક્રિકેટ-સ્ટેડિયમ છે. આજે અદ્યતન સુખ-સગવડો, સુવિધાઓ ધરાવતાં ભારતનાં અન્ય ક્રિકેટ-સ્ટેડિયમોની…
વધુ વાંચો >મરચન્ટ, વિજય
મરચન્ટ, વિજય (જ. 12 ઑગસ્ટ 1911, મુંબઈ; અ. 27 ઑક્ટોબર 1987, મુંબઈ) : ભારતના શક્તિશાળી અને ઉત્કૃષ્ટ ટૅકનિક ધરાવતા ઓપનિંગ ટેસ્ટખેલાડી, સફળ ક્રિકેટ-સમીક્ષક અને ઉદ્યોગપતિ. નેત્ર-આહલાદક ડ્રાઇવ્ઝ, વૈશિષ્ટ્યપૂર્ણ સ્ક્વેર કટ્સ અને લેગ કટ્સ માટે સુવિખ્યાત એવા માનવતાવાદી ટેસ્ટ-ક્રિકેટર વિજય માધવજી મરચન્ટનો જન્મ કચ્છના ભાટિયા પરિવારમાં થયો હતો. એમની અટક ઠાકરસી…
વધુ વાંચો >માંકડ, વિનુ
માંકડ, વિનુ (જ. 12 એપ્રિલ 1917, જામનગર; અ. 21 ઑગસ્ટ 1978, મુંબઈ) : ભારતના ઉત્કૃષ્ટ ઑલરાઉન્ડર અને પોતાના જમાનામાં વિશ્વના અગ્રિમ ઑલરાઉન્ડરોમાંનો એક. ‘વિનુ’ માંકડનું સાચું નામ મૂળવંતરાય હિંમતરાય માંકડ હતું; પરંતુ શાળામાં તેઓ ‘વિનુ’ના નામે જાણીતા હતા અને પછીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટવિશ્વમાં ‘વિનુ માંકડ’ના નામે જ વિખ્યાત બન્યા હતા. તેમની…
વધુ વાંચો >મુસ્તાકઅલી, સૈયદ
મુસ્તાકઅલી, સૈયદ (જ. 17 ડિસેમ્બર 1914, ઇંદોર, મધ્યપ્રદેશ; અ. 18 જૂન 2005, ઇંદોર) : જમોડી ઓપનિંગ બૅટ્સમેન અને સ્લો લેફ્ટ આર્મ ગોલંદાજી કરતા, ભારતના ક્રિકેટની રમતના છટાદાર અને લોકપ્રિય ટેસ્ટ ઑલરાઉન્ડર. બાળપણ, શાળાભ્યાસ અને ક્રિકેટની તાલીમમાં મધ્યપ્રદેશ એમનું કાર્યક્ષેત્ર રહ્યું. નાગપુર ખાતેના નિવાસ દરમિયાન તેઓ સી. કે. નાયડુના પરિચયમાં આવ્યા…
વધુ વાંચો >મુસ્તાક મહંમદ
મુસ્તાક મહંમદ (જ. 22 નવેમ્બર 1943, કરાંચી) : પાકિસ્તાનના મજબૂત જમોડી બૅટ્સમેન અને લેગ બ્રેક ગોલંદાજ એવા સશક્ત ટેસ્ટ ઑલરાઉન્ડર તથા સુકાની. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરવેઝ, કરાંચી, નૉર્ધમ્પટનશાયર અને પાકિસ્તાન તરફથી 1956થી 1980 દરમિયાન સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમી ચૂકેલા પાકિસ્તાનના સંગીન ઑલરાઉન્ડર, મુસ્તાક મહંમદના લોહીમાં ક્રિકેટ હતું. પાકિસ્તાનના વિખ્યાત ટેસ્ટ…
વધુ વાંચો >મેઇડન ઓવર
મેઇડન ઓવર : ક્રિકેટની મૅચમાં કોઈ ગોલંદાજ પોતાની છ કે આઠ દડાની ઓવરમાં બૅટ્સમૅનને એક પણ રન નોંધાવવાની તક ન આપે તે ઓવર, એક પણ વાઇડ, નો-બૉલ કે લેગ-બાયનો રન પણ ન આપે તેવી લાગલાગટ છ કે આઠ દડાની ઓવરને ‘મેઇડન ઓવર’ (કોરી ઓવર) કહેવામાં આવે છે. 1851માં ઑલ ઇંગ્લૅન્ડ…
વધુ વાંચો >મૅન્ડેટરી ઓવર્સ
મૅન્ડેટરી ઓવર્સ : કોઈ પણ ત્રણ દિવસ, ચાર દિવસ કે પાંચ દિવસની (ટેસ્ટ) ક્રિકેટ મૅચના અંતિમ દિવસે રમતનો છેલ્લો કલાક બાકી હોય ત્યારે બંને ટીમોને પરિણામ માટે સરખી ન્યાયી તક મળે, એ માટે ફરજિયાત 20 ઓવર્સ ફેંકવામાં આવે છે. હવે આ મર્યાદા ઘટાડીને 15 ઓવર્સની કરવામાં આવી છે, જેને ‘મૅન્ડેટરી…
વધુ વાંચો >મોદી, રૂસી
મોદી, રૂસી (જ. 11 નવેમ્બર 1924, સૂરત; અ. 17 મે 1996, મુંબઈ) : ભારતના ચપળ, સજાગ અને જમોડી આક્રમક ટેસ્ટ બૅટ્સમેન. સૂરતમાં બાળપણમાં જ ક્રિકેટના પાઠ શીખનાર રૂસી મોદી સૈયદ મુસ્તાકઅલીને પોતાના આદર્શ ખેલાડી માનતા હતા. મુંબઈમાં કૉલેજના ઉચ્ચ અભ્યાસાર્થે આવ્યા બાદ, વિજય મરચન્ટની બૅટિંગથી ખૂબ પ્રભાવિત થયા હતા. મુંબઈ…
વધુ વાંચો >રણજિતસિંહ
રણજિતસિંહ (જ. 10 સપ્ટેમ્બર 1872, સરોદર; અ. 1933, જામનગર) : ભારતના પ્રસિદ્ધ ક્રિકેટ ખેલાડી. તેઓ ‘હિઝ હાઇનેસ ધ મહારાજા જામસાહેબ ઑવ્ નવાનગર કુમાર શ્રી રણજિતસિંહજી’ના પૂરા નામે ઓળખાતા હતા. ‘લેગ-ગ્લાન્સ’ના સર્જક નવાનગરના જામસાહેબ કુમાર રણજિતસિંહજી એક એવા રાજવી ક્રિકેટર હતા કે જેઓ ભારતીય હોવા છતાં ઇંગ્લૅન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં રમ્યા…
વધુ વાંચો >