જગદીશ બિનીવાલે

ઉષા પી. ટી.

ઉષા, પી. ટી. (જ. 20 મે 1964, પાયોલી, કેરળ) : ભારતની શ્રેષ્ઠ દોડરાણી. ભારતીય ખેલકૂદના ક્ષેત્રમાં મિલ્ખાસિંહ પછી સૌથી તેજ ધાવક કોઈ પાક્યું હોય અને આંતરરાષ્ટ્રીય ખેલકૂદના તખ્તા પર ભારતનું નામ કોઈએ સૌથી વધુ રોશન કર્યું હોય તો તે એશિયાઈ દોડરાણીએ. તે ‘ફ્લાઇંગ રાણી’, ‘પાયોલી એક્સપ્રેસ’, ‘ગોલ્ડન ગર્લ’ જેવા જુદા…

વધુ વાંચો >

એલ. બી. ડબ્લ્યૂ

એલ. બી. ડબ્લ્યૂ. : ક્રિકેટની રમતમાં વપરાતું લેગ બીફોર વિકેટનું સંક્ષિપ્તરૂપ. બૅટધરે પગથી વિકેટ સામે અવરોધ ઊભો કરવો તે. બૅટધરને અમ્પાયરે આઉટ જાહેર કર્યા બાદ તેને જો સૌથી વધુ અસંતોષ થતો હોય તો આ ‘એલ. બી. ડબ્લ્યૂ.’ના નિર્ણયથી ! ક્રિકેટની રમતમાં અમ્પાયરો તે કારણે બદનામ પણ થતા હોય છે. ક્રિકેટના…

વધુ વાંચો >

એંજિનિયર, ફરોખ

એંજિનિયર, ફરોખ (જ. 25 ફેબ્રુઆરી 1938, મુંબઈ) : ભારતના ચપળ વિકેટકીપર તથા આક્રમક ઓપનિંગ બૅટ્સમૅન. પારસી કુટુંબમાં જન્મ. મુંબઈની ડૉન બોસ્કો નામની અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ. પરંતુ એ શાળામાં ક્રિકેટનું બૅટ ઝાલવાનો પ્રસંગ ન આવ્યો. પુણે ખાતે શિવાજી મિલિટરી સ્કૂલમાં ફરોખને ક્રિકેટના પાઠ શીખવા મળ્યા. શાળાકીય અભ્યાસ પૂરો થતાં માટુંગાની…

વધુ વાંચો >

કૉન્ટ્રૅક્ટર નરી

કૉન્ટ્રૅક્ટર, નરી (જ. 7 માર્ચ 1934) : ભારતના ટેસ્ટ ક્રિકેટના સમર્થ ડાબોડી ઓપનર તથા કપ્તાન. આખું નામ નરીમાન જમશેદજી. તેમની ક્રિકેટ કારકિર્દીનો અંત 1962ના વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં બીજી ટેસ્ટ બાદ  આવી ગયો. બીજી ટેસ્ટ બાદ બાર્બાડોસમાં બ્રિજટાઉન ખાતે બાર્બાડોસ ટીમ સામેની એક મૈત્રી-ક્રિકેટ મૅચમાં ઝંઝાવાતી ફાસ્ટ બોલર ચાર્લી ગ્રિફિથના ફેંકાતા…

વધુ વાંચો >

ક્રિકેટ

ક્રિકેટ : લોકપ્રિય આંતરરાષ્ટ્રીય રમત. ક્રિકેટની રમતમાં બે ટીમ મેદાન પર બૅટ અને દડાથી ખેલતી હોય છે. દરેક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે અને ક્રિકેટનું મેદાન 122થી 152 મી. લાંબું અને ઓછામાં ઓછું 68 મી. પહોળું હોય છે. બંને બૉલિંગ ક્રીસની વચ્ચે આવેલા રમવાના મેદાનને પિચ કહે છે. મેદાનની પિચ…

વધુ વાંચો >

ગાવસકર, સુનીલ

ગાવસકર, સુનીલ (જ. 10 જુલાઈ 1949, મુંબઈ) : ભારતના ક્રિકેટ ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ પૂર્વ ઓપનિંગ બૅટધર, ટેસ્ટ ક્રિકેટ કપ્તાન અને વિશ્વના શ્રેષ્ઠ પ્રારંભિક બૅટધર. લાડકું નામ સની. ગાવસકરના પિતા મનોહર ગાવસકર પોતે ક્લબ ક્રિકેટર હતા અને મામા માધવ મંત્રી ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ વિકેટકીપર હતા. આ બંનેનો ક્રિકેટવારસો સુનીલને મળ્યો હતો. સુનીલે…

વધુ વાંચો >

ગૂગલી

ગૂગલી : ક્રિકેટની રમતમાં થતી સ્પિન ગોલંદાજીનો એક વિલક્ષણ પ્રકાર. તે બહુ જ ઓછા સ્પિન ગોલંદાજોને ફાવ્યો છે. કોઈ સ્પિન ગોલંદાજ ‘લેગ-બ્રેક’ ઍક્શન સાથે ગોલંદાજી કરે અને દડો આગળ વધતાં બૅટ્સમૅન પાસે પહોંચી ‘ઑફ-બ્રેક’ થઈ જાય તેવા દડાને ગૂગલી અને તેવા ગોલંદાજને ગૂગલી ગોલંદાજ કહેવામાં આવે છે. 1900માં ગૂગલી ગોલંદાજીની…

વધુ વાંચો >

ગ્રાફ, સ્ટેફી

ગ્રાફ, સ્ટેફી (જ. 14 જૂન 1969, બ્રુહ, જર્મની) : ટેનિસ રમતની 1994માં વિશ્વક્રમાંક–1ની (top-seeded) જર્મન મૂળની ખેલાડી. આખું નામ સ્ટેફી પીટર ગ્રાફ. પિતા પીટર ગ્રાફ તથા માતા હેઇડી તરફથી તેને ટેનિસની રમત રમવા પ્રત્યે નાનપણથી પ્રેરણા મળી હતી. 5 ફૂટ 9 ઇંચની ઊંચાઈ ધરાવતી સ્ટેફીએ અમેરિકામાં ટેનિસના કાશી ગણાતા ફ્લૉરિડા…

વધુ વાંચો >

ઘાવરી, કરસન

ઘાવરી, કરસન (જ. 28 ફેબ્રુઆરી 1951, રાજકોટ) : ભારતીય ટેસ્ટ ક્રિકેટના પૂર્વ સમર્થ ડાબોડી ઑલરાઉન્ડર. 1969–70માં સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રૉફી સ્પર્ધામાં પદાર્પણ કરીને પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ કર્યો. 1972–73 સુધી સૌરાષ્ટ્ર તરફથી રમ્યા પછી 1973–74થી 1981–82 સુધી તે રણજી ટ્રૉફી સ્પર્ધામાં મુંબઈ તરફથી રમ્યા અને 1982–83થી ફરી સૌરાષ્ટ્ર તરફથી રમ્યા.…

વધુ વાંચો >

ઘોરપડે, જયસિંહ

ઘોરપડે, જયસિંહ (જ. 2 ઑક્ટોબર 1930, પંચગીની; અ. 29 માર્ચ 1978, વડોદરા) : વડોદરાના ક્રિકેટ ખેલાડી. આખું નામ જયસિંહરાવ માનસિંહરાવ ઘોરપડે. તે ચશ્માંધારી, આક્રમક જમોડી બૅટ્સમૅન તથા લેગ-બ્રેક અને ગૂગલી બૉલર હતા. ‘મામાસાહેબ’ ઘોરપડેના હુલામણા નામે જાણીતા જયસિંહ ઘોરપડે પ્રથમ કક્ષાની ક્રિકેટમાં વડોદરા અને મહારાષ્ટ્ર તરફથી રમ્યા હતા. તેમણે 1952–53માં…

વધુ વાંચો >