ચીમનલાલ વલ્લભરામ રાવળ

મહાયાન

મહાયાન : બૌદ્ધ ધર્મનો એક મુખ્ય સંપ્રદાય. જે લોકો કેવળ બુદ્ધે આપેલા ઉપદેશને અને કેવળ ત્રિપિટક(વિનયપિટક, સુખપિટક અને ધમ્મપિટક)ને જ માને છે, તેમનું ‘યાન’ સંકુચિત અથવા ‘હીન’ છે, માટે બૌદ્ધ ધર્મના એ સંપ્રદાયને ‘હીનયાન’ કહેવામાં આવે છે; પરંતુ જે લોકો ત્રિપિટક ઉપરાંત બીજા ગ્રંથોને પણ માને છે, તેમનું ‘યાન’ મોટું…

વધુ વાંચો >

મૂર્તિપૂજા

મૂર્તિપૂજા : અરૂપ, અવ્યક્ત, અગોચર અને નિરાકાર એવા પરમ તત્વની સરૂપ, વ્યક્ત, ગોચર અને સાકાર રૂપે પ્રતીતિ જે મૂર્ત આલંબનો કે પ્રતીકો દ્વારા થાય તેમનું પૂજન-અર્ચન કરવાની પરંપરાગત ભક્તિમૂલક હિંદુ વિધિ, જેનું વિશેષભાવે અનુસંધાન જૈન, બૌદ્ધ, શીખ આદિ ધર્મ-સંપ્રદાયોમાં પણ જોઈ શકાય છે. ભારત ધર્મપ્રાણ દેશ છે. મૂર્તિ પૂજાનું અહીં…

વધુ વાંચો >

રામતીર્થ, સ્વામી

રામતીર્થ, સ્વામી (જ. 22 ઑક્ટોબર 1873, મુરાલીવાલા, જિ. ગુજરાનવાલા, પંજાબ; અ. 17 ઑક્ટોબર 1906, ટિહરી) : આધુનિક કાલના આદર્શ સંન્યાસી અને પ્રસિદ્ધ વેદાંતી વિદ્વાન. મૂળ નામ તીર્થરામ. પિતા હીરાનંદ ગોસ્વામી ગરીબ પુરોહિત હતા. તીર્થરામ નાના હતા ત્યારે માતાનું અવસાન થયું, તેથી મોટાભાઈની દેખરેખ નીચે ઊછર્યા. ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાં તેમનો શાળા…

વધુ વાંચો >

લાયબિન્ઝ

લાયબિન્ઝ (જ. 1646; અ. 1716) : જર્મન ફિલસૂફ અને ગણિતશાસ્ત્રી. લાયબિન્ઝના પિતા જર્મનીની લિપઝિગ યુનિવર્સિટીમાં નીતિશાસ્ત્રના અધ્યાપક હતા. તેમના પિતા લાયબિન્ઝની નાની વયમાં જ તેમના પિતા મૃત્યુ પામ્યા. જોકે આર્થિક રીતે સધ્ધર હતા, આથી તેમનું જીવન અને શિક્ષણ સમૃદ્ધિ અને સ્વતંત્રતામાં વીત્યું. તેમની તેજસ્વી બુદ્ધિ સમગ્ર જગતને સમજવા માટે સજ્જ…

વધુ વાંચો >

વિષ્ણુસ્વામી

વિષ્ણુસ્વામી : દ્વૈતવાદી વૈષ્ણવ અને ભક્તિમાર્ગી સંત. કૃષ્ણભક્તિના સંદર્ભમાં બે પ્રકારના ભક્તિમાર્ગીઓ ઉલ્લેખનીય છે : 1. કૃષ્ણ-રુક્મિણીના ભક્તો અને 2. કૃષ્ણ-રાધાના ભક્તો. જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ અને તુકારામ જેવા મહારાષ્ટ્રના સંતો પહેલા પ્રકારમાં આવે છે, જ્યારે જેમના દ્વારા અન્ય પ્રદેશોમાં વિવિધ પંથો સ્થપાયા તે નિમ્બાર્ક, વિષ્ણુસ્વામી, વલ્લભાચાર્ય અને શ્રી ચૈતન્ય મહાપ્રભુ…

વધુ વાંચો >