ચિમનલાલ ત્રિવેદી

દશમ સ્કંધ

દશમ સ્કંધ : શ્રીમદભાગવતના દશમ સ્કંધ પરથી મધ્યકાલીન ગુજરાતીમાં રચાયેલ કાવ્યગ્રંથ. મધ્યકાળના ગુજરાતી સાહિત્ય ઉપર શ્રીમદભાગવતની અસર પ્રબળ રૂપે જોવા મળે છે. એમાંયે તેના દશમ સ્કંધની તો કવિઓને લગની જ લાગેલી હોય એમ જણાય છે. કૃષ્ણની બાળલીલા, જસોદાનાં હાલરડાં, દાણ અને રાસલીલા, રાધા–કૃષ્ણનાં રૂસણાં અને મનામણાં વગેરેનું કાવ્યોમાં જે નિરૂપણ…

વધુ વાંચો >

દૂતકાવ્ય

દૂતકાવ્ય : દૂતકાવ્ય અથવા સંદેશકાવ્ય તરીકે જાણીતો કાવ્યપ્રકાર. સંસ્કૃતમાં તે ખૂબ ખેડાયો છે. સુદીર્ઘ રચનાઓમાં કોઈ ને કોઈની સાથે સંદેશ મોકલવાની પ્રણાલી પ્રસિદ્ધ હતી. નળે હંસ સાથે ‘નલોપાખ્યાન’માં કે ‘રામાયણ’માં હનુમાન સાથે રામે સીતાને સંદેશ મોકલ્યો હતો તેનું નિરૂપણ થયેલું છે. કવિ કાલિદાસના ‘મેઘદૂત’માં મેઘ સાથે યક્ષ પોતાની પત્નીને સંદેશ…

વધુ વાંચો >

ધીરો

ધીરો (જ. અઢારમી સદીનો ઉત્તરાર્ધ; અ. 1825) : મધ્યકાલીન ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિ. બારોટ જ્ઞાતિમાં એમનો જન્મ અને વતન વડોદરા જિલ્લાનું ગોઠડા ગામ. જ્ઞાનમાર્ગી પરંપરાના આ કવિ વિશેષ જાણીતા છે ‘તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ’–એવી કાફી રાગમાં ગવાતી અને ‘કાફી’ તરીકે જાણીતી પદરચનાઓથી. એવી જ એમની પ્રસિદ્ધ ‘અંબાડીએ…

વધુ વાંચો >

નાકર

નાકર (કવનકાળ ઈ. સ. 1516–1568) : સોળમી સદીનો પ્રમુખ આખ્યાનકવિ. વડોદરાનો વતની અને જ્ઞાતિએ દશાવાળ વણિક. આખ્યાનો રચીને વડોદરાના નાગર-બ્રાહ્મણ મદનને કે એના પુત્ર(સંભવત: ન્હાન)ને પુણ્ય વિસ્તારવા માટે લોકોને ગાઈ સંભળાવવા આપી દેતો હતો. એની કૃતિઓમાંથી એનું નિ:સ્પૃહી અને નમ્ર વ્યક્તિત્વ ઊપસી આવે છે. આખ્યાન-કવિતા એનું ઐતિહાસિક પ્રદાન છે. ભાલણ…

વધુ વાંચો >

પારેખ પ્રહલાદ

પારેખ, પ્રહલાદ (જ. 12 ઑક્ટોબર 1912, ભાવનગર; અ. 2 જાન્યુઆરી 1962, મુંબઈ) : ગુજરાતી કવિ. તેમનું ઘડતર ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં થયું હતું. ત્યાંથી ‘વિનીત’ થઈ તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં અને પછી શાંતિનિકેતનમાં અભ્યાસ કરેલો. ઈ. સ. 1937માં વિલે પારલેની પ્યૂપિલ્સ ઓન સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા હતા અને થોડો સમય ભાવનગરની ઘરશાળામાં…

વધુ વાંચો >

પારેખ હીરાલાલ ત્રિભુવનદાસ

પારેખ, હીરાલાલ ત્રિભુવનદાસ (જ. 27 એપ્રિલ 1882, સૂરત; અ. 20 જૂન 1938, અમદાવાદ) : ગુજરાતી લેખક અને સંદર્ભસાહિત્યના સંકલનકાર. 1900માં મૅટ્રિક થઈને 1904માં નોકરી માટે નાગપુર રહેલા, પણ પછી અમદાવાદ આવીને 1904માં ઇતિહાસ અને ફારસી વિષયો સાથે બી.એ. થયા હતા. સાહિત્ય અને કેળવણી પ્રત્યે એમને સહજ અભિરુચિ હતી. અનેક નિબંધ-સ્પર્ધાઓમાં…

વધુ વાંચો >

પિંગલ-પ્રવૃત્તિ

પિંગલ–પ્રવૃત્તિ : ગુજરાતી ભાષાની પિંગલ-રચનાઓ તથા પિંગલચર્ચાને આવરી લેતી પ્રવૃત્તિ. ગુજરાતી ભાષામાં કેટલાક ઉત્તમ પિંગલકારોએ ગ્રંથો લખીને મહત્વનું પ્રદાન કર્યું છે તો અનેક વિદ્વાનોએ સુદીર્ઘ લેખો અને નોંધો દ્વારા પણ છંદચર્ચા કરી છે. ગુજરાતીમાં દલપતરામ અને નર્મદથી પિંગલપ્રવૃત્તિનો આરંભ થાય છે. 1855માં ‘બુદ્ધિપ્રકાશ’માં દલપતરામે ‘કકડે કકડે’ પિંગલલેખનનો આરંભ કરેલો અને…

વધુ વાંચો >

પુરાણી અંબાલાલ (અંબુભાઈ) બાલકૃષ્ણ

પુરાણી, અંબાલાલ (અંબુભાઈ), બાલકૃષ્ણ (જ. 26 મે 1894, સૂરત; અ. 11 ડિસેમ્બર 1965, પુદુચેરી) : ગુજરાતી લેખક અને સાધક, ગુજરાતમાં વ્યાયામશાળાની પ્રવૃત્તિ તથા મહર્ષિ અરવિંદની યોગપ્રવૃત્તિના પ્રવર્તક. ભરૂચના વતની અંબુભાઈએ આઠ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. પ્રાથમિક શાળાનો અભ્યાસ ભરૂચમાં પૂરો કરી, વડીલબંધુ છોટુભાઈ પાસે વડોદરા ગયા. ત્યાં મૅટ્રિક પસાર…

વધુ વાંચો >

પુરોહિત વેણીભાઈ જમનાદાસ

પુરોહિત, વેણીભાઈ જમનાદાસ (જ. 1 ડિસેમ્બર 1916, જામખંભાળિયા; અ. 3 જાન્યુઆરી 1980, મુંબઈ) : ઉપનામ ‘સંત ખુરશીદાસ’. ગુજરાતી કવિ તથા વાર્તાકાર. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ અનુક્રમે મુંબઈ અને જામખંભાળિયામાં. વ્યવસાય માટે મુંબઈ ગયા અને ‘બે ઘડી મોજ’માં જોડાયા. ત્યારબાદ 1932થી 1942 દરમિયાન અમદાવાદના દૈનિક ‘પ્રભાત’, ભારતી સાહિત્ય સંઘ અને સસ્તું સાહિત્ય…

વધુ વાંચો >

પ્રીતમ

પ્રીતમ (જ. 1718, ચૂડા (રાણપુર); અ. 1798) : ભક્તિ તેમજ જ્ઞાનધારાની મધ્યકાલીન ગુજરાતી કવિતામાં મહત્વનું પ્રદાન કરનાર કવિ. નાની ઉંમરે ગૃહત્યાગ કરીને રામાનંદી સાધુ તરીકે દીક્ષા લઈને 1761માં સંદેસર(ચરોતર)ના કાયમી નિવાસી થયા હતા. આ સાધુકવિએ યોગમાર્ગનો પણ અભ્યાસ કર્યો હતો અને શાસ્ત્રજ્ઞાનમાં પણ એમની સારી જાણકારી હતી; તેમ છતાં સંતપરંપરાનો…

વધુ વાંચો >