ચિમનલાલ ત્રિવેદી

પ્રીતમ

પ્રીતમ (જ. 1718, ચૂડા (રાણપુર); અ. 1798) : ભક્તિ તેમજ જ્ઞાનધારાની મધ્યકાલીન ગુજરાતી કવિતામાં મહત્વનું પ્રદાન કરનાર કવિ. નાની ઉંમરે ગૃહત્યાગ કરીને રામાનંદી સાધુ તરીકે દીક્ષા લઈને 1761માં સંદેસર(ચરોતર)ના કાયમી નિવાસી થયા હતા. આ સાધુકવિએ યોગમાર્ગનો પણ અભ્યાસ કર્યો હતો અને શાસ્ત્રજ્ઞાનમાં પણ એમની સારી જાણકારી હતી; તેમ છતાં સંતપરંપરાનો…

વધુ વાંચો >

ફાર્બસવિરહ

ફાર્બસવિરહ : દલપતરામે રચેલી, અર્વાચીન ગુજરાતી કવિતામાં ‘કરુણ-પ્રશસ્તિ’ (elegy) પ્રકારની પ્રથમ કૃતિ. અમદાવાદમાં મદદનીશ જજ તરીકે આવેલા, શિલ્પશાસ્ત્ર અને ઇતિહાસના અભ્યાસી, સાહિત્યપ્રેમી ફાર્બસે (ફૉર્બ્સે) દલપતરામની સહાયથી અમદાવાદ અને ગુજરાતમાં વિદ્યાવૃદ્ધિની અનેકવિધ પ્રવૃત્તિઓ આદરી હતી અને દલપતરામના પરમ મિત્ર–સખા બન્યા હતા. એમના અવસાનથી મિત્ર દલપતરામના કવિહૃદયમાં પ્રગટેલી વિરહની વેદનાને આ કાવ્ય…

વધુ વાંચો >

બાદરાયણ

બાદરાયણ (જ. 12 મે 1905, આધોઈ, કચ્છ; અ. 14 નવેમ્બર 1963) : ગુજરાતી કવિ. મૂળ નામ ભાનુશંકર બાબરભાઈ વ્યાસ. વતન નડિયાદ. સુંદરજી બેટાઈ સાથેના સંયુક્ત લેખન નિમિત્તે ‘મિત્રાવરુણૌ’ એવું ઉપનામ પણ તેમનું અને સુંદરજી બેટાઈનું રખાયેલું. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ મોરબી અને રાજકોટમાં લીધેલું અને પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં નરસિંહરાવ દિવેટિયા…

વધુ વાંચો >

ભગત, નિરંજન નરહરિ

ભગત, નિરંજન નરહરિ (જ. 18 મે 1926, અમદાવાદ; અ. 1 ફેબ્રુઆરી 2018) :  ગુજરાતી કવિ અને વિવેચક. અર્વાચીન ગુજરાતી કવિતામાં સુન્દરમ્  ઉમાશંકરની કવિ પેઢી પછીના 2 અગ્રણી કવિઓ તે રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત. પિતા નરહરિ અમદાવાદની લાલભાઈ દલપતભાઈની પેઢીમાં. માતા મેનાંબહેન. મોસાળમાં ઉછેર. અરુણ અને અજિત બે ભાઈ. અજિતનું…

વધુ વાંચો >

ભટ્ટ, પ્રેમશંકર હ.

ભટ્ટ, પ્રેમશંકર હ. (જ. 30 ઑગસ્ટ 1914; અ. 30 જુલાઈ 1976, અમદાવાદ) : ગુજરાતી કવિ, નવલકથાકાર અને વિવેચક. ધ્રાંગધ્રા પાસેના રાજસીતાપુર ગામના તેઓ વતની હતા. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી એમ.એ. થઈને આરંભમાં બર્મા શેલ કંપનીના પ્રકાશન અધિકારી તરીકે અને પછી મુંબઈની ખાલસા, સોફિયા અને સિદ્ધાર્થ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે તેમણે કાર્ય…

વધુ વાંચો >

ભાણદાસ

ભાણદાસ (સત્તરમી સદી) : અખાની પરંપરાના નોંધપાત્ર વેદાન્તી કવિ. મહામાયાની અનન્ય શક્તિના પ્રબળ આલેખક. ભીમના પુત્ર અને કૃષ્ણપુરીના આ શિષ્ય વિશેષ જાણીતા છે એમની ગરબીઓથી. ‘ગરબી’ સંજ્ઞા પ્રથમ વાર પ્રયોજાયેલી એમની કૃતિમાં મળે છે. ભાણદાસની સુખ્યાત ગરબી છે ‘ગગનમંડળની ગાગરડી’. એ રચના આરંભાય છે – ‘ગગનમંડળની ગાગરડી, ગુણ ગરબી રે…

વધુ વાંચો >

ભાલણ

ભાલણ (પંદરમી સદી ઉત્તરાર્ધ–ઈ. સોળમી સદી પૂર્વાર્ધ) : મધ્યકાલીન ગુજરાતી કવિ. તે પાટણનો વતની અને સંસ્કૃતનો વ્યુત્પન્ન પંડિત હતો. આરંભમાં એ દેવીભક્ત હતો પણ જીવનના અંતભાગમાં રામભક્ત બન્યો હોવાનું એની રચનાઓ દ્વારા સમજાય છે. એણે રચેલાં કહેવાતાં ‘દશમસ્કંધ’માંનાં કેટલાંક વ્રજભાષાનાં પદોથી એ વ્રજભાષાનો પણ સારો જાણકાર હોવાનું અનુમાની શકાય. પુરુષોત્તમ…

વધુ વાંચો >

વસંતવિલાસ

વસંતવિલાસ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું એક ઉત્તમ ફાગુકાવ્ય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે જૈનકવિઓએ અને થોડાક જૈનેતર કવિઓએ અનેક ફાગુકાવ્યો લખ્યાં છે. વસંતવર્ણનનો વિશિષ્ટ કાવ્યપ્રકાર ફાગુ તરીકે ઓળખાય છે. વસંતવર્ણન નિમિત્તે શૃંગારરસની નિષ્પત્તિ માટે ફાગુકાવ્યો લખાયાં છે. ‘વસંતવિલાસ’ ઈ. સ. 14મી સદીના પૂર્વાર્ધમાં રચાયું હોવાનું મનાય છે. એના કર્તાનું નામ સ્પષ્ટ…

વધુ વાંચો >

વાલેસ, કાર્લોસ (ફાધર)

વાલેસ, કાર્લોસ (ફાધર) (જ. 4 નવેમ્બર 1925; લા ગ્રોન્યો, સ્પેન) : મૌલિક ચિંતક અને નિબંધકાર. એમનું પૂરું નામ કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસ. ઈસુસંઘની સાધુસંસ્થામાં ઈ. સ. 1941માં પ્રવેશ કરી, ઈ. સ. 1958માં દીક્ષિત થઈ ફાધર વાલેસ બન્યા. લૅટિન અને ગ્રીક સાહિત્યનો તેમજ તત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરી, ઈ. સ. 1949માં તેઓ ભારતમાં…

વધુ વાંચો >

વિરાટપર્વ-1 (નાકરકૃત)

વિરાટપર્વ-1 (નાકરકૃત) : ગુજરાતીમાં મહાભારતના આધારે રચાયેલી આખ્યાનકૃતિ. વડોદરાના વણિક કવિ નાકરે મહાભારતકથાનાં વિવિધ પર્વો ગુજરાતીમાં પ્રથમ વાર પોતીકી રીતે અવતાર્યાં છે. એમાં એનું ‘વિરાટપર્વ’ કવિની પ્રૌઢિ અને શક્તિનું દર્શન કરાવે છે. 65 કડવાંની આ કૃતિના આરંભમાં આદિપર્વ, સભાપર્વ અને આરણ્યકપર્વની કથા ભૂમિકા રૂપે આવે છે અને 22મા કડવાથી ‘વિરાટપર્વ’નો…

વધુ વાંચો >