ચિત્રકલા
કારાચી પરિવાર
કારાચી પરિવાર (કારાચી, ઍગોસ્તિનો : જ. 16 ઑગસ્ટ 1557, બોલોન્યા, ઇટાલી; અ. 23 ફેબ્રુઆરી 1602, પાર્મા, ઇટાલી. કારાચી, એનિબાલે : જ. 3 નવેમ્બર 1560, બોલોન્યા, ઇટાલી; અ. 15 જુલાઈ 1609, રોમ, ઇટાલી. કારાચી, લોડોવિકો : જ. 21 એપ્રિલ 1555, બોલોન્યા, ઇટાલી; અ. 3 નવેમ્બર 1619, બોલોન્યા, ઇટાલી. કારાચી, ઍન્તૉનિયો :…
વધુ વાંચો >કારાવાજિયો, માઇકૅલેન્જેલો મેરિસી દા
કારાવાજિયો, માઇકૅલેન્જેલો મેરિસી દા (જ. 28 સપ્ટેમ્બર 1573, કારાવાજિયો, વેનિસ નજીક, ઇટાલી; અ. 18 જુલાઈ 1610, પોર્તેકોલે, તુસ્કની, ઇટાલી) : અંધારાથી ભરપૂર, અત્યંત ગમગીન, ભેંકાર અને નાટ્યાત્મક ધાર્મિક ચિત્રો ચીતરવા માટે જાણીતો ઇટાલિયન બરોક-ચિત્રકાર. હકીકતમાં આ પ્રકારનાં ચિત્રો ચીતરવાની શરૂઆત તેણે કરી હોવાથી અને પછીથી ગ્વેર્ચિનો, એલ ગ્રેકો, રેમ્બ્રાં આદિએ…
વધુ વાંચો >કારેનો દ મિરાન્ડા, જુવાન
કારેનો દ મિરાન્ડા, જુવાન (Carreño de Miranda, Juan) (જ. 25 માર્ચ 1614, આવિલેસ, અસ્તુરિયાસ, સ્પેન; અ. સપ્ટેમ્બર 1685, મૅડ્રિડ, સ્પેન) : સ્પૅનિશ બરોક-ચિત્રકાર. બરોક-જમાનાના સ્પેનનો તે વાલાસ્ક્વેથ (Velazquez) પછીનો સૌથી વધુ અગત્યનો ચિત્રકાર ગણાય છે. ચિત્રકારો પેદ્રો દ લાસ કાવાસ (Pedro de Las Cavas) અને બાર્તોલોમે રૉમાન (Bartolome Romān) હેઠળ…
વધુ વાંચો >કારોતો, જિયાન ફ્રાન્ચેસ્કો
કારોતો, જિયાન ફ્રાન્ચેસ્કો (જ. આશરે 1480, વેરોના, ઇટાલી; અ. 1555, વેનિસ, ઇટાલી) : રેનેસાંસની વેનેશિયન શાખાનો ચિત્રકાર. તરુણાવસ્થામાં કારોતો માન્તુઆમાં આન્દ્રેઆ માન્તેન્યા(Andrea Mantegna)ની ચિત્રશૈલીના પ્રભાવ હેઠળ આવ્યો. વેરોના પાછા જઈને તેણે તેની શ્રેષ્ઠ ચિત્રકૃતિઓ સર્જી : ‘એન્ટુમ્મેન્ટ’, ‘મેડૉના ઇન ગ્લોરી વિથ સેન્ટ્સ’, અને ‘સેન્ટ ઉર્સુલા’. તેનાં ચિત્રોમાંની પશ્ચાદભૂમાં ચિત્રિત નિસર્ગ…
વધુ વાંચો >કારોં, ઍન્તૉની
કારોં, ઍન્તૉની (જ. આશરે 1521,બુવાઈ [Beauvais], ફ્રાંસ; અ. 1519, પેરિસ, ફ્રાંસ) : મેનેરિસ્ટ શૈલીમાં ચિત્ર સર્જન કરનાર ફ્રાંસના સોળમી સદીના અગ્રણી રેનેસાંસ ચિત્રકાર. મૅનરિસ્ટ શૈલીમાં ચિત્રો ચીતરનાર ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર ફ્રાન્ચેસ્કો પ્રિમાતિચિયો (Francesco Primaticcio) હેઠળ તેણે મદદનીશ ચિત્રકાર તરીકે 1540થી 1550 સુધી તાલીમ લીધી. ફ્રાંસના રાજા ચાર્લ્સ નવમાનું અવસાન થતાં નવા…
વધુ વાંચો >કાર્ટૂન: જુઓ કટાક્ષચિત્ર
કાર્ટૂન : જુઓ કટાક્ષચિત્ર.
વધુ વાંચો >કાર્પાચિયો, વિત્તોરે
કાર્પાચિયો, વિત્તોરે (Carpaccio, Vittore) (જ. આશરે 1460, વેનિસ, ઇટાલી; અ. 1525/1526, વેનિસ, ઇટાલી) : પ્રારંભિક રેનેસાંસની વેનેશિયન શાખાનો પ્રમુખ ચિત્રકાર. એ લાત્ઝારો બાસ્તિયાનીનો શિષ્ય હતો એવું અનુમાન આજે કરવામાં આવે છે અને એનાં પ્રારંભિક ચિત્રો ઉપર જેન્તિલે બેલિની અને ઍન્તૉનેલો દા મેસિનાનો પ્રભાવ જોવા મળે છે. આરંભ કાળની એની ચિત્રકૃતિઓમાંથી…
વધુ વાંચો >કાલીઘાટ ચિત્રકલા
કાલીઘાટ ચિત્રકલા : આશરે 1860થી 1930 સુધીની બંગાળની વિશિષ્ટ લોકચિત્રકલા. આધુનિક ભારતીયતાના પ્રારંભિક ચરણમાં આ ચિત્રકલા એક મહત્વનું અંગ બની રહેલી. ભારત દેશમાં આધુનિક યુગના પ્રારંભે ઓગણીસમી સદીમાં જે ચેતના અને કલાચાહનાએ જન્મ લીધો તેમાં બંગાળની ‘કાલીઘાટ ચિત્રકલા’ અજોડ છે. તે અજોડ એટલા માટે છે કે તેના સર્જકો તેમજ ઉપભોક્તા…
વધુ વાંચો >કાવાલિની, પિયેત્રો
કાવાલિની, પિયેત્રો (જ. આશરે 1250, રોમ, ઇટાલી; અ. આશરે 1330, ઇટાલી) : ભીંતચિત્રો ચીતરનાર અને મોઝેક તૈયાર કરનાર રોમન ચિત્રકાર. ગૉથિક યુગમાં બાયઝેન્ટાઇન કલાની અક્કડ લઢણોમાંથી મુક્ત થવાનો અને વાસ્તવ-આભાસી આકૃતિઓ ચીતરવાનો સંગીન પ્રયાસ કરનાર પ્રથમ કલાકાર. 1277થી 1290ના ગાળામાં તેમણે રોમ ખાતેના સાન્તા પાઓલો ફૂરી લે મુરા (Santa Paolo…
વધુ વાંચો >કાવાલ્ચાસેલે, જિયોવાની બાત્તિસ્તા
કાવાલ્ચાસેલે, જિયોવાની બાત્તિસ્તા (Cavalcaselle, Giovanni Battista) (જ. 22 જાન્યુઆરી 1820, લેન્યાજો (Leynago), લૉમ્બાર્દી, ઇટાલી; અ. 31 ઑક્ટોબર 1897, લેન્યાજો, લૉમ્બાર્દી, ઇટાલી) : કલા-ઇતિહાસકાર તથા જિયોવાની મોરેલી (Morelli) સાથે ઇટાલિયન આધુનિક કલા-ઇતિહાસના અભ્યાસનો પાયો નાંખનાર. બાળપણથી જ ઇટાલીના કલારૂપી ખજાનાનો તેમણે અભ્યાસ કરવો શરૂ કરેલો. વેનિસ ખાતેની અકાદમિયા દેલે બેલે આર્તી(Accadamia…
વધુ વાંચો >