ચિત્રકલા

કાસ્તાન્યો, આન્દ્રેઆ દેલ

કાસ્તાન્યો, આન્દ્રેઆ દેલ (Castagno, Andrea Del) (જ. આશરે 1421, સાન માર્તિનો, રિપબ્લિક ઑવ્ ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 19 ઑગસ્ટ 1457, ફ્લૉરેન્સ, ઇટાલી) : રેનેસાંસના પ્રારંભિક તબક્કાનો મહત્વનો ચિત્રકાર. મૂળ નામ આન્દ્રેઆ દિ બાર્તોલો દિ બાર્જિલા (Andrea De Bartolo De Bargila). કાસ્તાન્યોના આરંભિક જીવન વિશે માહિતી નથી. તેનાં આરંભિક ચિત્રોનો પણ નાશ…

વધુ વાંચો >

કાહ્લો, ફ્રિડા

કાહ્લો, ફ્રિડા (જ. 1910, મેક્સિકો) : આધુનિક મેક્સિકન મહિલા-ચિત્રકાર. મેક્સિકોના મૂળ નિવાસી ઇન્ડિયન તથા સ્પૅનિશ આગંતુકોનું મિશ્ર લોહી ધરાવતી માતા તથા યહૂદી જર્મન પિતાનું તે ફરજંદ. પિતા મેક્સિકો ખાતેના સ્પૅનિશ વસાહતી સ્થાપત્યના ફોટોગ્રાફર હતા. ફ્રિડા શાલેય અભ્યાસના છેલ્લા વરસમાં હતી ત્યારે તેની કાર સાથે ધસમસતા માતેલા સાંઢ સમા એક ટ્રકનો…

વધુ વાંચો >

કાંબળે જી.

કાંબળે, જી. (જ. 23 જુલાઈ 1918, કોલ્હાપુર, મહારાષ્ટ્ર; અ. 21 જુલાઈ 2002, કોલ્હાપુર) : ‘પોસ્ટર પેઇન્ટિંગના બાદશાહ’ના નામથી જાણીતા પોર્ટ્રેટ ચિત્રકાર. આખું નામ ગોપાળ બળવંત કાંબળે. કારમી ગરીબીને લીધે શાળા-કૉલેજનું ઔપચારિક શિક્ષણ તથા ચિત્રકલાનું વિધિસર શિક્ષણ મેળવી શક્યા નહીં, અને માનવંતા ચિત્રકારના માર્ગદર્શનથી પણ તેઓ વંચિત રહેલા. પોતાની પ્રતિભાનું સંમાર્જન…

વધુ વાંચો >

કિકુમારો

કિકુમારો (જ. આશરે 1780, જાપાન; અ. 1820 પછી, જાપાન) : જાપાનની પ્રસિદ્ધ કાષ્ઠછાપ ચિત્રકલા (woodcut printing) ઉકિયો-ઈ(Ukio-E)નો ચિત્રકાર. પ્રસિદ્ધ ચિત્રકાર કિતાગાવા ઉતામારોનો તે શિષ્ય હતો. ગુરુની પેઠે કિકુમારો પણ ગેઇશા યુવતીઓ અને ટોકિયોના પોશીબારાની વેશ્યાવાડાની રૂપજીવિનીઓના આલેખનમાં સફળ થયો. વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત અને ભભકાદાર વસ્ત્રો પરિધાન કરેલી ગેઇશા યુવતીઓ અને…

વધુ વાંચો >

કિતાઈ રોનાલ્ડ બ્રૂક્સ

કિતાઈ, રોનાલ્ડ બ્રૂક્સ (Kitaj, Ronald Brooks) (જ. 1932, ક્લીવલૅન્ડ, ઓહાયો, અમેરિકા) : આધુનિક જીવનનું આલેખન કરનાર અમેરિકન ચિત્રકાર. તેમનો જન્મ મૂળ હંગેરીથી આવી અમેરિકામાં વસેલા પરિવારમાં થયો હતો. બ્રિટિશ પૉપ કલાના વિકાસમાં તેમનો મહત્વનો ફાળો છે. 1951થી 1955 સુધી મર્ચન્ટ સીમૅન તરીકેની કારકિર્દીમાંથી મુક્તિ મેળવીને લંડનની રૉયલ કૉલેજ ઑવ્ આર્ટમાં…

વધુ વાંચો >

કિફર ઍન્સેમ

કિફર, ઍન્સેમ (જ. 1945, જર્મની) : પ્રલય(apocalypse)નું આલેખન કરવા માટે જાણીતો આધુનિક જર્મન ચિત્રકાર. ભાંગીને ભુક્કો થઈ જતાં મધ્યયુગીન જર્મન ગૉથિક કથીડ્રલો, ભેંકાર ખંડેરો અને તારાજ થયેલાં નગરો કિફરના મુખ્ય વિષયો છે. પોતાની નિરાશાવાદી પ્રકૃતિનો કિફર સ્વીકાર કરે છે. એની માન્યતા મુજબ આધુનિક જગત પોતાના પાપના ભાર હેઠળ જ દબાઈને…

વધુ વાંચો >

કિયા સાન્દ્રો

કિયા, સાન્દ્રો (Chia, Sandro) (જ. 1946, ફ્લૉરેન્સ, ઇટાલી) : અનુઆધુનિક ઇટાલિયન ચિત્રકાર. અન્ય બે ચિત્રકારો એન્ઝો કુકી (Enzo Cuchhi) અને ફ્રાન્ચેસ્કો ક્લૅમેન્તી (Francesco Clementi) સાથે તેની ગણના ઇટાલીના ત્રણ પ્રમુખ અનુઆધુનિક ચિત્રકારોમાં થાય છે, જે ‘થ્રી સી’ નામે ઓળખાય છે. આધુનિકતાવાદની શૈલીઓ અને વાદોની ભરમાર ફગાવીને પોતે ‘ગમી તે શૈલીમાં’…

વધુ વાંચો >

કિયોનાગા તોરી

કિયોનાગા, તોરી (Kiyonaga, Torii) (જ. 1752, જાપાન; અ. 1815, જાપાન) : જાપાનની પ્રસિદ્ધ કાષ્ઠછાપ-ચિત્રકલા (woodcut printing) ઉકિયો-ઈ(Ukio-E)નો ચિત્રકાર. રંગમંચ માટે પડદા અને ‘બૅકડ્રૉપ્સ’ (પિછવાઈ) ચીતરવાની પરંપરા ધરાવતા એક પરિવારમાં તેનો જન્મ થયેલો. આહલાદક નિસર્ગની પશ્ચાદભૂમાં લાલિત્યપૂર્ણ અંગભંગિ ધરાવતી જાપાની મહિલાઓને ચિત્રિત કરવા માટે તે ખાસ જાણીતો છે. વૃક્ષો અને વસ્ત્રોમાં…

વધુ વાંચો >

કિરિકો જ્યૉર્જિયો

કિરિકો, જ્યૉર્જિયો (જ. 1888, ગ્રીસ; અ. 1978) : ઇટાલીનો પરાવાસ્તવવાદી ચિત્રકાર. બાળપણમાં ઍથેન્સમાં ડ્રૉઇંગની તાલીમ લીધી હતી. થોડા જ સમયમાં પિતાનું અવસાન થતાં માતા અને નાના ભાઈ સાથે કિરિકો પણ જર્મનીમાં મ્યૂનિક જઈ વસ્યો. જર્મનીમાં સ્વિસ રંગદર્શી ચિત્રકાર આર્નૉલ્ડ બોક્લીનનો પ્રભાવ તેની ઉપર પડ્યો. ઉપરાંત જર્મન ફિલસૂફ નિત્શેનું તેણે પઠન…

વધુ વાંચો >

કીટ જ્યૉર્જ

કીટ, જ્યૉર્જ (જ. 1901, બ્રિટન; અ. ?) : આધુનિક શ્રીલંકન ચિત્રકાર. બ્રિટિશ પિતા અને સિંહાલી માતાના સંતાન જ્યૉર્જનું બાળપણ બ્રિટનમાં વીત્યું. તરુણાવસ્થામાં તેઓ ભારત આવ્યા અને તેમને પ્રણાલીગત ભારતીય કલાના પ્રખર પુરસ્કર્તા આનંદ કુમારસ્વામીનો પરિચય થયો. પરિણામે ભારતીય વિષયોનું આલેખન કરવું તેમણે શરૂ કર્યું; પરંતુ ચિત્રશૈલી તેમણે આધુનિક યુરોપની ઘનવાદી…

વધુ વાંચો >