ચિત્રકલા

માઇકલૅન્જેલો, બુઑનારૉતી

માઇકલૅન્જેલો, બુઑનારૉતી (જ. 1475, કૅપ્રિસ, ઇટાલી; અ. 18 ફેબ્રુઆરી 1564, રોમ, ઇટાલી) : યુરોપના મહાન શિલ્પી, સ્થપતિ, ચિત્રકાર અને કવિ. રેનેસાંસ કાળની કળાના ટોચના 3 કળાકારોમાં લિયોનાર્દો દ વિન્ચી અને રફાયેલની સાથે તેમનું સ્થાન છે. યુરોપની કળા પર માઇકલૅન્જેલોની અસર રેનેસાંસ પછી મૅનરિઝમ અને બરોક શૈલીઓ ઉપર એટલી પ્રભાવક રહી…

વધુ વાંચો >

માકે, ઑગસ્ટ

માકે, ઑગસ્ટ (જ. 3 જાન્યુઆરી 1887, મેશેડ, જર્મની; અ. 1914, પર્થિસ-લેઝ-હર્લસ નજીક) : જર્મન અભિવ્યક્તિવાદી (express- ionist) ચિત્રકાર. બાળપણ કૉલોન અને બૉન નગરોમાં વીત્યું. 1904માં તેમણે ‘ડસલડર્ફ એકૅડેમી ઑવ્ આર્ટ’માં 2 વરસ સુધી કલાનો અભ્યાસ કર્યો. આ દરમિયાન ઇટાલી અને બેલ્જિયમનો પ્રવાસ કર્યો. અહીં સંતોષ ન થવાથી તેઓ બર્લિનમાં જઈ…

વધુ વાંચો >

માક્કીઆયૉલી

માક્કીઆયૉલી : ઓગણીસમી સદીના ફ્લૉરેન્સના ચિત્રકારોનું જૂથ. ઇટાલીની નિયમપરસ્તીને વરેલી કલા-એકૅડેમી સામે તેમનો ઉગ્ર વિરોધ હતો. સર્જન માટેની પ્રેરણા મેળવવા તે પ્રકૃતિ તરફ વળ્યા. આ જૂથનું વલણ એવું હતું કે રંગના ધબ્બા (ઇટાલિયન શબ્દ macchia, અંગ્રેજી patches) ચિત્રકલાનું સૌથી મહત્વનું પાસું છે. કોઈ પણ ચિત્રની દર્શકના ચિત્ત પર જે છાપ…

વધુ વાંચો >

માગ્રીત, રેને

માગ્રીત, રેને (જ. 1898, બેલ્જિયમ; અ. 1967, બેલ્જિયમ) : આધુનિક પરાવાસ્તવવાદી ચિત્રકાર. ભીંત પર ચોંટાડવાના ચિત્રસુશોભનવાળા કાગળો (wall-papers) અને ધંધાદારી જાહેરાતોની ડિઝાઇનના આલેખનકામથી તેમણે કારકિર્દીનો આરંભ કર્યો. દ કિરીકો અને મૅક્સ અર્ન્સ્ટે તેમની પ્રતિભા પારખી અને તેમને ચિત્રકલામાં પ્રવૃત્ત કર્યા. 1927થી 1930 તે ફ્રાંસમાં રહ્યા અને ત્યાં કવિ તથા પરાવાસ્તવવાદી…

વધુ વાંચો >

માતિસ, હેન્રી

માતિસ, હેન્રી (જ. 31 ડિસેમ્બર 1869, લચેતો, ફ્રાન્સ; અ. 3 નવેમ્બર 1954, નાઇસ) : ફ્રેંચ કલાકાર. ઘનવાદના પ્રચાર પહેલાં ફોવિઝમના પ્રણેતા. પૅરિસમાં કાયદાનો અભ્યાસ કર્યો. પછી વકીલને ત્યાં કારકુન તરીકે કામગીરી બજાવી. ચિત્રકલાનો રસ અને નાદ તેમને તેમની વીસીનાં વર્ષોમાં આકસ્મિક રીતે જાગ્યો. 1892માં પૅરિસમાં પહેલા આકાદેમી જુલિયનમાં અને પછી…

વધુ વાંચો >

માધવ મેનન, કોડાઈકાટ

માધવ મેનન, કોડાઈકાટ (જ. 1907, પલ્લૂટ, કેરળ) : આધુનિક ભારતીય ચિત્રકાર. 7 વરસની ઉંમરે 1914માં તે ઘરના એક વડીલ સાથે શ્રીલંકા જવા ચાલી નીકળ્યા અને ત્યાં રખડપટ્ટી સાથે શાળાકીય અભ્યાસ પણ કર્યો. 1915માં ભારત પાછા ફરી ચેન્નાઈમાં અર્ધેન્દુપ્રસાદ બૅનર્જી પાસેથી ડ્રૉઇંગની તાલીમ લીધી. 1922માં મછલીપટ્ટણમ્ જઈ ત્યાંની ‘આંધ્ર જાતીય કલાશાળા’માં…

વધુ વાંચો >

માને, એદુઅર્દ

માને, એદુઅર્દ (Manet, EDOUARD (mah-nay’, ay-dwahr) (જ. 23 જાન્યુઆરી 1832, પૅરિસ; અ. 30 એપ્રિલ 1883) : પ્રસિદ્ધ ફ્રૅન્ચ ચિત્રકાર. પ્રભાવવાદી (impressionist) શૈલીના પ્રણેતા અને ચિત્રની પ્રક્રિયા તરફ દર્શકનું ધ્યાન ખેંચવા માટે થઈને ‘ચિત્ર એ રંગથી આલેખિત સ્પષ્ટ ભૂમિ છે’ એવા ખ્યાલનો પ્રથમ પુરસ્કર્તા. ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મ. પિતા ન્યાય-મંત્રાલયમાં ઉચ્ચ હોદ્દો…

વધુ વાંચો >

મા યૂઆન

મા યૂઆન (કાર્યકાળ : 1190–1225) : ચીની ચિત્રકાર. શિયા કુઈના સહયોગમાં લૅન્ડસ્કેપ ચિત્રકલાની કહેવાતી મા-શિયા શૈલીના સ્થાપક. સધર્ન સુંગ રાજ્યકાળ (1127–1279) દરમિયાન, સુંગ લૅન્ડસ્કેપ ચિત્રણાની ઊર્મિસભર નિરૂપણરીતિની પરાકાષ્ઠા સિદ્ધ કરવાનું શ્રેય મા યૂઆનના ફાળે જાય છે. તેમનો જન્મ અને ઉછેર જે પરિવારમાં થયો હતો તેમાં તેમની પૂર્વેની 5 પેઢીમાં બધા…

વધુ વાંચો >

મારિન, જૉન

મારિન, જૉન (જ. 23 ડિસેમ્બર 1870, ન્યૂ જર્સી, અમેરિકા; અ. 2 ઑક્ટોબર 1953, મેઇન, અમેરિકા) : મૅનહૅટન અને મેઇન(Maine)ના વિસ્તારને નિરૂપતાં અભિવ્યક્તિવાદી જળરંગી ચિત્રો માટે જાણીતો અમેરિકન ચિત્રકાર અને છાપચિત્રકાર (print-maker). તેણે થોડો સમય ડ્રાફ્ટ્સમૅનશિપ કર્યા પછી ફિલાડેલ્ફિયામાં પેન્સિલ્વેનિયા એકૅડેમીમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. આ પછી 1905માં તેણે યુરોપયાત્રા કરી. 1910માં…

વધુ વાંચો >

માર્ક, ફ્રાન્ઝ

માર્ક, ફ્રાન્ઝ (જ. 8 ફેબ્રુઆરી 1880, મ્યૂનિક, જર્મની; અ. 1916, વેર્ડુમ) : પશુપંખીઓનાં ચિત્રો ચીતરનાર અભિવ્યક્તિવાદી જર્મન ચિત્રકાર. પિતા વિલ્હેમ માર્ક પણ ચિત્રકાર હતા. 1898માં 17 વરસની ઉંમરે ફિલસૂફીનો અભ્યાસ કરવા માટે મ્યૂનિક યુનિવર્સિટીમાં જોડાયા. 2 વરસના અભ્યાસ બાદ એક વરસ લશ્કરમાં સેવા આપી. 1901માં તેઓ મ્યૂનિકની એકૅડેમી ઑવ્ ફાઇન…

વધુ વાંચો >