ચિત્રકલા

બૅલૉટો, બર્નાર્ડો

બૅલૉટો, બર્નાર્ડો (જ. 1721, વેનિસ, ઇટાલી; અ. 1780, વૉર્સો, પોલૅન્ડ) : પ્રસિદ્ધ ઇટાલિયન ચિત્રકાર. વેનિસ અને લંડનનાં નગરચિત્રો આલેખી વિખ્યાત બનેલ ચિત્રકાર કૅનેલેટૉના તેઓ શિષ્ય અને ભત્રીજા હતા. વેનિસનાં નગરચિત્રો આલેખીને બૅલૉટોએ ચિત્રકામનો આરંભ કર્યો. 1747માં ડ્રેસ્ડન નગરના તે રાજવી ચિત્રકાર નિમાયા અને તેથી તે વેનિસ છોડી ડ્રેસ્ડનમાં સ્થાયી થયા.…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

બોત્તિચેલ્લી, સાન્દ્રો

બોત્તિચેલ્લી, સાન્દ્રો (જ. 1445, ફ્લૉરેન્સ; અ. 1510) : રેનેસાંના એક મહત્વના ઈટાલિયન ચિત્રકાર. અભ્યાસમાં તેઓ ઘણા જ નબળા હોવાથી પિતાએ તેમને એક સોનીને ત્યાં કામે લગાડ્યા. આખરે 1460માં પ્રારંભિક રેનેસાંના મહત્વના ચિત્રકાર ફ્રા ફિલિપ્પો લિપ્પી પાસે તેઓ ચિત્રકળા શીખવા રહ્યા. 1466 પછી તેઓ પ્રસિદ્ધ ચિત્રકાર-શિલ્પી આન્દ્રેયા દેલ વેરોકિયો પાસે ચિત્ર…

વધુ વાંચો >

બૉનાર્ડ, પિયેરે

બૉનાર્ડ, પિયેરે (જ. 1867; અ. 1947) : મૂળભૂત અને સપાટ (flat) રંગો વડે સર્જન કરનાર આધુનિક ફ્રેન્ચ ચિત્રકાર. અકાદમી જુલિયેંમાં બુહારે અને રૉબર્ટ-ફ્લૂરી પાસે તાલીમ લીધા પછી 1890માં તેમણે પૅરિસમાં સ્વતંત્ર કારકિર્દીનો પ્રારંભ કર્યો. મૂળભૂત અને સપાટ રંગો વડે ચિત્ર કરવાનો પ્રારંભ કરનાર તરીકે કલાના ઇતિહાસમાં તેમનું અગત્યનું સ્થાન છે.…

વધુ વાંચો >

બૉશ, હિરોનિમસ

બૉશ, હિરોનિમસ (જ. 1450, સેર્ટોજેન, ઉત્તર નેધરલૅન્ડ્ઝ; અ. 1516) : અરૂઢ કલ્પનો દ્વારા ગૂઢ અને બિહામણાં ભાસતાં ધાર્મિક ચિત્રો સર્જનાર ડચ ચિત્રકાર. ધાર્મિક પ્રસંગો અને કથાનકોનું રહસ્યમય નિરૂપણ કરવામાં તે પાશ્ચાત્ય કલાના ઇતિહાસમાં અજોડ છે. તેમનાં ચિત્રોમાં યોજાયેલ પ્રતીકોનો અર્થ હજી સુધી પૂરો સ્પષ્ટ થયો નથી. તેમનાં ચિત્રોમાં માનવી પર…

વધુ વાંચો >

બ્રાઉન, પર્સી

બ્રાઉન, પર્સી (જ. 1872 બર્મિંગહામ, યુ. કે. અ. 1955 શ્રીનગર): મહત્વના કળાશિક્ષક, ક્યુરેટર અને ભારતીય કળાના સંશોધક. કૉલકાતાની ગવર્મેન્ટ કૉલેજ ઑવ્ આર્ટના પ્રિન્સિપાલ તરીકે કલાનું શિક્ષણ આપ્યા પછી તેઓ કૉલકાતાના વિક્ટૉરિયા મૅમૉરિયલ હૉલના સેક્રેટરી અને ક્યુરેટર નિમાયા. આ પછી તેઓ કૉલકાતાની ‘ગવર્મેન્ટ આર્ટ ગૅલરી’ના કીપર અને પછી લાહોર સંગ્રહાલયના ક્યુરેટર…

વધુ વાંચો >

બ્રાક, જ્યૉર્જ

બ્રાક, જ્યૉર્જ (જ. 13 મે 1882; અ. 31 ઑગસ્ટ 1963) : પિકાસોના સહયોગમાં ઘનવાદની સ્થાપના કરનાર ફ્રેંચ ચિત્રકાર. લ હાર્વેની સ્થાનિક કળાશાળામાં શિક્ષણ લીધા પછી બ્રાક 1900માં પૅરિસ ગયા. અહીં 1904 સુધી ‘ઇકોલે દ બ્યુ આર્ત્સ’ તથા ‘અકાદમી હમ્બર્ત’માં અભ્યાસ કર્યો. 1902થી 1905 સુધીનાં તેમનાં ચિત્રોમાં પ્રભાવવાદની અસર જોવા મળે…

વધુ વાંચો >

બ્રૂક, ડી

બ્રૂક, ડી (1905–1913) : જર્મનીની કળાક્ષેત્રની અભિવ્યક્તિવાદી ચળવળ. ઍરિક હેકલ, લુડવિગ, કર્ખનર, કાર્લ શ્મિટ–રૉટલૂફ તથા ફ્રિટ્ઝ બ્લિલ તેના સ્થાપક-ચિત્રકારો હતા. પછીથી મૅક્સ પૅખ્સ્ટિન, ઓટો મુલર, ઍક્સલ ગાલેન–કાલેલા તથા કુનો ઍમિટ તથા થોડો સમય માટે એમિલ નૉલ્ડે તેમાં જોડાયા. ડી બ્રૂક એટલે સેતુ. આ ચળવળનો હેતુ મધ્યકાલીન જર્મન કલાનો આધુનિક કલા…

વધુ વાંચો >

બ્રૂગલ, પીટર

બ્રૂગલ, પીટર (જ. 1525, સંભવત: બ્રેડા, નેધરલૅન્ડ્ઝ; અ. 1569, બ્રસેલ્સ, બેલ્જિયમ) : નેધરલૅન્ડ્ઝના ચિત્રકાર. રેમ્બ્રાં અને રુબેન્સની સાથે બ્રૂગલની ગણના નેધરલૅન્ડ્ઝના 3 મહાન ચિત્રકારોમાં થાય છે. નિસર્ગનું એક સ્વયંસંપૂર્ણ સ્વતંત્ર વિષય તરીકે ચિત્રમાં નિરૂપણ કરવાનો આરંભ કરનાર ચિત્રકારોમાં તેમની પણ ગણના થાય છે. આ ઉપરાંત રોજિંદી ક્ષુલ્લક ક્રિયાઓનાં અને ખેડૂત…

વધુ વાંચો >