ચલચિત્ર
કર્ણાટકી અમીરબાઈ
કર્ણાટકી, અમીરબાઈ [જ. 19 ફેબ્રુઆરી 1912, બોળગી (કર્ણાટક); અ. 7 માર્ચ 1965, મુંબઈ] : જાણીતાં નાયિકા. મૅટ્રિક ઉત્તીર્ણ. વણકર પિતાની પાંચ પુત્રીઓ પૈકી મોટાં ગૌહરબાઈ મુંબઈમાં ચલચિત્રોનાં અભિનેત્રી અને બીજાં અહલ્યાબાઈ રેડિયોમાં ગાયિકા હોવાના લીધે અમીરબાઈ પંદર વર્ષની વયે કામ મેળવવા મુંબઈ આવ્યાં. સૌપ્રથમ ‘હિઝ માસ્ટર્સ વૉઇસ’ સંસ્થાએ એમની કવ્વાલીની…
વધુ વાંચો >કર્નાડ ગિરીશ રઘુનાથ
કર્નાડ, ગિરીશ રઘુનાથ (જ. 19 મે 1938, માથેરાન, મહારાષ્ટ્ર, અ. 10 જૂન 2019, બેંગાલુરુ, કર્ણાટક) : કન્નડભાષી નાટ્યલેખક તથા ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક. જન્મ મહારાષ્ટ્રમાં પણ ઉછેર કર્ણાટકમાં અને માતૃભાષા પણ કન્નડ. ધારવાડની કર્ણાટક કૉલેજમાંથી 1958માં ગણિત અને આંકડાશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા. રોડ્સ શિષ્યવૃત્તિ મળતાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ…
વધુ વાંચો >કર્મ (ચિત્રપટ)
કર્મ (ચિત્રપટ) : એકસાથે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉતારેલું પ્રથમ બોલપટ. હિમાંશુ રાય ઇંડો-ઇંટરનેશનલ ટૉકીઝ, બૉમ્બેના ઉપક્રમે બનેલું વેશભૂષાપ્રધાન બોલપટ. તે ઇંગ્લૅન્ડના સહયોગમાં બનેલું પ્રથમ ચલચિત્ર હતું. અંગ્રેજી અને હિન્દી એમ બંને ભાષાઓમાં બનેલા આ બોલપટનું અંગ્રેજી નામ ‘ફેઈટ’ અને હિંદીમાં એનું બીજું નામ ‘નાગિન કી રાગિની’ હતું. બે…
વધુ વાંચો >કલિયુગ
કલિયુગ (1981) : લોકપ્રિય હિંદી ચલચિત્ર. નિર્માણસંસ્થા : ફિલ્મવાલાઝ; નિર્માતા : શશી કપૂર; દિગ્દર્શક : શ્યામ બેનેગલ; સંગીત : વનરાજ ભાટિયા; છબીકલા : ગોવિંદ નિહલાની; પટકથા : ગિરીશ કર્નાડ, શ્યામ બેનેગલ; સંવાદ : પંડિત સત્યદેવ દુબે; ધ્વનિ-મુદ્રણ : હિતેન્દ્ર ઘોષ; સંકલન : ભાનુ દાસ; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; મુખ્ય કલાકારો…
વધુ વાંચો >કલ્યાણજી-આણંદજી
કલ્યાણજી-આણંદજી (જ. કલ્યાણજી 30 જૂન 1928, કુંદરોડી, કચ્છ; અ. 24 ઑગસ્ટ 2000; જ. આણંદજી 2 માર્ચ 1933, કુંદરોડી, કચ્છ-) : હિંદી ચલચિત્રજગતની સંગીત-દિગ્દર્શક જોડી. કચ્છના કુંદરોડી ગામના પણ પાછળથી મુંબઈમાં સ્થાયી થયેલ જૈન વણિક વ્યાપારી વીરજી પ્રેમજી શાહ અને હંસબાઈ વીરજી શાહના પુત્રો. બાળપણથી જ બંનેએ સંગીત પ્રત્યે અભિરુચિ કેળવી…
વધુ વાંચો >કલ્યાણપુર – સુમન
કલ્યાણપુર, સુમન (જ. 28 જાન્યુઆરી 1937, ઢાકા, બ્રિટીશ ઇન્ડિયા, હાલ બાંગ્લાદેશ) : મરાઠી અને હિંદી ફિલ્મોનાં પાર્શ્વગાયિકા. મૂળ નામ સુમન હેમાડી. તેમને નાનપણથી જ સંગીતની રુચિ હતી. સુમન કલ્યાણપુરના પિતા શંકર રાવ હેમાડી મેંગલોર, કર્ણાટક ખાતેના એક સંભ્રાંત સારસ્વત બ્રાહ્મણ પરિવાર સાથે જોડાયેલા હતા. હેમાડી (Hemmady) કર્ણાટક રાજ્યના ઉડિપી જિલ્લાના કુંદાપુર તાલુકાનું…
વધુ વાંચો >કંકુ
કંકુ : પન્નાલાલ પટેલની ગુજરાતી નવલકથા ‘કંકુ’ પર આધારિત ગુજરાતી સિનેકૃતિ (1969). પટકથા, નિર્માતા અને દિગ્દર્શક : કાન્તિલાલ રાઠોડ; સંગીત : દિલીપ ધોળકિયા; ગીતો : વેણીભાઈ પુરોહિત; પ્રમુખ અભિનયવૃન્દ : પલ્લવી મહેતા (કંકુ), કિશોર જરીવાલા (ખૂમો), કિશોર ભટ્ટ (મલકચંદ), અરવિંદ જોષી, કૃષ્ણકાન્ત ભૂખણવાલા. ઉત્તર ગુજરાતના ગ્રામવિસ્તારના વાતાવરણમાં આલેખાયેલ આ નવલકથાનાં…
વધુ વાંચો >કાગઝ કે ફૂલ
કાગઝ કે ફૂલ (રજૂઆત – 1959) : ભારતનું પ્રથમ સિનેમાસ્કોપમાં ઉતારાયેલું ગુરુદત્ત ફિલ્મ્સનું શ્વેતશ્યામ ચલચિત્ર. મુખ્ય કલાકારોમાં ગુરુદત્ત ઉપરાંત વહીદા રહેમાન, બેબી નાઝ, જૉની વૉકર, મહેશ કૌલ, વીણા, મહેમૂદ વગેરે હતાં. સંગીતકાર સચિનદેવ બર્મન અને ગીતકાર શાયર કૈફી આઝમી. સંગીતમાં પ્રલંબસ્વરો અને સમૂહ-સ્વરોનો ઉત્તમ પ્રયોગ થયો હતો. ગાયક કલાકારો મોહમ્મદ…
વધુ વાંચો >કાદુ મકરાણી
કાદુ મકરાણી : ગુજરાતી ચલચિત્ર. ગુજરાત રાજ્યની અલગ રચના થવા સાથે 1960માં સાધના ફિલ્મ્સે નિર્માણ કરેલું ‘કાદુ મકરાણી’ રજૂઆત પામ્યું. તેના નિર્માતા ચાંપશીભાઈ નાગડા હતા. ગુણવંતરાય આચાર્યની કથા પર આધારિત આ ફિલ્મનું દિગ્દર્શન મનહર રસકપૂરે કર્યું હતું. ગીત-સંગીત અવિનાશ વ્યાસનાં હતાં. મુખ્ય કલાકારોમાં અરવિંદ પંડ્યા, શાલિની, ચાંપશીભાઈ, મહેશ દેસાઈ, ભૂદો…
વધુ વાંચો >