ચલચિત્ર
કપૂર પૃથ્વીરાજ
કપૂર, પૃથ્વીરાજ (જ. 3 નવેમ્બર 1906, પેશાવર; અ. 29 મે 1972, મુંબઈ) : ભારતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા, ચિત્રપટ તથા રંગમંચના અભિનેતા અને દિગ્દર્શક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પંજાબમાં લીધા પછી પેશાવરની એડવર્ડ કૉલેજમાંથી સ્નાતક થયા. ચલચિત્રવ્યવસાયમાં મુંબઈની ઇમ્પીરિયલ ફિલ્મ કંપની દ્વારા અભિનયકારકિર્દીની શરૂઆત કરી. 1929-32ના ગાળામાં તેમણે 9 મૂક ચલચિત્રોમાં…
વધુ વાંચો >કપૂર રણબીર ઋષિ
કપૂર, રણબીર ઋષિ (જ. 28 સપ્ટેમ્બર 1982) : ફિલ્મ અભિનેતા. કપૂર એટલે ભારતીય સિનેમાનું પ્રથમ કુટુંબ. એ કુટુંબની એક વિશિષ્ટ ઓળખ ભારતીય સિનેમા જગતમાં છે. અને અભિનેતા રણબીર કપૂર આ કુટુંબની પાંચમી પેઢીનું પ્રતિનિધિત્વ ભારતીય સિનેમામાં કરી રહ્યા છે. આ જ કુટુંબના રણબીર કપૂરના દાદા રાજ કપૂર, પરદાદા પૃથ્વીરાજ કપૂર…
વધુ વાંચો >કપૂર રાજ : જુઓ રાજ કપૂર
કપૂર, રાજ : જુઓ રાજ કપૂર.
વધુ વાંચો >કપૂર શમ્મી
કપૂર, શમ્મી (જ. 21 ઑક્ટોબર 1931, મુંબઈ; અ. 14 ઑગસ્ટ 2011, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના અગ્રણી અભિનેતા. તેઓ પૃથ્વીરાજ કપૂર(1906-72)ના વચલા પુત્ર તથા રાજ કપૂર(1924-88)ના નાના ભાઈ. મૂળ નામ શમશેર રાજ, પરંતુ ચલચિત્રમાં શમ્મી નામથી વધુ પ્રચલિત. ન્યૂ ઈરા સ્કૂલ તથા મુંબઈની રૂઈયા કૉલેજમાં શિક્ષણ. ત્યારબાદ 17 વર્ષની વયે પિતાના…
વધુ વાંચો >કપૂર શશી
કપૂર, શશી (જ. 18 માર્ચ 1938, કોલકાતા; અ. 4 ડિસેમ્બર 2017, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા. વિખ્યાત અભિનેતા પૃથ્વીરાજ કપૂર(1906-72)ના પુત્ર તથા રાજ કપૂર અને શમ્મી કપૂરના લઘુબંધુ. પિતા દ્વારા નિર્મિત શકુન્તલા (1944) નાટકમાં છ વર્ષની ઉંમરે અભિનય કર્યો અને આ રીતે કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ ‘રાજ’,…
વધુ વાંચો >કપૂર શાહિદ પંકજ
કપૂર શાહિદ પંકજ (જ. 25 ફેબ્રુઆરી 1981, ન્યૂ દિલ્હી) : ફિલ્મ અભિનેતા. શાહિદ કપૂર જાણીતા અભિનેતા પંકજ કપૂર અને કથક નૃત્યાંગના અને અભિનેત્રી નીલિમા અઝીઝનો પુત્ર છે. શાહિદનાં માતા-પિતા તેની ત્રણ વર્ષની ઉંમરે અલગ થઈ ગયાં હતાં. શાહિદનો ઉછેર તેની માતા પાસે થયો છે. શાહિદ દસ વર્ષનો હતો ત્યારે તેની…
વધુ વાંચો >કપૂર, શેખર
કપૂર, શેખર (જ. 6 ડિસેમ્બર 1945, લાહોર) : ભારતીય ફિલ્મનિર્માતા અને દિગ્દર્શક. શેખર કપૂર ભારતીય ફિલ્મજગતનું બહુ જાણીતું નામ છે. તેઓ ગુણવત્તાયુક્ત ફિલ્મોના આગ્રહી છે. તેમના પિતાનું નામ કુલભૂષણ અને માતાનું નામ શીલકાન્તા. તેમનો અભ્યાસ નવી દિલ્હીની મૉડર્ન સ્કૂલમાં થયો હતો. તેમણે સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી અર્થશાસ્ત્ર સાથે સ્નાતકની પદવી મેળવી.…
વધુ વાંચો >કમાલ અમરોહી
કમાલ અમરોહી (જ. 19 જાન્યુઆરી 1918, અમરોહા, ઉ.પ્ર.; અ. 11 ફેબ્રુઆરી 1993, મુંબઈ) : હિંદી ચિત્રપટ-દિગ્દર્શક તથા પટકથા-લેખક. શરૂઆતનું શિક્ષણ પોતાના વતનમાં લીધું અને તે પછી ઉચ્ચ શિક્ષણ માટે અલીગઢ ગયા. વિદ્યાર્થી-અવસ્થામાં રંગમંચ અને ચિત્રપટના ક્ષેત્ર તરફ આકર્ષાયા. 1937ના અરસામાં ચિત્રપટ-ક્ષેત્રમાં કારકિર્દીની શરૂઆત કરી અને બૉમ્બે ટૉકીઝના સફળ ચિત્રપટ ‘મહલ’ના…
વધુ વાંચો >કરમરકર રાધુ
કરમરકર, રાધુ (જ. 1919, ઢાકા, બ્રિટીશ ભારત; અ. 5 ઑક્ટોબર 1993, મુંબઈ) : ભારતીય ચલચિત્ર ઉદ્યોગના નિષ્ણાત સિનેછાયાકાર, દિગ્દર્શક. હિંદી ચલચિત્રોના જાણકાર અને જિજ્ઞાસુ પ્રેક્ષકો સિને અભિનેતા રાજ કપૂરની સિને-નિર્માણ સંસ્થા આર. કે. ફિલ્મ્સના સિનેમેટોગ્રાફર તરીકે જ કરમરકરને મુખ્યત્વે જાણે છે. આ નિર્માણસંસ્થાની પ્રતિષ્ઠા બાંધવામાં કૅમેરા-સંચાલક તથા નિર્દેશક તરીકે તેમનું…
વધુ વાંચો >કરિયાવર
કરિયાવર : 1948માં રજૂ થયેલું સાગર મૂવીટોનનું ચલચિત્ર. તે પારંપરિક લોકકથાને કચકડે મઢે છે. એક ગામમાં નિર્માણ પામેલા મંદિરમાં, ઘડામાં પુરાયેલા નાગદેવતાને પ્રસન્ન કરે તે બત્રીસલક્ષણી નારને હાથે મૂર્તિસ્થાપન થાય તેવી શરત છે. એ રીતે ખેડૂતકન્યા રાજુ, નાગદેવતાને પ્રસન્ન કરે છે. ભીડ પડે ત્યારે વાંસળી વગાડવાથી નાગદેવતા પ્રત્યક્ષ થશે તેવું…
વધુ વાંચો >