ચલચિત્ર
સ્ક્રીન
સ્ક્રીન : મુંબઈથી પ્રગટ થતું પૂર્ણ કદનું અખબાર-સ્વરૂપ ધરાવતું ફિલ્મ સાપ્તાહિક. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબાર જૂથના આ સાપ્તાહિકનો પ્રારંભ 1951ની 26મી સપ્ટેમ્બરે થયો હતો. સ્થાપક તંત્રી હતાં કેરળનાં એક વિદૂષી મનોરમા કાત્જુ. એ સમયે આ સાપ્તાહિકનું કાર્યાલય મુંબઈના કોલાબા ખાતે ફિશરમૅન્સ કૉલોની તરીકે જાણીતા લેન્ડ્ઝ એન્ડ વિસ્તારમાં હતું. પ્રારંભનાં વર્ષોમાં તે…
વધુ વાંચો >સ્ટાર વૉર્સ
સ્ટાર વૉર્સ : વિજ્ઞાનકથા ચલચિત્ર-શ્રેણી. 1977માં આ શ્રેણીનું ‘સ્ટાર-વૉર્સ’ (દિગ્દર્શન અને લેખન : જ્યૉર્જ લુકાસ) નામે પ્રથમ ચિત્રનિર્માણ પામ્યું હતું. તેણે ચલચિત્રોની સફળતાના નવા માપદંડ સર્જી દીધા હતા. આ શ્રેણીનાં છ ચિત્રો 1977થી 2005 સુધીનાં 28 વર્ષના સમયગાળામાં આવ્યાં, પણ તમામ ચિત્રોને જબરદસ્ત વ્યાવસાયિક સફળતા મળી હતી. 1977માં સાડા અગિયાર…
વધુ વાંચો >સ્ટુઅર્ટ જૅમ્સ
સ્ટુઅર્ટ, જૅમ્સ (જ. 20 મે 1908, ઇન્ડિયાના, પેન્સિલ્વેનિયા; અ. 2 જુલાઈ 1997, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા) : અમેરિકાના નામી ફિલ્મ-અભિનેતા. તેમણે પ્રિન્સ્ટન યુનિવર્સિટી ખાતે સ્થાપત્યકલાનો અભ્યાસ કર્યો હતો. 1935માં તેમણે ફિલ્મ અભિનયનો પ્રારંભ કર્યો. ‘યુ કાન્ટ ટૅક ઇટ વિથ યુ’ (1938), ‘ડેસ્ટ્રી રાઇડ્ઝ અગેન’ (1939) અને ઑસ્કાર ઍવૉર્ડ-વિજેતા હાસ્યરસિક ચિત્ર ‘ફિલાડેલ્ફિયા…
વધુ વાંચો >સ્ટૂગઝ ધ થ્રી
સ્ટૂગઝ, ધ થ્રી : હાસ્ય અભિનેતાની ત્રિપુટી. એમાં હાઉત્ઝ ભાઈઓ એટલે કે સૅમ્યુઅલ (જ. 1895) તથા મૉઝિઝ (જ. 1897) અને ત્રીજા અભિનેતા તે જૅરૉમ (જૅરી) (જ. 1911)નો સમાવેશ થાય છે. આ ત્રિપુટીનાં અનુક્રમે શૅમ્પ, મૉ અને કર્લી હેડ (માથે ટાલ હોવા છતાં) ઉપનામો હતાં. પ્રારંભમાં હાસ્યઅભિનેતા ટેડ હિલી સાથે તેમણે…
વધુ વાંચો >સ્ટોન ઑલિવર
સ્ટોન, ઑલિવર (જ. 1946, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના જાણીતા ફિલ્મ દિગ્દર્શક. તેમણે ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. પ્રારંભમાં તેમણે નિર્માણ થયા વગરની કેટલીય ફિલ્મ માટે પટકથાઓ લખી. ઑલિવર સ્ટોન તેમણે દિગ્દર્શક તરીકે પ્રારંભ કર્યો કૅનેડિયન હૉરર ફિલ્મ ‘સિઝર’ (1973)થી. ‘મિડનાઇટ ઍક્સપ્રેસ’(1978)ની પટકથા બદલ તેમને ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો. વિયેતનામના યુદ્ધના તેમનાં અનુભવ-સ્મરણોના…
વધુ વાંચો >સ્ટૉર્મ ઓવર એશિયા
સ્ટૉર્મ ઓવર એશિયા : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1928, મૂક ચિત્ર. શ્વેત અને શ્યામ. દિગ્દર્શક : વ્સેવોલોદ પુદોવકિન. કથા : ઓસિપ બ્રિક, આઇ. નૉવોક્શેવ્નૉવ. છબિકલા : આનાતોલી ગોલોવ્ન્યા. મુખ્ય પાત્રો : વેલેરી ઇન્કિજિનૉફ, આઇ. દેદિન્ત્સેવ, એલેક્સાન્દ્ર ચિસ્ત્યાકૉવ, વિક્ટર સોપ્પી. રશિયામાં નિર્માણ પામેલા આ નોંધપાત્ર મૂક ચિત્રનું રશિયન શીર્ષક ‘પોતોમોક ચંગીઝ-ખાના’ હતું.…
વધુ વાંચો >સ્ટ્રીપ મેરિલ
સ્ટ્રીપ, મેરિલ (જ. 22 જૂન 1949, સમિટ, ન્યૂ જર્સી, અમેરિકા) : હોલીવૂડની અભિનેત્રી. મૂળ નામ મેરી લુઇસ સ્ટ્રીપ. હોલીવૂડમાં નવી પેઢીની અભિનેત્રીઓમાં અત્યંત પ્રતિભાશાળી ગણાતાં મેરિલ સ્ટ્રીપ વિવિધ પાત્રોની જરૂરિયાત મુજબ પોતાની જાતને ઢાળી લેવામાં ગજબનાં સિદ્ધહસ્ત ગણાય છે. એક અભિનેત્રી તરીકે તેમની સફળતાને એ રીતે પણ આંકી શકાય તેમ…
વધુ વાંચો >સ્ટ્રેસબર્ગ લી
સ્ટ્રેસબર્ગ, લી (જ. 17 નવેમ્બર 1901, બુડાનૉવ, ઑસ્ટ્રિયા-હંગેરી; અ. 17 ફેબ્રુઆરી 1982) : અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક, લેખક, અભિનયકળાના શિક્ષક. માતા : ઇડા, પિતા : બારુખ મેયર સ્ટ્રેસબર્ગ. મૂળ નામ ઇઝરાયલ લી સ્ટ્રેસબર્ગ. હોલીવૂડમાં કલાકારો અને દિગ્દર્શકોની ત્રણ પેઢીઓ તૈયાર કરનાર લી સ્ટ્રેસબર્ગ સાત વર્ષની ઉંમરે માતા-પિતા સાથે અમેરિકા આવી ગયા…
વધુ વાંચો >સ્નેહલતા
સ્નેહલતા : ભારતીય ચલચિત્ર. નિર્માણવર્ષ : 1936. ભાષા : ગુજરાતી અને હિંદી, શ્વેત અને શ્યામ. નિર્માતા : વિજયશંકર ભટ્ટ. નિર્માણસંસ્થા : પ્રકાશ પિક્ચર્સ. દિગ્દર્શક : બલવંત ભટ્ટ. ગીતકાર : રઘુનાથ બ્રહ્મભટ્ટ. સંગીત : લાલુભાઈ નાયક. મુખ્ય પાત્રો : જયંત, ગુલાબ, પન્ના, ઉમાકાન્ત, રાજકુમારી, શિરિન બાનુ, લાલોભાઈ. 1931માં સવાક્ ચિત્રોનો દોર…
વધુ વાંચો >સ્લમડૉગ મિલ્યેનર
સ્લમડૉગ મિલ્યેનર : વર્ષ 2009માં આઠ ઑસ્કારવિજેતા અંગ્રેજી ચલચિત્ર. ભાષા : અંગ્રેજી. પ્રકાર : રંગીન. નિર્માણવર્ષ : 2008. નિર્માણ- સંસ્થા : ફોકસ સર્ચલાઇટ પિક્ચર્સ. નિર્માતા : ક્રિશ્ચિયન કોલસન. દિગ્દર્શક : ડેની બોયલ. પટકથા : સિમોન બુફોય. કથા : વિકાસ સ્વરૂપલિખિત નવલકથા ‘ક્યૂ ઍન્ડ એ’ પર આધારિત. સંપાદક : ક્રિસ ડિક્ધસ.…
વધુ વાંચો >