ચલચિત્ર

સાવેદાદા

સાવેદાદા (જ. 15 માર્ચ 1868, પુણે; અ. 20 ફેબ્રુઆરી 1958) : ચલચિત્રનિર્માતા. મૂળ નામ હરિશ્ર્ચંદ્ર સખારામ ભાટવડેકર. ભારતમાં ચલચિત્રોનો પ્રારંભ કરનારા સાહસિકોમાં સાવેદાદાનું પ્રદાન નોંધપાત્ર છે. ભાટવડેકર મૂળ તો ફોટોગ્રાફર હતા અને ખાસ્સી નામના ધરાવતા હતા. ઈ. સ. 1880માં મુંબઈમાં તેમણે સ્ટુડિયો શરૂ કર્યો હતો. ઈ. સ. 1896માં લુમિયર બંધુઓનાં…

વધુ વાંચો >

સાહિબ બીબી ઔર ગુલામ

સાહિબ, બીબી ઔર ગુલામ : લોકપ્રિય ચલચિત્ર. નિર્માણવર્ષ : 1962. ભાષા : હિંદી-ઉર્દૂ. શ્વેત અને શ્યામ. નિર્માતા : ગુરુદત્ત. દિગ્દર્શક, પટકથા-સંવાદ : અબ્રાર અલવી. કથા : બિમલ મિત્રની નવલકથા પર આધારિત. છબિકલા : વી. કે. મૂર્તિ. ગીતકાર : શકીલ બદાયૂંની. સંગીત : હેમંતકુમાર. મુખ્ય કલાકારો : ગુરુદત્ત, મીનાકુમારી, રહેમાન, વહીદા…

વધુ વાંચો >

સાહુ કિશોર

સાહુ, કિશોર (જ. 22 ઑક્ટોબર 1915, રાયગઢ, દુર્ગ જિલ્લો, મધ્યપ્રદેશ; અ. 22 ઑગસ્ટ 1980) : અભિનેતા, નિર્માતા, નિર્દેશક. નાનપણથી ચલચિત્રો તરફ આકર્ષાયેલા કિશોર સાહુએ શિક્ષણ નાગપુરમાં લીધું હતું. મેરિસ કૉલેજમાંથી બી.એ. થયા બાદ મુંબઈ આવી ગયા હતા, પણ ચિત્રોમાં કામ મેળવતાં પહેલાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. 1939માં ‘બૉમ્બે ટોકીઝ’ના…

વધુ વાંચો >

સિકંદર

સિકંદર : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1941. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. દિગ્દર્શક : સોહરાબ મોદી. કથા અને ગીતો : પંડિત સુદર્શન. સંગીત : રફીક ગજનવી અને મીરસાહેબ. છબિકલા : વાય. ડી. સરપોતદાર. મુખ્ય કલાકારો : પૃથ્વીરાજ કપૂર, સોહરાબ મોદી, ઝહૂર રાજા, શાકિર, કે. એન. સિંઘ, વનમાલા. અભિનેતા અને નિર્માતા-દિગ્દર્શક…

વધુ વાંચો >

સિકા વિટોરિયો દ

સિકા, વિટોરિયો દ (જ. 7 જુલાઈ, સોરા, લેટિયમ, ઇટાલી; અ. 13 નવેમ્બર 1974) : ઇટાલિયન ચલચિત્રસર્જક. વિશ્વસિનેમા પર પોતાની આગવી શૈલીનો પ્રભાવ પાડનાર ઇટાલિયન સર્જક નવવાસ્તવવાદના પ્રણેતા હતા. તેમણે રજતપટને એક નવી દિશા આપી હતી. અભિનય અને દિગ્દર્શન – આ બંને ક્ષેત્રે તેમણે કાબેલિયત હસ્તગત કરી હતી. તેમણે કારકિર્દીનો પ્રારંભ…

વધુ વાંચો >

સિટીઝન કેન

સિટીઝન કેન : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1941. ભાષા : અંગ્રેજી. શ્વેત અને શ્યામ. નિર્માતા અને દિગ્દર્શક : ઓરઝન વેલ્સ. પટકથા : ઓરઝન વેલ્સ, હર્મન મેન્કિવિક્ઝ. છબિકલા : ગ્રેગ ટોલૅન્ડ. સંગીત : બર્નાર્ડ હરમાન. મુખ્ય કલાકારો : ઓરઝન વેલ્સ, હેરી શેનન, જૉસેફ કોટન, ડોરોથી કમિંગોર, રે કોલિન્સ, જ્યૉર્જ કોલોરિસ, પોલ સ્ટુઅર્ટ,…

વધુ વાંચો >

સિટીઝન્સ બૅન્ડ રેડિયો

સિટીઝન્સ બૅન્ડ રેડિયો : સંદેશાવ્યવહારની આપ-લે માટેનું વીજાણુસાધન. એક કેન્દ્રસ્થાનેથી પ્રસારિત થતો ધ્વનિ-સંદેશ અનેક રેડિયો-રિસીવર એટલે કે રેડિયો-સેટ ઉપર સાંભળવા મળે અને એ રીતે એકસાથે અનેક શ્રોતાજનોને માહિતી અને મનોરંજન મળે. આ શ્રોતાજનો જો પોતાનો સંદેશો અન્ય શ્રોતાઓને કે કેન્દ્રસ્થાને વળતો મોકલવા ઇચ્છે, તો એ શક્ય ન બને કારણ કે…

વધુ વાંચો >

સિટી લાઇટ્સ (ચલચિત્ર)

સિટી લાઇટ્સ (ચલચિત્ર) : નિર્માણવર્ષ : 1931. નિર્માતા, દિગ્દર્શક, પટકથાલેખક : ચાર્લી ચૅપ્લિન. સંગીત : ચાર્લી ચૅપ્લિન, જોસ પેડિલા. છબિકલા : ગોર્ડન પોલોક, રોલૅન્ડ ટોથેરો. મુખ્ય કલાકારો : ચાર્લી ચૅપ્લિન, વર્જિનિયા શેરિલ, હેરી મેયર્સ, ફ્લોરેન્સ લી, હેન્ક માન, અલ અર્નેસ્ટ ગાર્સિયા. મહાન ચિત્રસર્જક ચાર્લી ચૅપ્લિને ઘણાં યાદગાર મૂક ચિત્રો બનાવ્યાં…

વધુ વાંચો >

સિનાત્રા ફ્રૅન્ક

સિનાત્રા, ફ્રૅન્ક (જ. 12 ડિસેમ્બર 1915, હોબૉકન, ન્યૂ જર્સી; અ. 14 મે 1998) : અમેરિકાના નામી ગાયક અને ફિલ્મી અભિનેતા. 1933માં જ્યારે તેઓ કલાપ્રેમી પ્રતિભાની સ્પર્ધામાં જોડાયા ત્યારથી તેમની ગાયક તરીકેની કારકિર્દીનો પ્રારંભ થયો. પછી તેઓ હૉબોકન ફૉર નામક અર્ધધંધાદારી જૂથમાં જોડાયા. 1939માં બૅન્ડના વડા હેરી જેમ્સે એક કાફેમાંથી તેમની…

વધુ વાંચો >

સિપ્પી રમેશ

સિપ્પી, રમેશ (જ. 23 જાન્યુઆરી 1947, કરાંચી, પાકિસ્તાન) : ચલચિત્ર-સર્જક. શાળામાં ભણતા ત્યારથી સ્ટુડિયોમાં જતા-આવતા રહેતા, ચિત્રોનાં શૂટિંગ રસપૂર્વક જોતા. મોટા થઈને પોતે સારાં ચિત્રો બનાવશે એવો નિર્ધાર મનોમન થતો જતો હતો તેને કારણે અભ્યાસમાં મન ચોંટતું નહોતું; પણ ચિત્રોના નિર્માતા-દિગ્દર્શક પિતા જી. પી. સિપ્પીએ તેમને લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં…

વધુ વાંચો >