ચલચિત્ર

વિઝાર્ડ ઑવ્ ઓઝ, ધ

વિઝાર્ડ ઑવ્ ઓઝ, ધ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1939. ભાષા : અંગ્રેજી. રંગીન. આંશિક શ્ર્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : એમજીએમ. નિર્માતા : મેર્વિન લિરોય. દિગ્દર્શક : વિક્ટર ફ્લેમિંગ અને કિંગ વિડોર. કથા : એલ. ફ્રાન્ક બોમની નવલકથા પર આધારિત. પટકથા : નોએલ લૅંગ્લે, ફ્લૉરેન્સ રાયેરસન, એડગર એલન વુલ્ફ. છબિકલા :…

વધુ વાંચો >

વિઠ્ઠલ, માસ્ટર

વિઠ્ઠલ, માસ્ટર (અ. 1969) : હિંદી અને મરાઠી ચિત્રોના અભિનેતા. ભારતમાં ચલચિત્રકળા હજી પાંગરતી હતી ત્યારે પહેલાં મૂક અને પછી બોલપટોમાં અભિનય કરનાર માસ્ટર વિઠ્ઠલ એ સમયના અદાકારોમાં સૌથી લોકપ્રિય ગણાતા હતા. ચિત્રોમાં અભિનેતા માટે જ્યારે તેનું કસાયેલું શરીર અને આકર્ષક દેખાવ જ એકમાત્ર લાયકાત ગણાતી ત્યારે પણ માસ્ટર વિઠ્ઠલ…

વધુ વાંચો >

વિનાયક, માસ્ટર

વિનાયક, માસ્ટર (જ. 19 જાન્યુઆરી 1906, કોલ્હાપુર, મહારાષ્ટ્ર; અ. 19 ઑગસ્ટ 1947, મુંબઈ) : અભિનેતા-દિગ્દર્શક. ચલચિત્રછબિકાર વાસુદેવ કર્ણાટકીના પુત્ર તથા મરાઠી ચલચિત્ર અભિનેતા-નિર્માતા બાબુરાવ પેંઢારકરના પિતરાઈ ભાઈ. સમગ્ર શિક્ષણ કોલ્હાપુર ખાતે. નાનપણથી ભણવામાં અને ભણાવવામાં ખૂબ રસ ધરાવતા હોવાથી તેમના નામ સાથે ‘માસ્ટર’ શબ્દ જોડાઈ ગયો હતો. મરાઠી નાટકોમાં અભિનયની…

વધુ વાંચો >

વિશ્વનાથ, કે.

વિશ્વનાથ, કે. (જ. 1930, વિજયવાડા, આંધ્રપ્રદેશ) : તેલુગુ અને હિંદી ચલચિત્રોના દિગ્દર્શક, પટકથાલેખક, અભિનેતા. મૂળ નામ : કાશિનાધુરી વિશ્વનાથ. સાંસ્કૃતિક મૂલ્યોનો મહિમા ગાતાં ઉત્તમ કોટિનાં પારિવારિક તેલુગુ અને હિંદી ચલચિત્રોનું સર્જન કરીને, ખાસ કરીને 1980ના દાયકામાં તેલુગુ ચિત્રઉદ્યોગ પર પ્રભાવ પાડનાર કે. વિશ્વનાથે કારકિર્દીનો પ્રારંભ ચેન્નાઈમાં એક સ્ટુડિયોમાં ટૅક્નિશિયન તરીકે…

વધુ વાંચો >

વીર માંગડાવાળો (ચલચિત્ર)

વીર માંગડાવાળો (ચલચિત્ર) : હિન્દી ફિલ્મોના જાણીતા નિર્માતા-દિગ્દર્શક શ્રી રામાનંદ સાગરની જાણીતી નિર્માણસંસ્થા સાગર આર્ટ કૉર્પોરેશને સૌપ્રથમ 1976માં નિર્મિત કરેલું ગુજરાતી ચિત્ર. ચિત્રના નિર્માતા સુભાષ સાગર, સહનિર્માતા ઉપેન્દ્ર ત્રિવેદી. દિગ્દર્શક બાબુભાઈ મિસ્ત્રી. કથા-પટકથા-સંવાદ રામજીભાઈ વાણિયા અને ગીત-સંગીત અવિનાશ વ્યાસનાં હતાં. વીર માંગડાવાળો અને પદ્માવતીની શૌર્ય અને વીરતાથી સભર આ અમર…

વધુ વાંચો >

વી. શાંતારામ

વી. શાંતારામ (જ. 18 નવેમ્બર 1901, કોલ્હાપુર; અ. 27 ઑક્ટોબર 1990, મુંબઈ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભારતીય ચલચિત્ર-નિર્માતા, દિગ્દર્શક તથા અભિનેતા. વતન કોલ્હાપુર નજીકનું ગામડું, જ્યાં બાળપણ ગાળ્યું. તેમના દાદા કોલ્હાપુરની કોર્ટમાં વકીલાત કરતા હતા. પિતા રાજારામ શરૂઆતમાં નાટક કંપનીમાં અભિનેતા તરીકે જોડાયેલા. માતાનું નામ કમલ. પરિવારની અટક વણકુર્દે. શાંતારામ છ-સાત…

વધુ વાંચો >

વુમન ઑવ્ ધ ડ્યૂન્સ

વુમન ઑવ્ ધ ડ્યૂન્સ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1964. શ્વેત અને શ્યામ. ભાષા : જાપાની. નિર્માતા : કીચી ઇચિકાવા, તાડાશી ઓહાના. દિગ્દર્શક : હિરોશી તેશીગાહારા. કથા : કોબો એબીની નવલકથા પર આધારિત. છબીકલા : હિરોશી સેગાવા. સંગીત : ટોરુ ટાકેમિશુ. મુખ્ય કલાકારો : એઇજી ઓકાડા, ક્યોકો કિશિડા, કોજી મિત્સુઇ, હિરોકો,…

વધુ વાંચો >

વેલ્સ, ઓર્સન

વેલ્સ, ઓર્સન (જ. 6 મે 1915, કેનોશા, વિસ્કૉન્સિન, અમેરિકા; અ. 9 ઑક્ટોબર 1985) : અભિનેતા, નિમર્તિા, દિગ્દર્શક અને પટકથાલેખક. પૂરું નામ જ્યૉર્જ ઓર્સન વેલ્સ. વિશ્વની પ્રશિષ્ટ સિનેકૃતિઓમાં અવ્વલ ગણાતી ‘સિટિઝન કેન’ના સર્જને વેલ્સને ટોચના ચિત્રસર્જકોમાં સ્થાન અપાવ્યું હતું. વેલ્સે પોતાની કારકિર્દીનો પ્રારંભ સિને-પત્રકાર તરીકે કર્યો હતો. એ પછી રંગભૂમિ પર…

વધુ વાંચો >

વેવિશાળ

વેવિશાળ (1949) : ઝવેરચંદ મેઘાણીની જાણીતી સામાજિક નવલકથા ‘વેવિશાળ’ પર આધારિત ગુજરાતી ચલચિત્ર. કીર્તિ પિક્ચર્સના નેજા હેઠળ નિર્માતા પી. બી. ઝવેરીએ નવલકથાનું જ નામાભિધાન રાખી આ ફિલ્મનું નિર્માણ કર્યું. ‘વેવિશાળ’નું દિગ્દર્શન અને સંવાદ-લેખન ચતુર્ભુજ દોશીનાં હતાં. ચિત્રની વાતર્િ આ પ્રમાણે છે : બે વણિક પરિવારો અન્યોન્ય સાથે લગ્નસંબંધથી જોડાય છે.…

વધુ વાંચો >

વૈજયંતીમાલા

વૈજયંતીમાલા (જ. 13 ઑગસ્ટ 1936, ચેન્નાઈ, તામિલનાડુ) : હિંદી ચલચિત્રજગતની અભિનેત્રી અને નૃત્યાંગના. હિંદી ચિત્રોમાં સફળતાનાં શિખરો સર કરનાર આ પ્રથમ દક્ષિણ ભારતીય અભિનેત્રીએ 1951માં ફિલ્મ ‘બહાર’ સાથે હિંદી ચલચિત્રોમાં પગ મૂક્યો હતો. ‘બહાર’નું નિર્માણ તમિળ ચલચિત્ર પરથી કરવામાં આવ્યું હતું. કુશળ નર્તકી વસુંધરાદેવીનાં પુત્રી વૈજયંતીમાલાએ હિંદી ચિત્રોમાં આવતા પહેલાં…

વધુ વાંચો >