ચન્દ્રકાન્ત મહેતા

દાસ, ઉપેન્દ્રનાથ

દાસ, ઉપેન્દ્રનાથ (જ. 1848, કૉલકાતા; અ. 1895) : બંગાળી લેખક. કૉલકાતા સંસ્કૃત કૉલેજિએટ સ્કૂલમાં ભણ્યા. માધ્યમિક શિક્ષણ પછી અભ્યાસ છોડ્યો. 1874માં બંગાળી નાટ્યસંસ્થા જોડે સંકળાઈને તેમણે નાટકો લખવાં શરૂ કર્યાં. એમનાં બે નાટકોશરત સરોજિની (1874), અને ‘સુરેન્દ્ર વિનોદિની’ (1875) વિરોધના વાવંટોળમાં ફસાયાં હતાં, કારણ કે એમાં બ્રિટિશ સલ્તનત સામે ક્રાંતિનો…

વધુ વાંચો >

દાસ, કમલ

દાસ, કમલ (જ. 2 ઑક્ટોબર 1921, કૉલકાતા; અ. 1994) : બંગાળી લેખિકા. કૉલકાતામાં શિક્ષણ. દેવેશ દાસ સાથે લગ્ન. એમણે આઈ.એ.એસ. થઈને સરકારી ઉચ્ચ અમલદાર તરીકે નોકરી સ્વીકારી. એમણે પુષ્કળ પ્રવાસ ખેડ્યો છે. ઉત્તરે મેરુ દક્ષિણે બરણ (1980), કૅક, ચૉકલેટ ઓર રૂપકથા (1981), પ્રવાસના પુસ્તકો છે. ‘જાના અંજાના’ (1977), ‘અમૃતસ્ય પુત્રી’…

વધુ વાંચો >

દાસ, કિશોરીચરણ

દાસ, કિશોરીચરણ (જ. 1 માર્ચ 1924, પુલબાની) : ઊડિયા લેખક.  પિતા કાલિન્દીચરણ અને માતા રાજમણિદેવી. પિતા કરિયાણાના વેપારી. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણ પુલબાનીમાં. ત્યાંની કૉલેજમાંથી રાજ્યશાસ્ત્રનો વિષય લઈને બી.એ. ને પછી ઊડિયા વિષય લઈને 1964માં એમ.એ. થયા. તે પછી કટક આકાશવાણી કેન્દ્રમાં, કાર્યક્રમનું લખાણ તૈયાર કરવાના કામમાં જોડાયા. એમણે સામયિકોમાં…

વધુ વાંચો >

દાસગુપ્તા, શશીભૂષણ

દાસગુપ્તા, શશીભૂષણ (જ. 1911, કૉલકાતા; અ. 21 જુલાઈ 1964, કૉલકાતા) : બંગાળી લેખક, સંશોધક, વિવેચક અને ચિંતક. કૉલકાતાની સ્કૉટિશ ચર્ચ કૉલેજમાંથી ફિલસૂફીનો વિષય લઈને બી.એ. થયા. વિશ્વવિદ્યાલયમાં  પ્રથમ આવ્યા ને ક્લિન્ટ સ્મારક પારિતોષિક મેળવ્યું. 1935માં કૉલકાતા વિશ્વવિદ્યાલયમાંથી બંગાળી વિષય લઈને એમ.એ.ની પરીક્ષા આપી. તેમાં પણ તેઓ પ્રથમ આવ્યા ને કૉલકાતા…

વધુ વાંચો >

દાસ, (પંડિત) ગોપબંધુ

દાસ, (પંડિત) ગોપબંધુ (જ. 9 ઓક્ટોબર 1877, કટક; અ. 16 જૂન 1928, કટક) : ઊડિયા લેખક. પ્રાથમિકથી માંડીને ઉચ્ચશિક્ષણ કટકમાં લીધું. એમણે બકુલ વનવિદ્યાલય નામની શિક્ષણ-સંસ્થા સ્થાપી. તેમાં રાષ્ટ્રીય શિક્ષણનો અભિનવ પ્રયોગ થયો હતો. ચંપારણમાં ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો ત્યારથી એ ગાંધીજી જોડે જોડાયા અને બકુલ વનવિદ્યાલયને રાષ્ટ્રીય વિદ્યાલય બનાવ્યું. એમણે…

વધુ વાંચો >

દાસ, જીવનાનંદ

દાસ, જીવનાનંદ [જ. 17 ફેબ્રુઆરી 1899, બારીસાલ (હાલ બાંગ્લાદેશ); અ. 22 ઑક્ટોબર 1954, કૉલકાતા] : બંગાળી લેખક. બારીસાલમાં જન્મ. પૂર્વ બંગાળમાં પ્રાકૃતિક સૌંદર્યના વાતાવરણમાં બાલ્ય વિતાવ્યું. માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણ કૉલકાતામાં લીધું અને ત્યાં જ કાયમી વસવાટ કર્યો. એમનું સાહિત્યિક ઘડતર ત્યાં જ થયું. એમણે પોતાની આસપાસના જનજીવનનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું.…

વધુ વાંચો >

દાસ, વર્ષા

દાસ, વર્ષા (જ. 9 નવેમ્બર 1942, મુંબઈ) : ગુજરાતી લેખિકા તથા કલાસમીક્ષક. જાણીતા પત્રકાર અને લેખક મોહનલાલ મહેતા (સોપાન) તથા લેખિકા લાભુબહેન મહેતાનાં એ પુત્રી થાય અને ગુજરાતના અગ્રગણ્ય પત્રકાર અમૃતલાલ શેઠનાં દૌહિત્રી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈની ચિલ્ડ્રન્સ એકૅડેમીમાં લીધું. શાળામાં એમના પ્રિય વિષયો હતા ગુજરાતી, સંસ્કૃત, હિન્દી અને…

વધુ વાંચો >

દાસ, વિજયકુમાર

દાસ, વિજયકુમાર (જ. 1947, કટક) : ઊડિયા લેખક. ઉત્કલ વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજી વિષય લઈને એમ.એ.. પ્રથમ વર્ગમાં 1972માં ઉત્તીર્ણ થયા અને પછી નૅશનલ બુક ટ્રસ્ટમાં સહસંપાદક તરીકે જોડાયા. એમણે કૉલેજકાળ દરમિયાન કાવ્યરચના કરવા માંડેલી અને ત્યારે જ ઉદીયમાન કવિ તરીકે એમણે પ્રતિષ્ઠા મેળવી હતી. તેઓ અંગ્રેજીમાં પણ કાવ્યો લખે છે જે…

વધુ વાંચો >

દાસ, સારલા

દાસ, સારલા (જ. પંદરમી સદી, સારલાદેવીના મંદિર પાસેના કનકપુર ગામમાં, જિ. કટક) : ઊડિયા લેખક. ઊડિયા સાહિત્યના આદિ કવિ. તે ઊડિયા ભાષાને સુષ્ઠુ આકાર આપનાર શૂદ્રમુનિ તરીકે જાણીતા હતા. એમનાં માતાપિતાનું બાળપણમાં જ મૃત્યુ થયું હતું. એમનું મૂળ નામ સિદ્ધેશ્વર પડિદા હતું પણ એમણે સારલાદેવીની આરાધના કરી. દેવી એમની પર…

વધુ વાંચો >

દાસ, સૂર્યનારાયણ

દાસ, સૂર્યનારાયણ (જ. 1908, દશરથપુર, ગંજમ જિલ્લો) : ઊડિયા લેખક. પિતા શાળામાં શિક્ષક અને સંસ્કૃતના વિદ્વાન એટલે નાનપણથી જ પિતા દ્વારા સંસ્કૃત સાહિત્યનો પરિચય થયેલો. 1946માં એમણે ઉત્કલ વિશ્વવિદ્યાલયમાંથી ઊડિયા સાહિત્ય લઈને એમ.એ.ની પરીક્ષા પસાર કરી અને વિશ્વવિદ્યાલયમાં એ પરીક્ષામાં પ્રથમ આવ્યા. એમનો રુચિનો વિષય સંશોધન હતો. એ એમ.એ. થઈ…

વધુ વાંચો >