ચન્દ્રકાન્ત મહેતા

તિરુક્કુરળ

તિરુક્કુરળ (ઈ. સ.ની પહેલી સદી) : પ્રાચીન તમિળ સાહિત્યનો શ્રેષ્ઠ ગણાતો ગ્રંથ. એમ મનાય છે કે એની રચના ઈસુની પ્રથમ શતાબ્દીમાં થઈ હશે પણ એની પ્રશસ્તિ બીજી સદીથી થવા લાગી. એના રચયિતા મહાન મનીષી તિરુવળુવર હતા. ‘તિરુક્કુરળ’ શબ્દમાં ‘તિરુ’ શ્રીના જેવો આદરસૂચક શબ્દ છે અને ‘કુરળ’ દોઢ પંક્તિના તમિળ છંદનું…

વધુ વાંચો >

તિરુપતિ વેંકટકવલુ

તિરુપતિ વેંકટકવલુ : સંયુક્તપણે કાવ્યસર્જન કરવા માટે બે તેલુગુ કવિઓએ અપનાવેલું ઉપનામ. ચેળ્ળ પિળ્ળ વેંકટશાસ્ત્રી (1871–1919) તથા દિવાકલી તિરુપતિ વેંકટશાસ્ત્રી(1870–1950)એ સંયુક્ત રીતે ‘તિરુપતિ વેંકટકવલુ’ નામથી કાવ્યરચનાઓ કરેલી. સંયુક્ત નામથી કવિતા રચવાનો તેલુગુ સાહિત્યમાં આ અનન્ય પ્રસંગ હતો. એમની કવિતાથી તેલુગુ કાવ્યસાહિત્યમાં નવી ચેતના આવી. એ બંનેએ તે સમયના સુપ્રસિદ્ધ વિદ્વાન,…

વધુ વાંચો >

તિરુમલાયે

તિરુમલાયે (સત્તરમી શતાબ્દી) : મધ્યકાલીન કન્નડ કાવ્યસાહિત્યમાં વૈષ્ણવ યુગ શરૂ કરનાર કવિ. તિરુમલાયેએ વિષ્ણુ-ભક્તિનાં પદો રચ્યાં, જેમાં ભાવ અને નિરૂપણરીતિનું એટલું વૈવિધ્ય છે કે વૈષ્ણવ ન હોય તે પણ એમનાં પદોથી પ્રભાવિત બની જાય. એમણે રામ તેમજ કૃષ્ણ-ભક્તિનાં ગીતો રચ્યાં છે. તે ભાવવિભોર બનીને ગાતા. એ કાવ્યોથી જ એમણે કર્ણાટકમાં…

વધુ વાંચો >

તિરુમૂલર

તિરુમૂલર (છઠ્ઠી સદી) : તમિળના 63 શૈવ સંતોમાંના અગ્રગણ્ય સંત-કવિ. એ રહસ્યવાદી કવિ હતા. એમણે રચેલાં લગભગ 3000 પદોનો સંગ્રહ ‘તિરુમંદિરમ્’ નામથી જાણીતો છે. શૈવસંતોએ રચેલાં પદોના ‘તિરુમુરૈ’ નામે પ્રગટ થયેલા સંગ્રહમાં તિરુમૂલરનાં સંખ્યાબંધ પદો છે. એમનાં પદોમાં લૌકિક જીવન-વિષયક તથા આધ્યાત્મિક અનુભૂતિના વર્ણનનાં પદો છે; કેટલાંક પદોમાં દાર્શનિક સિદ્ધાંતોનું…

વધુ વાંચો >

તિરુવલ્લુવર

તિરુવલ્લુવર : બે હજાર વર્ષ ઉપર થઈ ગયેલા દક્ષિણ ભારતના એક મહાન સંત. મૂળ નામ વલ્લુવર. તેમના વિશે કોઈ અંગત માહિતી ઉપલબ્ધ નથી. કિંવદન્તી મુજબ એ ભગવત નામના એક બ્રાહ્મણ તથા આદિ નામની હરિજન સ્ત્રીના પુત્ર હતા. એમના જીવન વિશે તમિળનાડુમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે. કબીરની જેમ જન્મે–વ્યવસાયે આજીવન વણકર.…

વધુ વાંચો >

તિરુવાચગમ્

તિરુવાચગમ્ (નવમી સદી) : તમિળ કાવ્ય. મધ્યકાલીન તમિળ કવિ માણિક્કવાચગરની પ્રસિદ્ધ કાવ્યરચનાઓનો સંગ્રહ. ‘તિરુવાચગમ્’ શબ્દમાં ‘તિરુ’ એટલે પવિત્ર અને ‘વાચગમ્’ એટલે વચનો; એટલે ‘પવિત્ર વચનોનો સંગ્રહ’. એમાંનાં પદોમાં કવિએ આત્મા અને પરમાત્માની એકતા શી રીતે સધાય, એમાં કઈ કઈ અવસ્થામાંથી પસાર થવું પડે અને બ્રહ્મસાક્ષાત્કાર થાય ત્યાં સુધીની જુદી જુદી…

વધુ વાંચો >

તિરુ, વી. ક.

તિરુ, વી. ક. (જ. 1883, ચેન્નાઈ; અ. 1953) : વીસમી શતાબ્દીના અગ્રગણ્ય તમિળ લેખક. એમનું મૂળ નામ કલ્યાણસુંદરમ્ છે પણ ‘તિરુ વી. ક.’ તખલ્લુસથી લખતા હોવાથી એ નામથી જ તમિળનાડુમાં એ જાણીતા છે. શિક્ષણ ચેન્નાઈમાં. વેસ્લી કૉલેજમાં ભણતા હતા ત્યારે કૉલેજમાં તમિળના પ્રાધ્યાપક શ્રી. ના. કાર્દિનેર પિળ્ળૈનો એમના પર પ્રબળ…

વધુ વાંચો >

તીર, વિધાતાસિંહ

તીર, વિધાતાસિંહ (જ. 1900, રાવલપિંડી, પાકિસ્તાન; અ. 1976) : પંજાબી લેખક. આર્થિક સ્થિતિ ઘણી નબળી હોવાને કારણે એ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી માધ્યમિક શિક્ષણ લઈ શક્યા નહિ. આમ છતાં એમની અભ્યાસનિષ્ઠા એવી હતી કે એમણે હિંદી અને ઉર્દૂ ભાષા પર પ્રભુત્વ મેળવ્યું હતું. બંને ભાષામાં તેમણે લેખન કર્યું હતું.…

વધુ વાંચો >

તુઝે આહે તુઝ પાશી

તુઝે આહે તુઝ પાશી : મરાઠી હાસ્યપ્રધાન નાટક. લેખક પુ. લ. દેશપાંડે. તેમાં એમણે સમકાલીન જીવનપ્રવાહો તથા વિચારધારા પર વ્યંગ કર્યો છે. એ નાટક એમની શ્રેષ્ઠ રચના મનાઈ છે. ‘તુજશી તુઝા પાશી’નો અર્થ ‘જે તારું છે તે તારી જ પાસે છે’. નાટકકારે એને પ્રતીક તરીકે લીધું છે. દરેક વ્યક્તિની પાસે…

વધુ વાંચો >

તેજાસિંહ

તેજાસિંહ [જ. 2 જૂન, 1894 અડીલા, જિ. રાવલપિંડી (હાલ પાકિસ્તાન); અ. 10 જાન્યુઆરી 1958 અમૃતસર] : પંજાબી લેખક. તેમણે પતિયાલામાં  પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું. ઉચ્ચશિક્ષણ અમૃતસરમાં. પંજાબ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી લઈને એમ.એ. માં પ્રથમ વર્ગમાં પાસ થતાં, અમૃતસર કૉલેજમાં પ્રાધ્યાપકની નોકરી મળી. પછીથી એ કૉલેજમાં પ્રિન્સિપાલ થયા. એમણે વિવિધ સાહિત્યપ્રકારો…

વધુ વાંચો >