ગ્રીક સાહિત્ય

ઍન્ટિગની

ઍન્ટિગની (ઈ. પૂ. 440) : મહાન ગ્રીક નાટકકાર સૉફોક્લિસ(ઈ. પૂ. 495-406)ની પ્રશિષ્ટ ટ્રૅજેડી. ઈ. પૂ. 440માં તેની પ્રથમ રજૂઆત થઈ હતી. આ નાટકની સફળતાને લીધે સૉફોક્લિસને સેમોસ સામેના યુદ્ધમાં જનરલ બનાવવામાં આવેલા તે વસ્તુને કારણે તેને ઇડિપસ ચક્રમાંનું નાટક ગણવામાં આવે છે, પણ વાસ્તવમાં તે સ્વતંત્ર નાટક છે. ઇડિપસના અવસાન…

વધુ વાંચો >

ઍમ્પિડૉક્લીઝ

ઍમ્પિડૉક્લીઝ (ઈ. પૂ. 490-430) : ગ્રીક ડૉક્ટર, કવિ અને તત્વજ્ઞાની. તેમના મતાનુસાર પદાર્થ, પૃથ્વી, વાયુ, અગ્નિ અને જળ તત્વનો બનેલ છે. પ્રેમ અને તિરસ્કારની ભાવના તેના સંમિલન અને વિભાજન માટે કારણભૂત છે. તેમણે ‘નેચરલ સિલેક્શન’ના સિદ્ધાંતને કવિતા રૂપે રજૂ કર્યો હતો. સિસિલિયન ગ્રીક પદ્ધતિના પાશ્ચાત્ય વૈદકશાસ્ત્રમાં તેમણે સારો ફાળો આપ્યો…

વધુ વાંચો >

ઍરિસ્ટૉફનીઝ

ઍરિસ્ટૉફનીઝ (ઈ. પૂ. 45૦-385) : ગ્રીક કૉમેડીના પ્રથમ સર્જક. એમનો જન્મ ઇજિપ્તમાં રહોડ્ઝને કાંઠે આવેલા લિન્ડોઝ કે કેમિરસમાં થયો હતો. એમની માતાનું નામ ઝેનોડ્રા અને પિતાનું નામ ફિલિપ્પસ. ટ્રૅજેડીની જેમ ગ્રીક કૉમેડીનો ઉદભવ પણ ડાયૉનિસસ સાથે સંકળાયેલા ધાર્મિક ઉત્સવ સાથે જોડાયેલો છે. ઍરિસ્ટૉફનીઝે જૂની કૉમેડી(old comedy)ના સ્વરૂપનું ઘડતર કર્યું. એમનો…

વધુ વાંચો >

ઍરિસ્ટૉફનીઝ ઑવ્ બાઇઝેન્ટિયમ

ઍરિસ્ટૉફનીઝ ઑવ્ બાઇઝેન્ટિયમ (ઈ. પૂર્વે આશરે 260-180) : ગ્રીક વિવેચક, કોશકાર તથા વૈયાકરણ. મોટા ભાગનું જીવન ઍૅલેક્ઝાન્ડ્રિયામાં વિતાવ્યું. તે જમાનાના મહાન વિદ્વાનો પાસે શરૂઆતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ઈ. પૂ. 195ના અરસામાં તે ઍલેક્ઝાન્ડ્રિયાના સુવિખ્યાત ગ્રંથાલયના પ્રમુખ ગ્રંથપાલ નિમાયા હતા. આ ગ્રંથાલય મહાન સિકંદરના સેનાપતિ તથા તે પછી ઇજિપ્તના રાજા…

વધુ વાંચો >

કાઝાન્ઝાકિસ, નિકોસ

કાઝાન્ઝાકિસ, નિકોસ (જ. 2 ડિસેમ્બર 1885, ઇરાક્લિયોન, ક્રીટ; અ. 26 ઑક્ટોબર 1957, ફ્રીર્બાર્ગમ, બ્રીસ્ગૉ, પશ્ચિમ જર્મની) : ગ્રીક લેખક. વિપુલ સાહિત્યના રચયિતા. આધુનિક ગ્રીક સાહિત્યમાં તેમનું નામ નોંધપાત્ર છે. તુર્કોના ઑટૉમન સામ્રાજ્યની ધુરામાંથી મુક્ત થવા માટેના સ્વાતંત્ર્ય-સંગ્રામની વેળાએ તેમનો જન્મ થયેલો. તેમના પરિવારને થોડા સમય માટે ગ્રીક ટાપુ નિક્સૉસમાં આશરો…

વધુ વાંચો >

કાતુલ્લુસ, ગેઈયુસ વાલેરિયુસ

કાતુલ્લુસ, ગેઈયુસ વાલેરિયુસ (જ. ઈ. પૂ. 84 ?; અ. ઈ. પૂ. 54 ?) : રોમન કવિ. એમનો જન્મ ઉત્તર ઇટલીમાં વેરોનામાં થયો હતો. પિતા વેરોનાના સાધનસંપન્ન પ્રતિષ્ઠિત નાગરિક હતા. જુલિયસ સીઝર એક વાર એમના ઘરમાં અતિથિ તરીકે રહ્યા હતા. કાતુલ્લુસના અભ્યાસ વિશે કોઈ નિશ્ચિત માહિતી ઉપલબ્ધ નથી, પણ એમની કવિતામાં…

વધુ વાંચો >

કૅવૅફી – કૉન્સ્ટેન્ટાઇન

કૅવૅફી, કૉન્સ્ટેન્ટાઇન (જ. 17 એપ્રિલ 1863, ઍલેક્ઝાન્ડ્રિયા, ગ્રીસ; અ. 29 એપ્રિલ 1933, ઍથેન્સ) : ગ્રીક કવિ. પિતાનું નામ પીટર જ્હૉન. નાનપણમાં કૅવૅફી ઘરે જ ફ્રેંચ અને અંગ્રેજી ભણ્યા. પછી ઇતિહાસનો તથા દાન્તેની કવિતાનો અભ્યાસ કર્યો. બાઇઝેન્ટાઇન અને હેલેનિક ઇતિહાસ તથા સાહિત્યનો તેમણે સઘન અભ્યાસ કર્યો. તે પ્રાચીન-અર્વાચીન ગ્રીક ઉપરાંત અંગ્રેજી,…

વધુ વાંચો >

ગોપકાવ્ય (pastoral poetry)

ગોપકાવ્ય (pastoral poetry) : મુખ્યત્વે ગ્રામીણ જીવનના આનંદઉલ્લાસને આલેખતી કાવ્યકૃતિ. ‘પૅસ્ટોરલ’ એટલે ગોપજીવનને કે ગ્રામજીવનને લગતું. ગ્રામજીવનનો મહિમા આલેખવાની ખૂબ પ્રાચીન કાળથી ચાલી આવેલી આ સાહિત્યિક પરંપરા છેક આધુનિક યુરોપીય સાહિત્ય પર્યંત જળવાઈ રહી છે. કેટલાક આને પલાયનવાદમાંથી પ્રગટેલો સાહિત્યપ્રકાર (escape literature) લેખે છે; પરંતુ યુરોપભરમાં ખાસ કરીને આલ્બેનિયા, ગ્રીસ,…

વધુ વાંચો >

ગ્રીક ભાષા

ગ્રીક ભાષા : યુરોપના અગ્નિ દિશામાં આવેલા ગ્રીસ રાષ્ટ્રની, ઇજિયન સમુદ્રમાંના બેટો ઉપર રહેનાર પ્રજાની અને એનાતોલિયાના પશ્ચિમ કિનારા ઉપરના રહેવાસીઓની ભાષા. 2005ની વસ્તીગણતરી પ્રમાણે ગ્રીકભાષી લોકોની કુલ સંખ્યા 1,11,20,000 છે. ગ્રીક ભાષા ઇન્ડો-યુરોપિયન કુળની ભાષા છે. એ કુળમાં તેનું એક વિશિષ્ટ સ્થાન છે; કારણ કે તેનાં વાચિક અને લિખિત…

વધુ વાંચો >

ગ્રીક સાહિત્ય

ગ્રીક સાહિત્ય : ગ્રીસ દેશ યુરોપના દક્ષિણમાં આવેલા બાલ્કન દ્વીપકલ્પ ઉપરાંત તેની આસપાસના અસંખ્ય નાનામોટા ટાપુઓનો બન્યો છે. ઈ. સ. પૂ. 1500 પહેલાં ગ્રીક ભાષા બોલનારી પ્રજાએ અહીં વસવાટ કર્યો હતો. અહીંની અસામાન્ય ભૌગોલિક પરિસ્થિતિએ એ પ્રજાના ઇતિહાસમાં મોટી ઊથલપાથલો સરજી છે. ગ્રીક પ્રજા એ કારણે ભૂમધ્ય સમુદ્રને કાંઠે કાંઠે…

વધુ વાંચો >