ગ્રીક સાહિત્ય

આઇડિલ

આઇડિલ : પશ્ચિમનો એક કાવ્યપ્રકાર. આઇડિલ (idyll અથવા idyl) ગ્રીક શબ્દ eidyllion – ઐદીલ્લિઓન-પરથી અવતર્યો છે. તેનો અર્થ ‘નાનું ચિત્ર’. ગ્રામીણ પરિવેશ અને પ્રાકૃતિક ચિત્ર જેમાં મનહર રીતે આલેખાયેલું હોય તેવું લઘુ કાવ્યસ્વરૂપ છે. ઈ. પૂ. ત્રીજી સદીમાં ઍલેક્ઝાંડ્રિયન કવિસમૂહના કવિઓ અને ખાસ કરીને થિયૉક્રિટ્સ બ્રિયોન અને મોસ્ચસે રચેલાં પ્રાકૃતિક…

વધુ વાંચો >

આર્સ પોએટિકા

આર્સ પોએટિકા (Ars Poetica/Art of Poetry – કાવ્યકલા) (ઈ. સ. પૂ. 68-5 દરમિયાન) : પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રનો પદ્યગ્રંથ. લેખક રોમન કવિ-વિવેચક હૉરેસ. પોતાના મિત્ર પિસો અને તેના બે પુત્રોને કાવ્યશાસ્ત્રનો પરિચય આપવા પદ્યપત્ર રૂપે આ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથનું મૂળ શીર્ષક ‘Epistola ad Pisones’ (પિસોને પત્ર) હતું; પરંતુ પછીથી…

વધુ વાંચો >

ઇડિપસ ઍટ કૉલોનસ

ઇડિપસ ઍટ કૉલોનસ : ગ્રીક નાટક. નાટ્યકાર સોફૉક્લિસ (ઈ. સ. પૂ. 495-406)ની નાટ્યત્રયી (1) ‘ઇડિપસ રૅક્સ’ (2) ‘ઇડિપસ ઍટ કૉલોનસ’ અને (3) ‘ઍન્ટિગૉની’ – માંનું આ બીજું નાટક, પ્રથમ નાટક ‘ઇડિપસ રૅક્સ’ના અનુસંધાનમાં છે. અજાણતાં પોતાના પિતાને મારી, પોતાની માતા સાથે લગ્ન કરી, તેનાથી ચાર સંતાનો (બે પુત્રો – એટિયોક્લિસ…

વધુ વાંચો >

ઈલિયડ

ઈલિયડ (Iliad) (ઈ.પૂ. આઠમી સદી) : ગ્રીક મહાકાવ્ય. ગ્રીક મહાકવિ હોમરે ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ મહાકાવ્યોની રચના કરી હતી. હોમરની જન્મભૂમિ આયોનિયા. આયોનિયનો પોતાની સાથે ટ્રોજનવિગ્રહને લગતી અસંખ્ય કથાઓ લઈને આવ્યા હતા. આ કથાઓનો અમૂલ્ય વારસો આ પ્રજાના વંશજોએ કંઠોપકંઠ સચવાતી કવિતાના રૂપે અખંડ જાળવી રાખ્યો હતો. હોમરે સદીઓથી ચાલ્યા આવતા…

વધુ વાંચો >

ઇલેક્ટ્રા

ઇલેક્ટ્રા (ઈ. સ. પૂ. 413) : ગ્રીક કરુણાંત નાટક. અગ્રિમ ગ્રીક નાટ્યકાર યુરિપિડિસે જટિલ માનસશાસ્ત્રીય ભૂમિકાએ વૈરપ્રદીપ્ત નારીના માનસનું સૂક્ષ્મ આલેખન કર્યું છે. ઇલેક્ટ્રાના પાત્રને કેન્દ્રમાં રાખીને ઇસ્કિલસ અને સોફોકલિસે પણ નાટ્યકૃતિઓનું સર્જન કર્યું છે. યુરિપિડિસે ઇસ્કિલસની જેમ નાટકમાં કાર્યવેગને મહત્વ ન આપતાં સોફોકલિસની જેમ પાત્રાલેખનને વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત…

વધુ વાંચો >

ઈડિપસ રેક્સ

ઈડિપસ રેક્સ (Oedipus Rex); બીજું જાણીતું લૅટિન નામ ઈડિપસ ટાયરેનસ  Tyrannus) : ગ્રીક ટ્રેજેડી. નાટ્યકાર સોફોક્લિસ(ઈ. સ. પૂ. 495-406)ની વિશ્વસાહિત્યમાં ઉચ્ચ સ્થાન મેળવનાર આ કૃતિને ટ્રૅજેડીનું સર્વોત્તમ ઉદાહરણ ગણીને ઍરિસ્ટોટલે તેના વિખ્યાત ગ્રંથ ‘પોએટિક્સ’માં ટ્રૅજેડીની વ્યાખ્યા બાંધી છે. પોતાના દીર્ઘ જીવનકાળ દરમિયાન સોફોક્લિસે 100થી વધુ નાટકોની રચના કરી હતી. તેમાંથી…

વધુ વાંચો >

ઈલાઇટિસ

ઈલાઇટિસ (જ. 2 નવેમ્બર 1911, ક્રીટ, ગ્રીસ; અ. 18 માર્ચ 1996, એથેન્સ) : 1979નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર ગ્રીક કવિ. ખરું નામ ઓડિસ્યુસ એલેપોદેલિસ. ઈલાઇટિસ એમણે કવિ તરીકે ધારણ કરેલી અટક છે. વેપાર-ઉદ્યોગમાં જેની ઘણી મોટી શાખ હતી તેવા કુટુંબમાં જન્મેલા આ કવિએ મુખ્યત્વે વ્યાપારને જ વ્યવસાય બનાવ્યો…

વધુ વાંચો >

ઈસપ

ઈસપ (ઈ. પૂ. છઠ્ઠી સદી) : ગ્રીક પ્રાણીકથાઓ(fables)ના સંગ્રહનો જગવિખ્યાત સર્જક. ઈ. પૂર્વે પાંચમી સદીમાં હેરૉડોટ્સે તેને ઈ. પૂર્વે છઠ્ઠી સદીમાં જીવતો કહ્યો છે. ઈ. સ.ની પ્રથમ સદીના લેખક પ્લુટાર્કે તેને લીડિયાના રાજા ક્રોઈસસનો સલાહકાર ગણ્યો છે. તેનો જન્મ થ્રેસમાં થયો હતો. તે સેમોસ ટાપુમાં ગુલામ હતો અને તેના શેઠ…

વધુ વાંચો >

એકિલીઝ

એકિલીઝ : ગ્રીક કવિ હોમર(ઈ.પૂ. 800થી 700)ના મહાકાવ્ય ‘ઇલિયડ’નો મહાપરાક્રમી નાયક. તે મિરમિડોનના રાજા પેલિયસ અને સાગરપરી થેટિસનો પુત્ર હતો. તેને યુદ્ધશાસ્ત્ર અને વક્તૃત્વમાં તાલીમ આપનાર ફીનિક્સ હતો અને શિકાર, ઘોડેસવારી, સંગીત તથા વૈદકમાં કિરોન તેનો ગુરુ હતો. પિતા પેલિયસને દેવવાણી સંભળાયેલી કે તેનો પુત્ર યુદ્ધમાં મરાશે. માતા થેટિસે તેને…

વધુ વાંચો >

ઍનૅગ્નૉરિસિસ

ઍનૅગ્નૉરિસિસ (recognition) : ગ્રીક કાવ્યશાસ્ત્રની સંજ્ઞા, જેનો અર્થ છે નિર્ભ્રાંત જ્ઞાન અથવા ઓળખ. સાહિત્યકૃતિમાં પાત્રને પોતાની સાચી ઓળખ થવાની પળ. એ એવી અનન્ય ઘડી છે, જ્યારે અજ્ઞાનનું અંધારું અર્દશ્ય થઈને જ્ઞાન અથવા સાચી ઓળખનો પ્રકાશ પ્રગટે છે. ‘પોએટિક્સ’ના ‘ટ્રૅજેડી’ ઉપરના છઠ્ઠા પ્રકરણમાં ઍરિસ્ટૉટલ ‘ઍનૅગ્નૉરિસિસ’ને નાટકના વસ્તુના અનિવાર્યપણે આવશ્યક એવા મહત્વના…

વધુ વાંચો >