ગ્રીક સાહિત્ય

લિસિસ્ટ્રાટા

લિસિસ્ટ્રાટા (ઈ. પૂ. 411) : મહાન ગ્રીક નાટ્યકાર ઍરિસ્ટોફેનિસ કૃત, જૂની કૉમેડી(old comedy)ના ઉત્તમ નમૂનારૂપ ઉત્કૃષ્ટ પ્રહસન, જેને વિવેચકો ‘સૌથી વધુ લોકપ્રિય અને સશક્ત એવી ગ્રીક કૉમેડી’ તરીકે ઓળખાવે છે. ઍરિસ્ટોફેનિસના પેલોપોનીશિયન યુદ્ધવિરોધી પ્રહસનોમાં નોખું સ્થાન ધરાવતા આ નાટકમાં ઍથેન્સ અને સ્પાર્ટા વચ્ચે છેલ્લાં વીસ વીસ વર્ષથી ચાલી રહેલા યુદ્ધથી…

વધુ વાંચો >

વાલેસ, કાર્લોસ (ફાધર)

વાલેસ, કાર્લોસ (ફાધર) (જ. 4 નવેમ્બર 1925; લા ગ્રોન્યો, સ્પેન) : મૌલિક ચિંતક અને નિબંધકાર. એમનું પૂરું નામ કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસ. ઈસુસંઘની સાધુસંસ્થામાં ઈ. સ. 1941માં પ્રવેશ કરી, ઈ. સ. 1958માં દીક્ષિત થઈ ફાધર વાલેસ બન્યા. લૅટિન અને ગ્રીક સાહિત્યનો તેમજ તત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરી, ઈ. સ. 1949માં તેઓ ભારતમાં…

વધુ વાંચો >

સોફોક્લીસ

સોફોક્લીસ (જ. ઈ. પૂ. 496, કૉલોનસ, ગ્રીસ; અ. ઈ. પૂ. 406, એથેન્સ, ગ્રીસ) : ગ્રીક નાટ્યકાર. પ્રાચીન ગ્રીસના મહાન નાટ્યકારો એસ્કીલસ અને યુરિપિડિસની સાથે તેમને પણ આદરપૂર્વક યાદ કરવામાં આવે છે. તેમના જીવન વિશે માત્ર એકાદ નોંધ પ્રાપ્ય છે, તે મુજબ તેમના શ્રીમંત પિતાનું નામ સોફિલસ હતું. તેમનો વ્યવસાય બખ્તર…

વધુ વાંચો >

હેલન

હેલન : ગ્રીક મહાકવિ હોમરના મહાકાવ્ય ‘ધી ઇલિયડ’ની નાયિકા. જગતની સુન્દરતમ સ્ત્રી. ટ્રૉયના યુદ્ધમાં નિમિત્તરૂપ, કારણરૂપ. દેવાધિદેવ ઝ્યુસે લીડા સાથે રતિક્રીડા કરી એના પરિણામે અંડજમાંથી એનો જન્મ. આમ ઝ્યુસ એના દૈવી પિતા. લીડાના પતિ સ્પાર્ટાના રાજા ટિન્ડારુસ એના દુન્યવી પિતા. એ કિશોરવયની હતી ત્યારે એના સૌંદર્યના આકર્ષણને કારણે થીસીઅસે એનું…

વધુ વાંચો >

હેસીઅડ

હેસીઅડ (આશરે ઈ. પૂ. આઠમી સદી, બોઓસિયા, મધ્ય ગ્રીસ) : ગ્રીક કવિ; ‘બોધાત્મક ગ્રીક કવિતાના જનક’ તરીકે તેમની ગણના થાય છે. બે મહાકાવ્યોના રચયિતા. ‘થિયોગની’ અને ‘વર્ક્સ ઍન્ડ ડેઝ’. તેમના મોટા ભાઈએ વડીલોપાર્જિત મિલકતનો મોટો ભાગ પચાવી પાડેલો. ન્યાયની દેવીના સાંનિધ્યમાં નગરના અધિકારીઓએ સુખ માટે પણ ન્યાયને તાબે થવું ઘટે…

વધુ વાંચો >

હોમર

હોમર (જ. ઈ. પૂ. 9મી અથવા 8મી સદી, આયોનિયા ? ગ્રીસ; અ. ?) : પ્રાચીન ગ્રીસના, સૌથી પહેલાં રચાયેલાં મહાકાવ્યો ‘ઇલિયડ’ અને ‘ઓડિસિ’ના સર્જક. તેમના જીવન વિશેની પ્રમાણભૂત માહિતી મળતી નથી. એક મત મુજબ મૌખિક પરંપરાને આધારે તેમણે ઉપર્યુક્ત મહાકાવ્યોનું સર્જન કરેલું. જોકે પ્રાચીન ગ્રીક પ્રજાની પરંપરાની શ્રદ્ધા તો કહેતી…

વધુ વાંચો >

સેફેરિઝ, જ્યૉર્જ (Giorgos Seferis)

સેફેરિઝ, જ્યૉર્જ (Giorgos Seferis) [જ. 13 માર્ચ 1900, સ્મિર્ના, આનાતોલિયા, ઓત્તોમાન એમ્પાયર (ઝમિર, તૂર્કી); અ. 20 સપ્ટેમ્બર 1971 એથેન્સ, ગ્રીસ] : ગ્રીક કવિ, નિબંધકાર અને રાજનીતિદક્ષ. સંસ્કૃતિના પ્રાચીન વિશ્વ (ગ્રીક) માટેની ઊંડી સંવેદનાથી પ્રેરાઈને લખાયેલી વિશિષ્ટ ઊર્મિકવિતા માટે તેમને 1963ના વર્ષનો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. સેફેરિઝે સ્મિર્નાની શાળામાં…

વધુ વાંચો >