ગુજરાતી સાહિત્ય

ગુજરાતી સાહિત્ય પરિષદ

ગુજરાતી સાહિત્ય પરિષદ : ગુજરાતની સાહિત્ય-સંસ્કારના ઉત્કર્ષને વરેલી સંસ્થા. 1905માં રણજિતરામ વાવાભાઈની ભાવનાને કારણે ગુજરાતી સાહિત્ય પરિષદનો જન્મ થયો હતો. ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા, ગુજરાતી સાહિત્યનો વિસ્તાર વધારવા અને એને લોકપ્રિય કરવા, ગુજરાતી પ્રજાજીવનને અધિક ઉન્નત, શીલવાન, રસિક અને ઉદાર બનાવવા માટે રાહ દાખવી પ્રજાનો ઉત્કર્ષ સાધવાનો પરિષદની સ્થાપના પાછળનો…

વધુ વાંચો >

ગૃહપ્રવેશ

ગૃહપ્રવેશ (1957) : ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદી વલણોને પ્રસારનારા સુરેશ જોષીનો પ્રથમ વાર્તાસંગ્રહ. આ સંગ્રહમાં પ્રારંભે નવલિકાસર્જન અને કળાસર્જનની ચર્ચા કરતો લેખ સર્જકના કળા પ્રત્યેના રૂપરચનાવાદી અભિગમને પ્રગટ કરે છે. સ્ત્રી-પુરુષના વિજાતીય આકર્ષણમાંથી જન્મતી વિવિધ પરિસ્થિતિઓને મુખ્યત્વે આલેખતી આ વાર્તાઓ વિષય કરતાં એની રચનારીતિથી પુરોગામી વાર્તાઓથી જુદી પડી જાય છે. વાર્તારસને…

વધુ વાંચો >

ગોસ્વામી, અશોકપુરી

ગોસ્વામી, અશોકપુરી (જ. 17 ઑગસ્ટ 1947, આશી, જિ. આણંદ, ગુજરાત) : ગુજરાતના જાણીતા લેખક, ખેડૂત અને સામાજિક કાર્યકર. ક્રેસ્ટ એસોસિએટ, વલ્લભવિદ્યાનગરના સહમંત્રી, અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, વલ્લભવિદ્યાનગર યુનિટના કાર્યવાહક સમિતિ સદસ્ય, જાણીતા સામયિક ‘વિચારવલોણું’ના સહતંત્રી તરીકે 2017થી કાર્યરત, ભારત અને અમેરિકાના લોકોને જોડતા ‘સેતુ’ સામયિકના પણ તંત્રી છે. અશોકપુરી ગોસ્વામી પાસેથી…

વધુ વાંચો >

ગોહેલ સુરસિંહજી તખ્તસિંહજી

ગોહેલ સુરસિંહજી તખ્તસિંહજી : જુઓ કલાપી.

વધુ વાંચો >

ચક્રવાકમિથુન

ચક્રવાકમિથુન : ગુજરાતી કવિ કાન્તનાં પ્રસિદ્ધ ખંડકાવ્યોમાંનું એક. તે 1890માં બ. ક. ઠાકોરે ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ કરેલું. કવિ મણિશંકર રત્નજી ભટ્ટે આ કાવ્યમાં પ્રથમવાર कान्त તખલ્લુસ ધારણ કરેલું. ચક્રવાકયુગલની લોકપ્રસિદ્ધ કથા આ કાવ્યનો વિષય છે. ક્ષણનો પણ વિયોગ અસહ્ય બને તેવો અનન્ય પ્રેમ આ પક્ષી દંપતી વચ્ચે છે. દૈવયોગે તે અભિશાપિત…

વધુ વાંચો >

ચંદરવાકર, પુષ્કર પ્રભાશંકર

ચંદરવાકર, પુષ્કર પ્રભાશંકર (જ. 16 ફેબ્રુઆરી 1921, ચંદરવા, જિ. અમદાવાદ; અ. 16 ઑગસ્ટ 1995, અમદાવાદ) : ‘ર. ર. ર.’, ‘પુષ્પજન્ય’, ‘સુધીર ઘોષ’ તખલ્લુસો. ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, એકાંકીકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક. તેમનું પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ચંદરવા, બોટાદ અને લીંબડીમાં. 1939માં મૅટ્રિક થયા. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી મુખ્ય વિષય ગુજરાતી સાથે 1944માં બી.એ.…

વધુ વાંચો >

ચંદા

ચંદા : ગુજરાતી નવલકથા ‘જનમટીપ’(ઈશ્વર પેટલીકર)ની નાયિકા. ઠાકરડા કોમની આ ખેડૂતકન્યા સાંઢ નાથીને શૌર્ય દાખવે છે, ચોક્કસ આગ્રહો સાથે જીવે છે, વેઠે છે અને કુટુંબને તારે છે. નારીની કુટુંબનિષ્ઠા અને પુરુષસમોવડું પરાક્રમ દાખવતી ચંદા ગ્રામજીવનની વાસ્તવિકતા ઉપર ઊભી રહીને લોકસંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. સાંઢ નાથનાર ચંદાની સગાઈ તૂટે છે અને…

વધુ વાંચો >

ચાતુરી

ચાતુરી : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં બહુ જ ઓછો પ્રચલિત, છતાં ઉત્તમ કોટિનો કાવ્યપ્રકાર. મધ્યકાલીન બંસીબોલના કવિ દયારામના સમય સુધીમાં નરસિંહ મહેતા, રણછોડ, મોતીરામ, અનુભવાનંદ, જીવણરામ, નભૂ, હરિદાસ અને દયારામની રચેલી ‘ચાતુરી’ રચનાઓ જાણવામાં આવી છે. એક ચાતુરી અપ્રસિદ્ધ પણ મળી આવી છે, જેનું કર્તૃત્વ સંદિગ્ધ છે. આ પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ ‘ચાતુરી’ઓમાં નોંધપાત્ર…

વધુ વાંચો >

ચારણી સાહિત્ય

ચારણી સાહિત્ય : ગુજરાત-સૌરાષ્ટ્રમાં વસતા ચારણોએ સાહિત્યક્ષેત્રે કરેલું પ્રદાન. ચારણ શબ્દનો અર્થ કીર્તિ ફેલાવનાર એવો થાય છે. આ કોમનું વર્ણન રામાયણ અને મહાભારતમાં મળે છે. તે પોતાની ઉત્પત્તિ દેવતાઓથી થયાનો દાવો કરે છે અને પોતાને દેવીપુત્રો તરીકે ઓળખાવે છે. ચારણકુલો મધ્ય એશિયામાંથી સ્થળાંતર કરીને હિમાલયની પર્વતમાળામાં આવી વસેલાં. ત્યાંથી કાળક્રમે…

વધુ વાંચો >

ચાવડા, કિશનસિંહ ગોવિંદસિંહ

ચાવડા, કિશનસિંહ ગોવિંદસિંહ (જ. 17 નવેમ્બર 1904, વડોદરા; અ. 1 ડિસેમ્બર 1979, વડોદરા) : ગુજરાતી સાહિત્યકાર. જ્ઞાતિએ ક્ષત્રિય રાજપૂત. મૂળ વતન સૂરત જિલ્લામાં સચિન પાસેનું ભાંજ ગામ. શાળાનું શિક્ષણ વડોદરામાં; ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક; થોડોક સમય શાંતિનિકેતનમાં શિક્ષણ. આરંભમાં મુંબઈમાં ફેલોશિપ હાઈસ્કૂલમાં શિક્ષક. 1927–28માં પોંડિચરી આશ્રમમાં નિવાસ. 1948માં અમેરિકામાં પીટર્સબર્ગ કાર્નેગી…

વધુ વાંચો >