ગુજરાતી સાહિત્ય

અખાના છપ્પા

અખાના છપ્પા : છ-ચરણી (ક્વચિત્ આઠ ચરણ સુધી ખેંચાતી) ચોપાઈનો બંધ ધરાવતા અને વેશનિંદા, આભડછેટ, ગુરુ વગેરે 45 અંગોમાં વહેંચાઈને 755 જેટલી સંખ્યામાં મળતા અખા ભગતકૃત છપ્પા. એમાં વિધાયક તત્ત્વવિચારની સામગ્રી ભરપૂર છે, છતાં એની લોકપ્રિયતા વિશેષપણે એમાંનો નિષેધાત્મક ભાગ, જેમાં ધાર્મિક–સાંસારિક આચારવિચારોનાં દૂષણોનું વ્યંગપૂર્ણ નિરૂપણ મળે છે, તેને કારણે…

વધુ વાંચો >

અખેગીતા

અખેગીતા : ચાર કડવાં અને એક પદ એવા દશ એકમોનો સુઘડ રચનાબંધ ધરાવતી, ચોપાઈ અને પૂર્વછાયામાં રચાયેલી અખાની કૃતિ (ર. ઈ. 1649 / સં. 1705, ચૈત્ર સુદ 9, સોમવાર). અખાના તત્ત્વવિચારના સર્વ મહત્ત્વના અંશો તેમાં મનોરમ કાવ્યમયતાથી નિરૂપણ પામ્યા છે. તે અખાની પરિણત પ્રજ્ઞાનું ફળ ગણાય છે. તેમાંના વેદાંતિક તત્ત્વવિચારના…

વધુ વાંચો >

અખેપાતર

અખેપાતર (1999) : બિન્દુ ભટ્ટની બીજી નીવડેલી નવલકથા. અગાઉની ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’માં વિરૂપતા વચ્ચે સૌંદર્ય શોધતી સ્ત્રીની મનોસૃષ્ટિ શબ્દાકૃત થઈ હતી તો અહીં જીવનના અનેક ઝંઝાવાતોને અતિક્રમી અશ્રદ્ધાઓ વચ્ચે શ્રદ્ધા ઉપર આવી વિરમતી એક સ્ત્રીની વાસ્તવમઢી કથા છે. એ રીતે ‘અખેપાતર’ એક સ્ત્રીની, અક્ષયપાત્ર જેવી એક સ્ત્રીની, સંવેદનસૃષ્ટિને તાકે–તાગે છે.…

વધુ વાંચો >

અખો

અખો ( જ. આશરે 1600 જેતલપુર , જિ. અમદાવાદ ; અ. આશરે 1655 અમદાવાદ) જ્ઞાનમાર્ગી ગુજરાતી સંતકવિ. જ્ઞાતિએ સોની. ‘ગુરુશિષ્યસંવાદ’ની ઈ. સ. 1645માં અને ‘અખેગીતા’ની ઈ. સ. 1649માં રચના તથા ગુરુ ગોકુળનાથનું ઈ. સ. 1641માં અવસાન. આ પ્રમાણોને આધારે અખાનો કવનકાળ ઈ. સ. સત્તરમી સદીના પાંચમા દાયકા આસપાસનો અને જીવનકાળ…

વધુ વાંચો >

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ (1992) : મહાદેવભાઈ દેસાઈનું એમના સુપુત્ર નારાયણ દેસાઈ દ્વારા વિરચિત બૃહદ્ જીવનચરિત્ર. આ ચરિત્રમાં ગાંધીજીના ગણેશ અને હનુમાન લેખાતા મહાદેવભાઈની જન્મથી અવસાન પર્યંતની, 1892થી 1942 સુધીની, ભક્તિયોગ તથા કર્મયોગના ઉત્કૃષ્ટ સમન્વયરૂપ જીવનયાત્રાનું સ્મૃતિ, પ્રસ્તુતિ, પ્રીતિ, દ્યુતિ અને આહુતિ  – એવા 5 ખંડકોમાં, 44 પ્રકરણોમાં ચલચિત્રાત્મક રીતનું દસ્તાવેજી…

વધુ વાંચો >

અજબકુમારી

અજબકુમારી : ત્રિઅંકી ગુજરાતી નાટક. લે. મૂળશંકર મૂલાણી. રજૂઆત : શ્રી મુંબઈ ગુજરાતી નાટકમંડળી, 30-9-1889; પ્રકાશન; 1955. અજબકુમારી ચંદ્રાવતીના સેનાપતિ રણધીરને ચાહે છે. ચંદ્રાવતીની રાજકુંવરી ચંદ્રિકા પણ તેને ચાહે છે. રાણી ધારા રાજ્યલોભમાં તેને ચંદ્રાવતીના ગર્વિષ્ઠ રાજકુમાર અર્જુનદેવ સાથે પરણાવવા મથે છે. રાજા પુત્રીને લઈ જંગલમાં આવે છે. અર્જુનદેવ અને…

વધુ વાંચો >

અડાલજા, વર્ષા મહેન્દ્રભાઈ

અડાલજા, વર્ષા મહેન્દ્રભાઈ (જ. 10 એપ્રિલ 1940, મુંબઈ, વતન : જામનગર) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, નિબંધકાર. જાણીતા સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યનાં પુત્રી. મુંબઈ યુનિવર્સિટીમાંથી 1960માં ગુજરાતી  સંસ્કૃત સાથે બી.એ. 1962માં સમાજશાસ્ત્ર સાથે એમ.એ. 1962થી 1965 સુધી આકાશવાણી, મુંબઈમાં પ્રવક્તા. 1975થી 1978 દરમિયાન ‘સુધા’નાં તંત્રી તથા ‘ફેમિના’નાં સંપાદક. લેખનની શરૂઆત આકાશવાણીમાં…

વધુ વાંચો >

અણસાર

અણસાર (1992) : સમસ્યાપ્રધાન સામાજિક નવલકથા. ‘અણસાર’ નવલકથાનાં લેખિકા સામાજિક નવલકથાકાર તરીકે સુપ્રતિષ્ઠિત વર્ષા અડાલજા છે. સામાજિક નવલકથાઓ લખવા ઉપરાંત તેમણે કેટલીક વાર કોઈ ખાસ માનવીય સમસ્યાને કેન્દ્રમાં રાખીને પણ નવલકથાઓ લખી છે. ‘બંદીવાન’ એમની એક એ પ્રકારની નવલકથા છે, જેમાં તેમણે જેલમાં વર્ષોથી સજા વેઠી રહેલા કેદીઓની વેદનાને વાચા…

વધુ વાંચો >

અધ્વર્યુ ભૂપેશ ધીરુભાઈ

અધ્વર્યુ, ભૂપેશ ધીરુભાઈ (જ. 5 મે 1950, ગણદેવી, ચીખલી, જિ. વલસાડ; અ. 21 મે 1982, ગણદેવી, જિ. વલસાડ) : ગુજરાતી કવિ, વાર્તાકાર, વિવેચક. પિતા શિક્ષક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગણદેવીમાં અને કૉલેજશિક્ષણ બીલીમોરામાં. અમદાવાદમાંથી એમ.એ. થઈ મોડાસા આદિ કૉલેજોમાં ચારેક વર્ષ ગુજરાતીનું અધ્યાપન કર્યું, પણ શિક્ષણની ને આખા સમાજની વ્યવસ્થામાં વ્યક્તિના સ્વાતંત્ર્યને…

વધુ વાંચો >

અધ્વર્યુ વિનોદ બાપાલાલ

અધ્વર્યુ, વિનોદ બાપાલાલ (જ. 24 જાન્યુઆરી 1927, ડાકોર, જિ. ખેડા; અ. 24 નવેમ્બર, 2016, અમદાવાદ) : કવિ, નાટ્યકાર, વિવેચક અને સંપાદક. શિક્ષણ ડાકોરમાં મુંબઈની વિલ્સન કૉલેજમાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. (1947). ભારતીય વિદ્યાભવનમાંથી ગુજરાતી વિષય સાથે એમ.એ. ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એડ. ગુજરાતી ગદ્ય, તેમાંય નાટક તેમના રસનો વિષય છે. શરૂઆતમાં…

વધુ વાંચો >