ગુજરાતી સાહિત્ય

ખંડેરિયા, મનોજ વ્રજલાલ

ખંડેરિયા, મનોજ વ્રજલાલ (જ. 6 જુલાઈ 1943, જૂનાગઢ; અ. 27 ઑક્ટોબર 2003, જૂનાગઢ) : સાંપ્રત ગુજરાતી કવિ. તેમણે 1961માં જૂનાગઢ હાઈસ્કૂલમાંથી એસ.એસ.સી.ની અને 1965માં બહાઉદ્દીન કૉલેજમાંથી બી.એસસી.ની પરીક્ષા પસાર કરી હતી. જામનગરની એમ. પી. શાહ કૉમર્સ અને લૉ કૉલેજમાં 1965થી 1967 સુધી એલએલ.બી.નો અભ્યાસ કરેલો. 1968થી તેમણે જૂનાગઢમાં જ વકીલાતનો…

વધુ વાંચો >

ખંધડિયા, જદુરાય દુર્લભજી

ખંધડિયા, જદુરાય દુર્લભજી (જ. 16 મે 1899, રાજકોટ) : ગુજરાતના નોંધપાત્ર હાસ્યકાર. મૂળ વતન ભાવનગર. જાતે લોહાણા. માતાનું નામ કાશીબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભરૂચમાં લીધેલું. અભ્યાસ દરમિયાન ત્રણ વર્ષ સુધી સરકારી સ્કૉલરશિપ મેળવેલી. વધુ અભ્યાસ અર્થે વડોદરાના કલાભવનમાં જોડાયા. લંડન નૅશનલ યુનિયન ટીચર્સની પરીક્ષા કૉમર્સના વિષયો સાથે પાસ કરી.…

વધુ વાંચો >

ગદ્ય

ગદ્ય : ઊર્મિ, સંવેદના કે વિચારોને વ્યક્ત કરવા માટેનું માધ્યમ. ઊર્મિ કે સંવેદનાને વ્યક્ત કરવા માટેનું માધ્યમ પદ્ય અને વિચારને પ્રકટ કરવા માટેનું માધ્યમ ગદ્ય એવી સમજ વ્યાપકપણે પ્રવર્તે છે, પણ પદ્યની જેમ ગદ્ય પણ અનેકશ: પ્રયોજાતું રહ્યું છે. એનાં પ્રયોજનો પણ જુદાં જુદાં છે તો એનું રચન-સંરચન પણ કંઈક…

વધુ વાંચો >

ગદ્યકાવ્ય

ગદ્યકાવ્ય : અનિયત લયમાં રચાયેલું કાવ્ય. અંગ્રેજીમાં તેને ‘પ્રોઝ પોએમ’ કહે છે. ઉમાશંકર જોશી અનિયત લયમાં રચાયેલા ‘અછાંદસ’ કાવ્યથી ગદ્યકાવ્યનો ઢાળો કંઈક અલગ હોવાનું જણાવે છે. સંસ્કૃતમાં काव्यं गद्यं पद्यं च । – કાવ્ય ગદ્યમાં અને પદ્યમાં હોય એમ કહેવાયું છે; પણ પદ્ય-આધારિત કાવ્યને વિશ્વની બધી મોટી ભાષાઓમાં સૈકાઓનો ઇતિહાસ…

વધુ વાંચો >

ગાયકવાડ, બાપુસાહેબ

ગાયકવાડ, બાપુસાહેબ (જ. 1777, અ. 1843) : ‘બાપુસાહેબ’ અને શિષ્યોમાં ‘બાપુમહારાજ’ તરીકે ઓળખાયેલા વડોદરાના મરાઠી ભક્ત-કવિ. આ કવિએ જ્ઞાનમાર્ગી કવિતા લખી છે. બાળપણથી જ સંત-અનુરાગી રહેલા બાપુ પોતાની જમીનનો વહીવટ કરવા સાવલી પાસેના ગોઠડા ગામે ગયેલા ત્યારે ત્યાંના કવિ ધીરાના ઉપદેશથી મુમુક્ષુ બન્યા અને વડોદરા પાછા ફર્યા પછી કવિ નિરાંતનો…

વધુ વાંચો >

ગાંધી, ઇન્દુલાલ ફૂલચંદ

ગાંધી, ઇન્દુલાલ ફૂલચંદ (જ. 12 ડિસેમ્બર 1911, મકનસર, મોરબી; અ. 10 જાન્યુઆરી 1986, રાજકોટ) : ગુજરાતી કવિ, નાટ્યકાર અને વાર્તાકાર. તખલ્લુસ ‘શશીવદન મહેતા’ અને ‘પિનાકપાણિ’. માતાનું નામ ઝબકબાઈ. જાતે દશા શ્રીમાળી વણિક. 1932માં સૂર્યલક્ષ્મી સાથે લગ્ન. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં. પિતા વ્યવસાય અર્થે કરાંચી ગયા. ત્યાં ઇન્દુલાલે 1928થી 1947 સુધી પાનબીડીની…

વધુ વાંચો >

ગાંધી, ભોગીલાલ ચુનીલાલ ‘ઉપવાસી’

ગાંધી, ભોગીલાલ ચુનીલાલ ‘ઉપવાસી’ (જ. 26 જાન્યુઆરી 1911, મોડાસા; અ. 10 જૂન 2001, વડોદરા) : અગ્રણી સ્વાતંત્ર્યસેનાની. અમદાવાદ, મોડાસા, મુંબઈ તથા ભરૂચમાં શિક્ષણ લીધા બાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક (1930) થયા. સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય હોવાથી જેલવાસ વેઠ્યો જે દરમિયાન માર્કસવાદી સાહિત્યના સ્વાધ્યાયથી આકર્ષાયા અને કૉંગ્રેસ સમાજવાદી પક્ષ મારફતે અંતે સામ્યવાદી પક્ષમાં…

વધુ વાંચો >

ગાંધી, રંભાબહેન મનમોહન

ગાંધી, રંભાબહેન મનમોહન (જ. 27 એપ્રિલ 1911, સરવાળ, તાલુકો ધંધૂકા; અ. 29 માર્ચ 1986) : ગુજરાતી નાટ્યકાર, ગીતલેખક, નિબંધકાર, વાર્તાકાર, અનુવાદક અને હાસ્યલેખક. 1926માં મનમોહન ગાંધી સાથે લગ્ન કર્યાં. 1937માં અર્થશાસ્ત્ર અને માનસશાસ્ત્ર સાથે કર્વે યુનિવર્સિટીની બી.એ.ની ડિગ્રી મેળવી. રાષ્ટ્રભાષામાં કોવિદ થયેલાં. અંગ્રેજી, બંગાળી, મરાઠી અને હિંદીનાં જ્ઞાતા. 1949થી 1953…

વધુ વાંચો >

ગીતકાવ્ય

ગીતકાવ્ય : ગાનશાસ્ત્રના નિયત કરેલા સાત સ્વરોમાં નિશ્ચિત થયેલા તાલોથી ગવાતી પદ્યબદ્ધ રચનાઓ. આનો આરંભ ભારતીય ઉપખંડમાં વેદકાલ જેટલો જૂનો છે. નાના કે મોટા યજ્ઞો થતા ત્યારે રાત્રિના સમયે થાકેલા મગજને આનંદ આપવા નાટ્યરચનાઓ અને ગાનરચનાઓ અસ્તિત્વમાં આવી હતી. યમ અને યમી તથા પુરૂરવા અને ઉર્વશીને લગતાં સૂક્તોમાં નાટ્યરચનાઓનાં બીજ…

વધુ વાંચો >

ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)

ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…

વધુ વાંચો >