ગુજરાતી સાહિત્ય

કોટક – વજુ

કોટક, વજુ (જ. 30 જાન્યુઆરી 1915, રાજકોટ; અ. 29 નવેમ્બર 1959, મુંબઈ) : ફેલાવાની ર્દષ્ટિએ ગુજરાતના પ્રથમ નંબરના અને ભારતના ચોથા નંબરના સાપ્તાહિક ‘ચિત્રલેખા’ના સ્થાપક તથા તંત્રી. પત્રકાર, નવલકથાકાર, વાર્તાકાર અને ગદ્યકાર. તેઓ 1937માં અમદાવાદમાં આવ્યા અને 1939થી મુંબઈમાં સ્થાયી થયા. આર્ટ્સના પ્રથમ વર્ષ સુધી જ શિક્ષણ પામેલા. શૈશવથી તેમને…

વધુ વાંચો >

કોઠારી – જયંત

કોઠારી, જયંત (જ. 28 જાન્યુઆરી 1930, રાજકોટ; અ. 1 એપ્રિલ 2001, અમદાવાદ) : ગુજરાતી ભાષા-સાહિત્યના સંશોધક અને વિવેચક. પિતા : સુખલાલ; માતાનું નામ ઝબક. જ્ઞાતિએ દશા શ્રીમાળી વણિક અને ધર્મે સ્થાનકવાસી જૈન. 1956માં મંગળાબહેન સાથે લગ્ન. 1948માં મૅટ્રિક પાસ કર્યા પછી વતન રાજકોટમાં કટલરીની દુકાન કરેલી અને રેલવે ક્લેઇમ એજન્ટ…

વધુ વાંચો >

કોઠારી – ભાઈલાલ પ્ર.

કોઠારી, ભાઈલાલ પ્ર. (જ. 15 જુલાઈ 1905, બરકાલ; અ. 14 જુલાઈ 1983, વડોદરા) : ગુજરાતના એક સન્નિષ્ઠ અધ્યાપક અને લેખક. પિતા પ્રભાશંકર ને માતા ચંચળબા. બાલ્યાવસ્થાથી જ પિતાનું છત્ર ગુમાવી બેઠેલા ભાઈલાલભાઈ, માતાની હૂંફ અને પ્રેરણાથી વડોદરાની સયાજી હાઈસ્કૂલમાં અભ્યાસ કરી મૅટ્રિક થયા ને કુટુંબને આર્થિક ટેકા માટે ઑક્ટ્રૉય ક્લાર્કની…

વધુ વાંચો >

કોડિયાં

કોડિયાં (1934) : ગુજરાતી કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી(1911-1960)નો પ્રથમ કાવ્યસંગ્રહ. એમાં ગીતો, સૉનેટ અને કથામૂલક દીર્ઘ રચનાઓ છે. આ સંગ્રહ દ્વારા એક અત્યંત આશાસ્પદ ઊર્મિકવિ તરીકે શ્રીધરાણી બહાર આવ્યા. એમની કવિતાની સૌંદર્યાભિમુખતાએ વિવેચકો અને કાવ્યરસિકોનું ધ્યાન ખેંચ્યું. એમની ગણના ગાંધીવિચારધારાના સુન્દરમ્, ઉમાશંકર જોશી અને ‘સ્નેહરશ્મિ’ વગેરે કવિઓની સાથે થવા લાગી. એ…

વધુ વાંચો >

કોલક (મગનભાઈ લાલભાઈ દેસાઈ)

કોલક (મગનભાઈ લાલભાઈ દેસાઈ) (જ. 30 મે 1914, સોનવાડા) : ગુજરાતી કવિ અને નવલકથાકાર. વતન ટુકવાડા. જાતે અનાવિલ બ્રાહ્મણ. માતા તાપીબહેન. લગ્ન 1929માં. પત્નીનું નામ મણિબહેન. મુંબઈની કબીબાઈ હાઈસ્કૂલમાંથી 1933માં મૅટ્રિક. કૉલેજમાં અભ્યાસ એક જ વર્ષ કરેલો. વૅન્ગાર્ડ સ્ટુડિયોના જાહેરખબર વિભાગમાં કામ કરેલું. દર્શનિકા, ઇનમેમૉરિયમ, મેઘદૂત અને ગાંધીજીની આત્મકથા જેવાં…

વધુ વાંચો >

ક્લાન્ત કવિ

ક્લાન્ત કવિ : એ નામનો ગુજરાતી કાવ્યસંગ્રહ. તેના કવિ બાળાશંકર ઉલ્લાસરામ કંથારિયા છે. ‘ક્લાન્ત કવિ’ તેમનું તખલ્લુસ પણ હતું. અર્વાચીન કવિતા સાહિત્યના ઇતિહાસમાં 1885માં પ્રગટ થયેલ આ ખંડકાવ્ય ‘ક્લાન્ત કવિ’નું મહત્વ ઐતિહાસિક તેમજ કાવ્યગુણની ર્દષ્ટિએ નોંધપાત્ર છે. 1898ના એપ્રિલમાં બાળાશંકરનું અવસાન થયું એ પછી 1942 સુધીમાં મણિલાલ દ્વિવેદી, કલાપી, પ્રો.…

વધુ વાંચો >

ક્ષિતિજ (સામયિક)

ક્ષિતિજ (સામયિક) : ગુજરાતી સાહિત્યની ક્ષિતિજો વિસ્તારવાની નેમવાળું માસિકપત્ર. તેની શરૂઆત જુલાઈ, 1959માં થઈ હતી અને તેનો છેલ્લો અંક ફેબ્રુઆરી, 1967માં બહાર પડ્યો હતો. આરંભનાં બે વર્ષોમાં સંપાદક તરીકે પ્રબોધ ચોકસી હતા અને જુલાઈ, 1961થી સુરેશ જોષી પણ સંપાદક તરીકે જોડાયા હતા. પહેલા વર્ષે આ સામયિક ભૂદાન તથા સર્વોદયની વિચારણા…

વધુ વાંચો >

ખત્રી, જયંત હીરજી

ખત્રી, જયંત હીરજી [જ. 24 સપ્ટેમ્બર 1909, મુન્દ્રા (કચ્છ); અ. 6 જૂન 1968, માંડવી (કચ્છ)] : આધુનિક વાર્તાકાર. એમણે પ્રાથમિક શિક્ષણ ભુજમાં અને માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં લીધું હતું. 1928માં મૅટ્રિક થયા બાદ ઉચ્ચ શિક્ષણ મુંબઈની નૅશનલ મેડિકલ કૉલેજમાં લઈને 1935માં એલ.સી.પી.એસ. થઈને દાક્તરી વ્યવસાયનો પ્રારંભ કર્યો. પ્રારંભનાં…

વધુ વાંચો >

ખબરદાર, અરદેશર ફરામજી

ખબરદાર, અરદેશર ફરામજી (જ. 6 નવેમ્બર 1881, દમણ; અ. 30 જુલાઈ 1953, ચેન્નાઈ) : ગુજરાતના એક અગ્રગણ્ય કવિ. માતાનું નામ શિરીનબાઈ. મૂળ અટક હિંગવાળા પછી પોસ્ટવાળા અને છેલ્લે ખબરદાર. પાંચ વર્ષની વયે પિતાનું અવસાન થતાં માતા, દાદી અને પિતામહ દ્વારા ઉછેર. પ્રાથમિક શિક્ષણ દમણમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં.…

વધુ વાંચો >

ખંડકાવ્ય

ખંડકાવ્ય : સંસ્કૃત સાહિત્યની કાવ્યસંજ્ઞા. વિશ્વનાથે ‘સાહિત્યદર્પણ’માં खण्डकाव्यं भवेत्काव्यस्यैकदेशानुसारि च એવી એની વ્યાખ્યા આપી છે અને એના ર્દષ્ટાન્ત તરીકે ‘મેઘદૂત’નું નામ આપવામાં આવ્યું છે. એમાં વિરહી યક્ષના જીવનખંડને કાવ્યાત્મક વર્ણનસમૃદ્ધિ અને રમણીય ભાવનિરૂપણથી ઉઠાવ આપવામાં આવ્યો છે. એટલે ‘એકદેશ’ દ્વારા સમગ્ર જીવન નહિ, પરંતુ જીવનનો એક ખંડ, એક અંશ એમાં…

વધુ વાંચો >