ગિરીશભાઈ પંડ્યા
માટી-નિક્ષેપો
માટી-નિક્ષેપો (Clay-deposits) : મૃદખનિજ-બંધારણવાળા નિક્ષેપો. ભૂપૃષ્ઠ પર અસ્તિત્વ ધરાવતા સિલિકેટ-ખડકોનું ચોક્કસ પ્રકારની આબોહવાના સંજોગો હેઠળ વિઘટન થવાથી પરિવર્તન થાય છે અને અવશિષ્ટ નિક્ષેપો તૈયાર થાય છે. ક્યારેક કેટલાક નિક્ષેપો ઉષ્ણજળજન્ય પ્રક્રિયાથી પણ બને છે. આ નિક્ષેપોમાં રહેલાં ખનિજોનાં કણકદ 0.01 મિમી.થી 0.004 મિમી. કે તેથી પણ ઓછાં હોય છે. તે…
વધુ વાંચો >માડાગાસ્કર
માડાગાસ્કર : આફ્રિકા ખંડનો એક દેશ. આફ્રિકા ખંડના પૂર્વ કિનારા નજીક મોઝામ્બિકની ખાડીથી અલગ પડતો હિન્દી મહાસાગરમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે લગભગ 12°થી 26° દ. અ. અને 43° થી 50° 30´ પૂ. રે. વચ્ચેના 5,87,041 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે એક વિશાળ ટાપુથી તેમજ નજીક આવેલા…
વધુ વાંચો >માણેક (Ruby)
માણેક (Ruby) : કોરંડમ(Al2O3)નો લાલ રંગનો રત્ન-પ્રકાર. તેની રાતા રંગની ઉત્તમ પારદર્શક જાત મૂલ્યવાન રત્ન તરીકે ઓળખાય છે. તેમાં પણ મધ્યમથી ઘેરી ઝાંયવાળી લાલ રંગની જાતથી માંડીને જાંબલી-લાલ કે કેસરી-લાલ જાતને જ માણેક ગણાવાય છે. આછી લાલ, લાલ-ગુલાબી કે અન્ય રંગોવાળી જાત નીલમ તરીકે ઓળખાય છે. વાસ્તવમાં આ બંને કોરંડમના…
વધુ વાંચો >માથેરાન
માથેરાન : મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ નજીક આવેલું ગિરિમથક. તે રાયગડ જિલ્લાના કરજત તાલુકામાં આવેલું છે. ભૌગોલિક સ્થાન : આશરે 19° 10´ ઉ. અ. અને 73° 10´ પૂ. રે. આ ગિરિમથક મુંબઈથી પૂર્વમાં મુંબઈ-પુણે માર્ગ પર આશરે 50 કિમી.ને અંતરે નેરળ નજીક આવેલું છે. નેરળથી તે 21 કિમી. દૂર છે. સમુદ્રસપાટીથી…
વધુ વાંચો >માધેપુરા
માધેપુરા : બિહાર રાજ્યના ઈશાન વિસ્તારમાં કોસી વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. સ્થાન, સીમા, વિસ્તાર : તે 25° 55´ ઉ. અ. અને 86° 47´ પૂ. રે. આજુબાજુનો 1,788 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં સુપૌલ, ઈશાનમાં અરેડિયા, પૂર્વમાં પૂર્ણિયા, દક્ષિણમાં ભાગલપુર, નૈર્ઋત્યમાં ખગારિયા તથા…
વધુ વાંચો >માનવ : ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ
માનવ : ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ માનવોની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિનો કાળ. માનવોની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિના આ કાળને સામાન્ય સમજ માટે વ. પૂ. 50 લાખ ± વર્ષથી 1 કરોડ ± વર્ષના ગાળા દરમિયાન કોઈક કક્ષાએ શરૂ થયેલો ગણાવી શકાય. પ્રાગ્-ઐતિહાસિક કાળ અગાઉના બધા જ માનવ-જીવાવશેષો (હાડપિંજર સ્વરૂપે આખા હોય કે તેના ભાગરૂપ હોય, અસ્થિઓનું…
વધુ વાંચો >માનસરોવર
માનસરોવર : હિમાલયમાં કૈલાસ હારમાળાની દક્ષિણે આશરે 30 કિમી. અંતરે આવેલું મીઠા પાણીનું સરોવર. ભૌગોલિક સ્થાન : 30° 40´ ઉ. અ. અને 81° 30´ પૂ. રે. તે ચીન હસ્તક રહેલા તિબેટના નૈર્ઋત્ય ભાગમાં અને નેપાળથી વાયવ્ય દિશામાં આવેલું છે. તેની ઉત્તરે કૈલાસ પર્વત, દક્ષિણે ગુર્લા માધાંતા પર્વત તથા પશ્ચિમે રાક્સતાલ…
વધુ વાંચો >માનાગુઆ
માનાગુઆ : મધ્ય અમેરિકાનો પ્રાદેશિક વિસ્તાર તથા નિકારાગુઆ દેશનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 12° 10´ ઉ. અ. અને 86° 25´ પ. રે. માનાગુઆ પ્રદેશ નૈર્ઋત્ય નિકારાગુઆનો 3,597 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની નૈર્ઋત્યમાં પૅસિફિક મહાસાગર આવેલો છે. આ પ્રદેશનું મહત્વનું ભૂપૃષ્ઠ-લક્ષણ તેની વચ્ચે આવેલું માનાગુઆ સરોવર છે. આ…
વધુ વાંચો >માનાગુઆ સરોવર
માનાગુઆ સરોવર : પશ્ચિમ નિકારાગુઆમાં લિયૉન અને માનાગુઆ વચ્ચે આવેલું સરોવર. સ્થાનિક નામ લાગો દ માનાગુઆ. ભૌગોલિક સ્થાન : 12° 10´ ઉ. અ. અને 86° 25´ પ. રે. આ સરોવર ફાટખીણ સ્વરૂપનું છે. 39 મીટરની ઊંચાઈ પર રહેલું આ સરોવર આશરે 10 મીટરની ઊંડાઈવાળું, 58 કિમી. પૂર્વ-પશ્ચિમ લંબાઈવાળું અને 25…
વધુ વાંચો >માન્ચેસ્ટર
માન્ચેસ્ટર : ઇંગ્લૅન્ડના વાયવ્ય ભાગમાં આવેલું પરગણું (county) અને શહેર. ભૌગોલિક સ્થાન : 53° 30´ ઉ. અ. અને 2° 15´ પ. રે. તે આટલાંટિક મહાસાગરના ફાંટા આયરિશ સમુદ્રથી પૂર્વ તરફ આશરે 55 કિમી. અંતરે અરવેલ નદી પર આવેલું છે. પરગણાનો સમગ્ર વિસ્તાર ઔદ્યોગિક શહેર માન્ચેસ્ટરને કેન્દ્રમાં રાખીને પથરાયેલો છે. આજે…
વધુ વાંચો >