ગિરીશભાઈ પંડ્યા
બલિયા
બલિયા : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા પર બિહારની સરહદ નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 33´થી 26° 11´ ઉ. અ. અને 83° 38´થી 84° 39´ પૂ. રે. વચ્ચેનો 2,988 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે દેવરિયા જિલ્લો, ઈશાન, પૂર્વ અને…
વધુ વાંચો >બલૂચિથેરિયમ
બલૂચિથેરિયમ : એકી આંગળાંવાળું તૃણભક્ષી વિલુપ્ત પ્રાણી. તે અંતિમ ઑલિગોસીન અને પ્રારંભિક માયોસીન કાળમાં અસ્તિત્વ ધરાવતું હતું. તેના જીવાવશેષો એશિયાઈ ખડકસ્તરોમાંથી મળી આવે છે. તે વર્તમાન પૂર્વે 2.6 કરોડ વર્ષ અગાઉ વિલુપ્તિ પામ્યું છે. આ પ્રાણીને આજના ગેંડા સાથે સરખાવી શકાય; પરંતુ તે શિંગડા વગરનું હતું. તે તત્કાલીન ભૂમિ પર…
વધુ વાંચો >બવેરિયા
બવેરિયા : દક્ષિણ જર્મનીના અગ્નિકોણમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 49° 0´ ઉ. અ. અને 12° 0´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલું છે. તેનો વિસ્તાર 70,456 ચોકિમી. જેટલો છે અને વસ્તી આશરે 1,08,31,400 (1991) જેટલી છે. રાજ્યનો મોટો ભાગ પર્વતોથી ઘેરાયેલો છે. દક્ષિણ બવેરિયામાં બવેરિયન આલ્પ્સ ઑસ્ટ્રિયાની સરહદ પર તિરોલીઝ…
વધુ વાંચો >બસરા
બસરા : ‘અલ બસરા’ નામથી ઓળખાતું ઇરાકનું બીજા ક્રમે આવતું મોટામાં મોટું શહેર તેમજ મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 30° 25´ ઉ. અ. અને 47° 35´ પૂ. રે. તે ઈરાની અખાતના કિનારેથી આશરે 130 કિમી.ને અંતરે વહેતી શત-અલ-અરબ નદીને પશ્ચિમ કિનારે નજીકમાં વસેલું છે. શત-અલ-અરબ નદી ટાઇગ્રિસ અને યુફ્રેટીસ નદીઓ…
વધુ વાંચો >બસીરહાટ
બસીરહાટ : પશ્ચિમ બંગાળ રાજ્યના ‘ચોવીસ પરગણાં’ જિલ્લાનો તાલુકો, તાલુકામથક તથા જિલ્લાના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલું તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : તે લગભગ 22° 40´ ઉ. અ. અને 88° 50´ પૂ. રે. પર પશ્ચિમ બંગાળમાં વહેતી જમુના નદીના ઉપરવાસમાં આવેલી ઇચ્છામતી નદીના દક્ષિણ કાંઠા નજીકના ભાગમાં વસેલું છે.…
વધુ વાંચો >બસ્તી
બસ્તી (જિલ્લો) : ઉત્તરપ્રદેશ રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26 23´ ઉ. અ.થી 27 30´ ઉ. અ. તેમજ 82 17´ પૂ. રે.થી 83 20´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની મહત્તમ ઉત્તર-દક્ષિણ લંબાઈ 75 કિમી. અને પહોળાઈ પૂર્વ-પશ્ચિમ 70 કિમી. છે. આ જિલ્લાની પૂર્વે…
વધુ વાંચો >બહરાઇચ
બહરાઇચ : ઉત્તરપ્રદેશ રાજ્યનો વિસ્તારની દૃષ્ટિએ ચોથા ક્રમે આવતો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 27 58´ ઉ. અ. અને 81 59´ પૂ. રે. પર આવેલો છે. તેમજ ઘાઘરા અને સરયૂ નદી વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે નેપાળ દેશની સીમા (નેપાળની સીમા સાથે જોડાયેલો છેલ્લો…
વધુ વાંચો >બહિર્ભૂત અગ્નિકૃત ખડકો
બહિર્ભૂત અગ્નિકૃત ખડકો : પૃથ્વીની સપાટી પર લાવામાંથી તૈયાર થતા અગ્નિકૃત ખડકો. પૃથ્વીના પોપડાના 10 કિમી.થી 100 કિમી. વચ્ચેની ઊંડાઈના વિભાગમાં અસ્તિત્વ ધરાવતા કોઈ પણ પ્રકારના બંધારણવાળા ખડકો જો પેટાળના 800°થી 1200° સે. તાપમાને પીગળી જાય તો તેમાંથી તૈયાર થતા ભૂરસને મૅગ્મા કહે છે. આ મૅગ્મા જો સંજોગોવશાત્ પોપડાના અંદરના…
વધુ વાંચો >બહુચરાજી
બહુચરાજી : ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું પ્રસિદ્ધ તીર્થસ્થાન અને શક્તિપીઠ. બહુચરાજી ગુજરાતના ચુંવાળ પ્રદેશનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. ભૌગોલિક સ્થાન : 23° 30´ ઉ. અ. અને 72° 03´ પૂ. રે. તે કડી–ચાણસ્મા રેલમાર્ગ પર આવેલું રેલમથક પણ છે. ઇતિહાસ : આજના યાત્રાધામ બહુચરાજીથી એક કિમી. દૂર બેચર…
વધુ વાંચો >બહેરિન
બહેરિન : અરબસ્તાન અને ઈરાન વચ્ચે ઈરાનના અખાતમાં આવેલો ટાપુ-દેશ. ભૌગોલિક સ્થાન : તે 26° ઉ. અ. અને 50° 30´ પૂ. રે.ની આજુબાજુનો ટાપુ-વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ તરફ ઈરાની અખાત તથા પશ્ચિમ તરફ બહેરિનનો અખાત આવેલા છે. આ આરબ ભૂમિ પરના 30થી વધુ ટાપુઓનો ઘણોખરો ભાગ ઉજ્જડ રણથી…
વધુ વાંચો >