ગિરીશભાઈ પંડ્યા
ઝૂલતી ખીણ
ઝૂલતી ખીણ (hanging valley) : નદીસંગમવાળી મુખ્ય ખીણ સાથે આવેલી શાખાનદીની ઊંચા તળવાળી ખીણ. શાખાનદીનો મુખ્ય નદી સાથે થતો સંગમ મોટેભાગે સમતલ સપાટી પર થતો હોય છે, પરંતુ જ્યારે મુખ્ય નદી કે હિમનદીના ખીણતળ કરતાં શાખાનદીનું ખીણતળ પ્રમાણમાં ઊંચાઈ પર રહેલું હોય અને ત્યાંથી તેનું પાણી કે હિમજથ્થો મુખ્ય ખીણમાં…
વધુ વાંચો >ઝોઇસાઇટ
ઝોઇસાઇટ : એપિડોટ સમૂહનું ખનિજ. ક્લાઇનોઝોઇસાઇટનું દ્વિરૂપ ખનિજ. થુલાઇટ અને ટાન્ઝાનાઇટ – એ તેના બે પ્રકારો છે. રાસા. બં. : Ca2Al3Si3O12OH; સ્ફ. વ. : ઑર્થોરૉમ્બિક; સ્ફ. સ્વ. : સ્ફટિકો પ્રિઝમ આકારના; ફલકો ક્યારેક અંકિત રેખાંકનોવાળા; પરંતુ સામાન્યત: જથ્થામય, ઘનિષ્ઠથી સ્તંભાકાર; પારદર્શકથી પારભાસક; પ્રકા. અચ. : α = 1·685થી 1·705, β…
વધુ વાંચો >ઝ્યુગેન
ઝ્યુગેન : પાષાણટોપ અથવા પાષાણસ્તંભ. આ પ્રકારના ટોપનો નીચેથી ઉપર તરફનો ભાગ નરમ ખડકવાળો હોય અને ઉપર તરફનો આચ્છાદિત ભાગ સખત ખડકથી બનેલો હોય ત્યારે તેમની ઓછીવત્તી સખતાઈને કારણે ઉપરનું આવરણ ઓછું ઘસાય છે અને નીચેનો ભાગ ઝડપથી ઘસાઈ કે કોતરાઈ જવાથી અંદર તરફનો ઢોળાવ રચાય છે; પરિણામે બિલાડીના ટોપ…
વધુ વાંચો >ટપકાંદાર સંરચના
ટપકાંદાર સંરચના (variolitic structure) : ખડકોમાં વિવિધ ગોળાઈનાં ટપકાં સ્વરૂપે જોવા મળતાં ખનિજોથી તૈયાર થતી સંરચના. (અ) સ્ફેર્યુલિટિક સંરચના, (આ) જ્વાળામુખીજન્ય કાચમાં સ્ફેર્યુલાઇટ (ટપકાં), (ઇ) સ્ફેર્યુલાઇટ, મહાસ્ફટિકો અને સૂક્ષ્મસ્ફટિકો તેમજ સ્ફટિક-કણિકાઓની હાર દર્શાવતી સંરચના ટૅકીલાઇટ જેવા કાચમય બંધારણવાળા બેઝિક અગ્નિકૃત ખડકોમાં જોવા મળતી સ્ફેર્યુલિટિક સંરચનાનો એક વિશિષ્ટ પેટાપ્રકાર. ડાઇક અને…
વધુ વાંચો >ટફ
ટફ (tuff) : જ્વાળામુખી–પ્રસ્ફુટન દ્વારા સીધેસીધી ઉદભવેલી, ઘણુંખરું 4 મિમી.થી નાના કદવાળા ટુકડાઓથી બનેલી, પરંતુ જમાવટ પામેલી જ્વાળામુખી ભસ્મ. મોટાભાગના ટુકડાઓ, કણિકાઓથી, સ્ફટિકો કે ખડકોના સૂક્ષ્મ વિભાજનથી બનેલા હોય છે, તેમ છતાં કેટલુંક દ્રવ્ય પ્રવાહી લાવાના પરપોટા રૂપે નીકળી ઝડપથી ઠરી જઈ, જ્વાળામુખી કાચના રૂપમાં જમાવટ પામતું હોય છે. ઊંડાઈએથી…
વધુ વાંચો >ટર્ક્વૉઇઝ
ટર્ક્વૉઇઝ : ઍલ્યુમિનિયમ અને તાંબાનું જલીય ફૉસ્ફેટ બંધારણ ધરાવતું ખનિજ. રાસા. બં. CuAl6(PO4)4(OH)84–5H2O; સ્ફ. વ. ટ્રાયક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો વિરલ, નાના, ટૂંકા પ્રિઝમૅટિક. મોટેભાગે દળદાર, ઘનિષ્ઠ; સૂક્ષ્મ સ્ફટિકમયથી સૂક્ષ્મદાણાદાર; કાંકરીમય, અધોગામી સ્તંભના સ્વરૂપે. નાનકડી શિરાઓ કે પોપડીના સ્વરૂપે. મંદ પારભાસકથી અપારદર્શક; સ્ફટિકો પારદર્શક; સંભેદ : (001) પૂર્ણ, (010) મધ્યમ;…
વધુ વાંચો >ટંકણખાર (borax) (ભૂસ્તર)
ટંકણખાર (borax) (ભૂસ્તર) : રાસા. બં. : Na2B4O7·10H2O અથવા Na2O2B2O3·10H2O. સ્ફ. વર્ગ : મૉનોક્લિનિક. સ્ફ.સ્વ. : ટૂંકા પ્રિઝમ સ્વરૂપોમાં; (100) ફલકોવાળા મેજઆકાર સ્વરૂપોમાં; દળદાર હોય ત્યારે ઘનિષ્ઠ; સ્ફટિકોની યુગ્મતા (100) ફલક પર, પરંતુ વિરલ. સ્ફટિકો પારદર્શકથી અપારદર્શક. ક. : 2 થી 2·5; વિ.ઘ. : 1·70થી 1·715 ± 0·005. ચ. : કાચમય,…
વધુ વાંચો >ટિગ્મૅટિક ગેડીકરણ
ટિગ્મૅટિક ગેડીકરણ : કરચલીયુક્ત શિરા કે ખડકદ્રવ્યથી ઉદભવતી ગેડરચના. મૂળ ગ્રીક શબ્દ ‘ટિગ્મા’ અર્થાત્ કરચલીવાળો પદાર્થ. મિગ્મેટાઇટ ખડકમાં સામાન્યત: જોવા મળતા પ્રવાહવત્ ગેડીકરણના પ્રકાર માટે સર્વપ્રથમ આ શબ્દ વપરાયેલો, હવે આ પર્યાય ઉગ્ર વિકૃતિ ધરાવતા પ્રદેશોમાં તેમજ ગ્રૅનાઇટની ઉત્પત્તિવાળા વિસ્તારોમાં જોવા મળતી વધુ પડતી વળાંકવાળી ક્વાટર્ઝ-ફેલ્સ્પારયુક્ત શિરાઓ માટે પણ ઉપયોગમાં…
વધુ વાંચો >ટિલ (ટિલાઇટ)
ટિલ (ટિલાઇટ) : હિમનદીના વહેણ વડે તળખડકોને લાગતા ઘસારાને કારણે બરફ ઓગળે તે સ્થળે જમા થતો સ્તરબદ્ધતાવિહીન નિક્ષેપ. તેને ગોળાશ્મ મૃત્તિકા (ગોલકમૃદ-boulder clay)પણ કહે છે. સંશ્લેષિત ટિલથી ઉદભવતો ઘનિષ્ઠ જળકૃત ખડક તે ટિલાઇટ. તળખડકોના પ્રકાર તેમજ હિમનદીથી થતા ઘસારા પ્રમાણે ટિલની કણરચના ચૂર્ણ જેવા અતિસૂક્ષ્મ દ્રવ્યથી માંડીને ભિન્ન ભિન્ન પરિમાણવાળા…
વધુ વાંચો >ટુર્મેલીન
ટુર્મેલીન : રાસા. બં. : આલ્કલી તેમજ લોહ-મૅગ્નેશિયમ સહિતનું ઍલ્યુમિનિયમનું જટિલ બોરોસિલિકેટ. તેની ઉત્પત્તિ-સ્થિતિ મુજબ તેમાં Na, Ca, Fe, Mg, Li વગેરેનું પ્રમાણ જુદું જુદું હોય છે. આ કારણે તેનું સામાન્ય સૂત્ર આ પ્રમાણે મુકાય છે : XY3 B3 (AlFe3+)6 Si6O27 (OH · F)4, જેમાં X = Na, Ca; Y =…
વધુ વાંચો >