ટપકાંદાર સંરચના (variolitic structure) : ખડકોમાં વિવિધ ગોળાઈનાં ટપકાં સ્વરૂપે જોવા મળતાં ખનિજોથી તૈયાર થતી સંરચના.

ટપકાંદાર સંરચના (અ) સ્ફેર્યુલિટિક સંરચના, (આ) જ્વાળામુખીજન્ય કાચમાં સ્ફેર્યુલાઇટ (ટપકાં), (ઇ) સ્ફેર્યુલાઇટ, મહાસ્ફટિકો અને સૂક્ષ્મસ્ફટિકો તેમજ સ્ફટિક-કણિકાઓની હાર દર્શાવતી સંરચના

(અ) સ્ફેર્યુલિટિક સંરચના, (આ) જ્વાળામુખીજન્ય કાચમાં સ્ફેર્યુલાઇટ (ટપકાં), (ઇ) સ્ફેર્યુલાઇટ, મહાસ્ફટિકો અને સૂક્ષ્મસ્ફટિકો તેમજ સ્ફટિક-કણિકાઓની હાર દર્શાવતી સંરચના

ટૅકીલાઇટ જેવા કાચમય બંધારણવાળા બેઝિક અગ્નિકૃત ખડકોમાં જોવા મળતી સ્ફેર્યુલિટિક સંરચનાનો એક વિશિષ્ટ પેટાપ્રકાર. ડાઇક અને સિલ જેવાં અંતર્ભેદનોની તાત્કાલિક ઠરી જતી બાહ્ય બાજુઓ કે કિનારીઓ પર તે બહુધા મળી આવે છે. આ જાતની સંરચના વિશેષે કરીને સિલિકા-સમૃદ્ધ લાવાપ્રવાહોથી બનેલા કાચમય દ્રવ્યજથ્થામાં કે ઑબ્સિડિયનમાં પણ નજરે પડે છે. ત્વરિત ઘનીભૂત ર્દઢ કાચમાં જડાયેલાં ઘનગોળાકાર કે કોઈ પણ ગોળાઈના આકારવાળાં ખનિજસ્વરૂપો વિકેન્દ્રિત સ્થિતિમાં ગોઠવાયેલાં હોય ત્યારે દેખાતી સંરચના સ્ફેર્યુલિટિક – ટપકાંદાર સંરચના કહેવાય છે.

ગિરીશભાઈ પંડ્યા