ગિરીશભાઈ પંડ્યા
જાલિકા જળપરિવાહ (reticulate drainage)
જાલિકા જળપરિવાહ (reticulate drainage) : બધી જ દિશાઓમાંથી વહેતી આવતી, અનિયમિત વળાંકોમાં વહેંચાયેલી અનેક શાખાનદીઓ જ્યારે મુખ્ય નદીને સંગમસ્થાનભેદે, જુદા જુદા ખૂણે મળે ત્યારે રચાતો જળપરિવાહ જાલિકા જળપરિવાહ કહેવાય છે. આ જળપરિવાહ જાળ જેવો અથવા વૃક્ષની અનેક શાખાઓ જેવો લાક્ષણિક આકાર દર્શાવતો હોવાથી આ પ્રમાણેનું નામ આપેલું છે. ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >જાલોન (Jalaun)
જાલોન (Jalaun) : ઉત્તર પ્રદેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન તે 26° 09’ ઉત્તર અક્ષાંશ અને 79° 21’ પૂર્વ રેખાંશની આજુબાજુનો 4565 ચોકિમી. જેટલો (પૂર્વ પશ્ચિમ 93 કિમી લંબાઈ અને ઉત્તર-દક્ષિણ 68 કિમી. પહોળાઈ) વિસ્તાર આવરી લે છે. જિલ્લાનું નામ જિલ્લા મથક જાલોન પરથી પડેલું છે. જિલ્લા મથક જાલોન…
વધુ વાંચો >જાસ્પર
જાસ્પર : દળદાર, સૂક્ષ્મ દાણાદાર ક્વાર્ટ્ઝનો અશુદ્ધ, અપારદર્શક પ્રકાર, જે સામાન્ય રીતે નળિયા જેવા રાતા, ઘેરા કથ્થાઈ રાતા કે પીળાશ પડતા કથ્થાઈ રંગમાં મળે છે. રાતા રંગવાળું જાસ્પર તેમાં સૂક્ષ્મ રીતે ફેલાયેલા હેમેટાઇટના સંમિશ્રણને કારણે, જ્યારે કથ્થાઈ જાસ્પર સૂક્ષ્મ રીતે ફેલાયેલા ગોઇથાઇટને કારણે તૈયાર થતું હોય છે. પ્રાચીન કાળથી અલંકારોમાં…
વધુ વાંચો >જીઓડ
જીઓડ : ગોળાકાર કે અનિયમિત, આંતરપોલાણધારક પાષાણ, જેની અંદરની દીવાલો નાના, અણીદાર કે દ્રાક્ષનાં ઝૂમખાં જેવા સ્ફટિકગુચ્છથી બનેલા આવરણથી જડાયેલી હોય. આવા પોલાણધારક પાષાણ મોટે ભાગે ચૂનાખડકના સ્તરોમાં વધુ પ્રમાણમાં અને ક્વચિત્ કેટલાક શેલ ખડકોમાં પણ જોવા મળે છે. તેમનું બાહ્યપડ ઘનિષ્ઠ કૅલ્શિડોની સિલિકાનું અને આંતરપડ ક્વાર્ટ્ઝ સ્ફટિકોનું બનેલું હોય…
વધુ વાંચો >જીવજન્ય નિક્ષેપો (organic deposits)
જીવજન્ય નિક્ષેપો (organic deposits) : ખવાણની પેદાશોના વિતરણ મુજબ તૈયાર થતા પરિણામી ખડકના પ્રકારો. નીચેના વર્ગીકરણ પરથી તે સ્પષ્ટ બને છે : પ્રાણીઓ અને વનસ્પતિની ક્રિયાત્મક અને અસરકારક પ્રવૃત્તિઓ દ્વારા તૈયાર થતા નિક્ષેપોને જીવજન્ય નિક્ષેપો તરીકે ઓળખાવી શકાય. જીવનસ્વરૂપો દ્વારા તૈયાર થતો દ્રવ્યજથ્થો મુખ્યત્વે સમુદ્રતળ પર એકઠો થતો હોય છે,…
વધુ વાંચો >જીવાવરણ
જીવાવરણ : તમામ પ્રકારના જીવનનું અસ્તિત્વ જ્યાં જોવા મળે છે એવો, પૃથ્વીની સપાટી સાથે સંકળાયેલો આવરણરૂપ વિભાગ. પૃથ્વીના શિલાવરણ, જલાવરણ અને વાતાવરણમાં જીવંત સ્થિતિમાં રહેલાં પ્રાણી કે વનસ્પતિ જીવનસ્વરૂપોથી બનેલા આવરણને જીવાવરણ તરીકે ઓળખાવી શકાય. આ ત્રણે આવરણો અને જીવાવરણ વચ્ચે ભૌતિક અને રાસાયણિક આંતરસંબંધો રહેલા છે. જીવાવરણ ખાસ કરીને…
વધુ વાંચો >જીવાવશેષ
જીવાવશેષ : ભૂસ્તરીય અતીતમાં અસ્તિત્વ ધરાવતાં પ્રાણી કે વનસ્પતિ જીવનસ્વરૂપોના અનુકૂળ કુદરતી સંજોગો હેઠળ નિક્ષેપોમાં જળવાઈ રહેલા મળી આવતા અવશેષો કે અવશેષઅંશો. જીવનસ્વરૂપોના આ પ્રકારના અવશેષોને જીવાવશેષ કે જીવાશ્મ તરીકે ઓળખવામાં આવે છે. જીવાવશેષ પર્યાય મૂળભૂત રીતે ખડકોમાં મળી આવતી વિરલ વસ્તુ માટે વપરાયેલો; પરંતુ સત્તરમી સદીના અંત સુધીમાં તો…
વધુ વાંચો >જીવાવશેષશાસ્ત્ર (palaeontology)
જીવાવશેષશાસ્ત્ર (palaeontology) : જીવાવશેષોના અભ્યાસ સાથે સંકળાયેલી વિજ્ઞાનશાખા. તેમાં ભૂસ્તરીય અતીતમાં અસ્તિત્વ ધરાવતાં પ્રાણીઓ અને વનસ્પતિનાં જીવનસ્વરૂપોના ઇતિહાસનો એટલે કે તેમના પ્રકારો, ઉત્ક્રાંતિ, વિલોપ, વિસ્તરણ, વિતરણ, સ્થળાંતર, સ્થળકાળ મુજબના પ્રવર્તમાન સંજોગો વગેરેનો સમાવેશ થાય છે. આજે ખડકોમાં જોવા મળતાં સૂક્ષ્મ બૅક્ટેરિયાનાં 3 × 109 = 300 કરોડ વર્ષ જૂનાં બીબાં(moulds)થી…
વધુ વાંચો >જુરાસિક રચના
જુરાસિક રચના : મેસોઝોઇક યુગની મધ્યકાલીન રચના. ભૂસ્તરીય કાળગણનાક્રમમાં મેસોઝોઇક યુગ પૈકીનો દ્વિતીય કાળગાળો જુરાસિક કાળ નામથી ઓળખાય છે. તે કાળગાળા દરમિયાન જમાવટ પામેલી સ્તરસમૂહશ્રેણીથી બનેલી રચના એટલે જુરાસિક રચના. તેની નીચે ટ્રાયાસિક અને ઉપર ક્રિટેશિયસ રચનાઓ આવેલી છે. આ રચનાના ખડકો મહદ્અંશે સમુદ્રજન્ય છે. ભૂસ્તરીય, ઇતિહાસમાં આ રચનાની જમાવટ…
વધુ વાંચો >જેસલમેર
જેસલમેર : રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તેમજ તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 55’ ઉ. અ. અને 70° 54’ પૂ. રે.. આજુબાજુનો 38,401 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર, વાયવ્ય અને પશ્ચિમ તરફ પાકિસ્તાનની સીમા, ઈશાન, પૂર્વ અને દક્ષિણ તરફ અનુક્રમે…
વધુ વાંચો >