ગિરીશભાઈ પંડ્યા
શરાવતી (નદી)
શરાવતી (નદી) : પશ્ચિમ કર્ણાટકમાં આવેલી નદી. તે પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે અને પશ્ચિમી-વાયવ્ય તરફ આશરે 95 કિમી.ના અંતર સુધી વહીને ઉત્તર કન્નડમાં હોનાવડ ખાતે અરબી સમુદ્રને મળે છે. આ નદીનું મૂળ તીર્થહલ્લી તાલુકાના કાવાલેદુર્ગા પાસે આવેલ અંબુતીર્થ ખાતે આવેલું છે. તેને હરિદ્રાવતી, યેન્નેહોલે તેમજ અનેક નાની નદીઓ મળે છે.…
વધુ વાંચો >શંખજીરું (Talc, Soapstone, Steatite)
શંખજીરું (Talc, Soapstone, Steatite) : અત્યંત મૃદુ અને સુંવાળું ખનિજ. શંખજીરુંના નામ હેઠળ દળદાર, દાણાદાર, સોપસ્ટોન તથા ઘનિષ્ઠ પ્રકારના સ્ટીએટાઇટનો પણ સમાવેશ થાય છે. અત્યંત મૃદુતા, સાબુ જેવો સ્પર્શ, મૌક્તિક ચમક અને પત્રબંધી એ આ ખનિજના લાક્ષણિક ગુણધર્મો છે. રાસાયણિક બંધારણ : 3MgO્ર4SiO2્રH2O અથવા Mg3Si4O10(OH)2. સ્ફટિક-વર્ગ : મૉનોક્લિનિક (ટ્રાઇક્લિનિક પણ).…
વધુ વાંચો >શાજાપુર
શાજાપુર : મધ્યપ્રદેશના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 2૩° 00´થી 24° 15´ ઉ. અ. અને 75° 45´થી 77° 00´ પૂ. રે. વચ્ચેનો 6,196 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રાજસ્થાનનો ઝાલાવાડ જિલ્લો, ઈશાન અને પૂર્વમાં રાજગઢ જિલ્લો, અગ્નિકોણમાં…
વધુ વાંચો >શાન ઉચ્ચપ્રદેશ
શાન ઉચ્ચપ્રદેશ : મ્યાનમારના પૂર્વભાગમાં સ્ફટિકમય ખડકોનો સમૂહ રચતો ઉચ્ચપ્રદેશ. ભૌ. સ્થાન. 22° 00´ ઉ. અ. અને 98° 00´ પૂ. રે. આજુબાજુનો વિસ્તાર તે દક્ષિણ તરફ તેનાસરીમ વિભાગમાં વિસ્તરે છે અને ઇન્ડો-મલાયન પર્વતસંકુલનો એક ભાગ બનાવે છે. તેના દક્ષિણ તરફી વિસ્તરણ ઉપરાંત, તે શાન પ્રદેશમાં પણ વિસ્તરે છે. તેની સરેરાશ…
વધુ વાંચો >શારદા (નદી)
શારદા (નદી) : હિમાલયમાંથી નીકળીને ભારત-નેપાળની પશ્ચિમ સરહદ પર દક્ષિણ-અગ્નિ દિશા તરફ વહેતી નદી. 480 કિમી.નો વહનમાર્ગ પસાર કર્યા પછી તે ઘાઘરા નદીને મળે છે. તેના ઉપરવાસમાં તે કાલી નદીના નામથી ઓળખાય છે. બર્મદેવ મંડી ખાતે તે ગંગાના મેદાનમાં પ્રવેશે છે જ્યાં શારદા આડબંધ આવેલો છે. તેની ઉપર તરફ તે…
વધુ વાંચો >શારદાશહર (Sardashahr)
શારદાશહર (Sardashahr) : રાજસ્થાનના ચુરુ જિલ્લામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 28° 26´ ઉ. અ. અને 74° 29´ પૂ. રે.. આ નગર તથા તેનો કિલ્લો બીકાનેરના મહારાજા સરદાર સિંહે 1850ના અરસામાં બંધાવેલો. અહીં છેવાડાના રેલમથક સાથે સડકમાર્ગનું જંક્શન આવેલું છે. અહીં ઊન, ઢોર અને ચામડાના માલસામાનનો વેપાર ચાલે છે. અહીંના…
વધુ વાંચો >શાસ્તા પર્વત (Shasta, Mount)
શાસ્તા પર્વત (Shasta, Mount) : યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યમાં આવેલું, ઊંચાઈમાં છઠ્ઠા ક્રમે આવતું, ખૂબ જ ભવ્ય પર્વતશિખર. ભૌગોલિક સ્થાન : 41o21’ ઉ. અ. અને 122o20’ પ. રે.. તે ઉત્તર કૅલિફૉર્નિયાના કાસ્કેડ પર્વતોના દક્ષિણ વિભાગમાં તથા રેડિંગ(Redding)થી ઉત્તરે 124 કિમી. અંતરે આવેલું છે. તેની ઊંચાઈ 4,317 મીટર છે. તેનો શિખરભાગ ત્યાંની…
વધુ વાંચો >શાહજહાનપુર
શાહજહાનપુર : ઉત્તરપ્રદેશના ઉત્તર ભાગમાં નૈર્ઋત્ય નેપાળની દક્ષિણે રોહિલખંડ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 27° 28´થી 28° 28´ ઉ. અ. અને 79° 17´ થી 80° 23´ પૂ. રે. વચ્ચેનો 4,575 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાની સરહદ રાજ્યના બીજા…
વધુ વાંચો >શાહદોલ
શાહદોલ : મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં આવેલો ડમરુ આકારનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 22° 40´થી 24° 20´ ઉ. અ. અને 80° 30´થી 82° 15´ પૂ. રે. વચ્ચેનો 14,028 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સતના, ઈશાનમાં સિધી, પૂર્વમાં સરગુજા (છત્તીસગઢ), અગ્નિ…
વધુ વાંચો >શાંઘાઈ (Shanghai)
શાંઘાઈ (Shanghai) : ચીનનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 31° 10´ ઉ. અ. અને 121° 30´ પૂ. રે.. તે ચીનના જિયાનસુ પ્રાંતમાં હુઆંગપુ અને વુસાંગ નદીઓના સંગમસ્થળે આવેલું એક બંદર છે. તે ચાંગ જિયાંગની નદીનાળથી આશરે 24 કિમી. અંદર તરફ વસેલું છે. પૂર્વ ચીની સમુદ્ર પરના આ સ્થળના જળમાર્ગ…
વધુ વાંચો >