ગણિત

ઍલન, આર. જી. ડી.

ઍલન, આર. જી. ડી. (જ. 3 જૂન 1906 યુ. કે.; અ. 29 સપ્ટેમ્બર 1983 યુ. કે.) : સુવિખ્યાત ગાણિતિક, અર્થશાસ્ત્રી તથા આંકડાશાસ્ત્રી. ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ ખાતેની સિડની સસેક્સ કૉલેજમાં શિક્ષણ પૂરું કર્યા પછી 1928માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં અધ્યાપક તરીકે જોડાયા. ગ્રાહકના બુદ્ધિયુક્ત વર્તનના સૈદ્ધાંતિક વિશ્લેષણમાં, ક્રમવાચક તુષ્ટિગુણની વિભાવના પર આધારિત…

વધુ વાંચો >

એલેમ્બેર ઝ્યાં લેરોં દ’

એલેમ્બેર ઝ્યાં લેરોં દ’ (જ. 17 નવેમ્બર 1717, પૅરિસ; અ. 29 ઑક્ટોબર 1783, પૅરિસ) : ફ્રાન્સના ખ્યાતનામ ગણિતશાસ્ત્રી. ત્યજી દીધેલા બાળક તરીકે પાલક માતા પાસે પૅરિસમાં ઉછેર. તેમના પિતાએ અજ્ઞાત રહીને ઉછેર માટેની વ્યવસ્થા કરી હતી. 1738માં વકીલ થયા. એક વર્ષ પછી તબીબી શિક્ષણ મેળવ્યું, પણ છેવટે જાતમહેનતથી ગણિતમાં પ્રાવીણ્ય…

વધુ વાંચો >

ઑઇલર લિયૉનહાર્ડ

ઑઇલર લિયૉનહાર્ડ (જ. 15 એપ્રિલ 1707, બાઝલ, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 18 સપ્ટેમ્બર 1783, પીટસબર્ગ, રશિયા) : સ્વિસ ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી, શુદ્ધ ગણિતના સંસ્થાપકોમાંના એક. તેમણે ગણિતશાસ્ત્રનાં બધાં પૃથક્કરણાત્મક પાસાંમાં વિપુલ પ્રદાન કર્યું છે. તેમના સમકાલીનોએ તેમને ગણિતીય વિશ્લેષણનો અવતાર કહેલા. જીવનનાં છેલ્લાં સત્તર વર્ષનો અંધાપો પણ તેમની સર્જનશક્તિને રૂંધી શક્યો ન…

વધુ વાંચો >

કપૂર જગતનારાયણ

કપૂર, જગતનારાયણ (જ. 7 સપ્ટેમ્બર 1923, દિલ્હી; અ. 4 સપ્ટેમ્બર 2002, દિલ્હી) : ખ્યાતનામ ગણિતશાસ્ત્રી, સમર્થ વહીવટકર્તા, ગાંધી-વિવેકાનંદ અને અરવિંદના આદર્શોના ચુસ્ત પુરસ્કર્તા. દિલ્હીના લલિતનારાયણ કપૂરને ત્યાં તેમનો જન્મ થયો હતો. તેઓ દિલ્હીની મહર્ષિ દયાનંદ ઍંગ્લો વર્નાક્યુલર હાઈસ્કૂલ, દરિયાગંજ હિંદુ કૉલેજ અને દિલ્હી યુનિવર્સિટીના અત્યંત તેજસ્વી વિદ્યાર્થી હતા. તેમણે ગણિતશાસ્ત્રના…

વધુ વાંચો >

કલનશાસ્ત્ર

કલનશાસ્ત્ર (calculus) : બદલાતી ચલરાશિ અનુસાર સતત વિધેયમાં થતા ફેરફારના દર સાથે સંકળાયેલી ગાણિતિક વિશ્લેષણની એક શાખા. કલનશાસ્ત્ર શોધવાનું બહુમાન સર આઇઝેક ન્યૂટન (ઇંગ્લૅન્ડ) અને જી. લાઇબ્નીત્ઝ(જર્મની)ને ફાળે જાય છે. લગભગ એક શતાબ્દી સુધી ‘આ બે ગણિતશાસ્ત્રીમાં પ્રથમ પ્રણેતા કોણ ?’ એ અંગે બંનેના સમર્થકો વચ્ચે વિવાદ થયો, જેને કારણે…

વધુ વાંચો >

કલનશાસ્ત્ર – ચલનનું

કલનશાસ્ત્ર – ચલનનું (calculus of variations) : વક્ર સાથે સંકળાયેલી કોઈ રાશિને લઘુતમ કે મહત્તમ બનાવે તેવો વક્ર શોધવાના પ્રશ્નનો અભ્યાસ, થોડાં ઉદાહરણો જોઈએ. (1) એક સમતલમાં બે બિંદુઓ આવેલાં છે. એ જ સમતલમાં બે બિંદુઓને જોડતા અનેક વક્રો દોરી શકાય. આ બધા વક્રોમાંથી લઘુતમ લંબાઈનો વક્ર શોધવો હોય તો…

વધુ વાંચો >

કાપરેકર દત્તાત્રય રામચંદ્ર

કાપરેકર દત્તાત્રય રામચંદ્ર (જ. 17 જાન્યુઆરી 1905, દહાણુ, મહારાષ્ટ્ર; અ. 4 જુલાઈ 1986, નાસિક) : ભારતના એક અકિંચન, અપરિગ્રહી અને અઠંગ સંખ્યાવ્યાસંગી ગણિતજ્ઞ. કાપરેકર એક અનોખા ગણિતજ્ઞ હતા. આમ તો તેઓ કેવળ સ્નાતક હતા, પણ સંખ્યાઓના જુદા જુદા ગુણધર્મો વિશે તેમણે ખૂબ વિચાર કર્યો હતો અને વ્યવસાયી ગણિતજ્ઞોને પણ આશ્ચર્ય…

વધુ વાંચો >

કૅન્ટૉર જ્યૉર્જ

કૅન્ટૉર, જ્યૉર્જ (જ. 3 માર્ચ 1845, સેન્ટ પીટર્સબર્ગ, રશિયા; અ. 6 જાન્યુઆરી 1918, હાલ જર્મની) : જર્મન ગણિતશાસ્ત્રી. પંદર વર્ષના થયા તે પહેલાં જ ગણિતમાં તેમનું બુદ્ધિચાતુર્ય ખીલી ઊઠ્યું. કૅન્ટૉરના પિતા તેમને ઇજનેર બનાવવા ઇચ્છતા હતા, પરંતુ તેમને સમજાવી તે 1863માં બર્લિન યુનિવર્સિટીમાં જોડાયા અને ભૌતિકશાસ્ત્ર, ફિલસૂફીઅને ગણિતશાસ્ત્રમાં વિશેષજ્ઞતા (specialisation)…

વધુ વાંચો >

કૅપ્લરના ગ્રહગતિના નિયમો : જુઓ કૅપ્લર – યોહાનસ

કૅપ્લરના ગ્રહગતિના નિયમો : જુઓ કૅપ્લર, યોહાનસ.

વધુ વાંચો >

કૅપ્લરના નિયમો : જુઓ કૅપ્લર – યોહાનસ

કૅપ્લરના નિયમો : જુઓ કૅપ્લર, યોહાનસ.

વધુ વાંચો >