ગણિત

અચળ

અચળ (constant) : ચોક્કસ વસ્તુ, એકમ કે સંખ્યા. ચર્ચા દરમિયાન કે ગાણિતિક ક્રિયાઓના ક્રમિક અમલ દરમિયાન એક જ વસ્તુ કે સંખ્યાનું પ્રતિનિધિત્વ કરતો સંકેત. ફક્ત એક જ કિંમત ધારણ કરતી ચલરાશિ અચળ તરીકે ઓળખાય છે. ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનાં કેટલાંક સમીકરણો ઉકેલવામાં અચળાંક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઉપયોગમાં લેવાતા વિભિન્ન…

વધુ વાંચો >

અનંત ગુણાકાર

અનંત ગુણાકાર (infinite product) : (1 + a1) (1 + a2) (1 + a3) … (1 + an ) … સ્વરૂપની અનંત અવયવો ધરાવતી અભિવ્યક્તિ (expression). તેને સંકેતમાં  (1 + an) લખાય છે. અસ્પષ્ટતાને અવકાશ ન હોય તે સંજોગોમાં તેને સંક્ષેપમાં એ રીતે પણ લખવામાં આવે છે. [અનંત ગુણાકાર માં કોઈ પણ…

વધુ વાંચો >

અનંતી

અનંતી (infinity) ∞ : મર્યાદિત સંખ્યાની વિરુદ્ધ અર્થ દર્શાવતી અને અમર્યાદિત રીતે વધતી જતી સંખ્યા. સંજ્ઞા : ∞. અનંતી, અનંત ગણો (sets) અને અનંત પ્રક્રિયાઓ (operations) ગણિતના અધ્યયનમાં અને વિકાસમાં ઘણા મહત્વના ખ્યાલો છે. પ્રખર ગણિતશાસ્ત્રી ડેવિડ હિલ્બર્ટે આધુનિક ગણિતને અનંતીનું વિજ્ઞાન ગણાવ્યું છે. તેમના મતે અનંતીનો ખ્યાલ માનવીની સૌથી વધુ…

વધુ વાંચો >

અબ્રહામ વૉલ્ડ

અબ્રહામ, વૉલ્ડ : જુઓ, વૉલ્ડ અબ્રહામ.

વધુ વાંચો >

અસમતા

અસમતા (inequality) : બે વાસ્તવિક સંખ્યાઓ અથવા બૈજિક અભિવ્યક્તિઓ પૈકીની એક બીજીથી નાની કે મોટી છે તે દર્શાવતા સંબંધ અંગેનું વિધાન. અસમતાઓનું ગણિતમાં આગવું મહત્વ છે. ગણિતનાં મૂળભૂત પરિણામો ઘણી વાર સમતાઓને બદલે અસમતાઓના સ્વરૂપમાં હોય છે. પ્રાકૃતિક વિજ્ઞાન અને ઇજનેરી શાખાનાં વિવિધ ક્ષેત્રોમાં અસમતાઓના અસરકારક ઉપયોગથી તેના ફાળાનું મહત્વ…

વધુ વાંચો >

અંકગણિત

અંકગણિત : સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની પ્રક્રિયાઓ દ્વારા સંખ્યાઓનો અભ્યાસ અને તેની વ્યાવહારિક ઉપયોગિતાની વિદ્યા. માપપદ્ધતિ, ગણતરી, પ્રાથમિક સંખ્યાપદ્ધતિ, કેટલીક ભૌમિતિક આકૃતિ સંબંધી ક્ષેત્ર, કદ વગેરેની ગણતરી તથા ગણશાસ્ત્ર(set theory)ના કેટલાક અભિગમો સાથે સંબંધ ધરાવે છે. ગણતરીના મૂળભૂત સિદ્ધાંતો, અવયવ, સામાન્ય અવયવ, અવયવી, વાસ્તવિક સંખ્યા; દશાંકી, દ્વિઅંકી, ત્રિઅંકી વગેરે…

વધુ વાંચો >

આઇન્સ્ટાઇન, આલ્બર્ટ

આઇન્સ્ટાઇન, આલ્બર્ટ [જ. 14 માર્ચ 1879, ઉલ્મ (જર્મની); અ. 18 એપ્રિલ 1955, પ્રિન્સ્ટન (અમેરિકા)] : નોબેલ પારિતોષિકવિજેતા જર્મન ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ. સાપેક્ષતા (relativity) સિદ્ધાંતના સ્થાપક. જન્મને બીજે જ વર્ષે વતન ઉલ્મ છોડીને પિતા હર્મન આઇન્સ્ટાઇન મ્યુનિકમાં સકુટુંબ સ્થિર થયેલા. આલ્બર્ટ બોલતાં ઘણું મોડું શીખેલો. પ્રાથમિક શિક્ષણ કૅથલિક શાળામાં પૂરું કરીને…

વધુ વાંચો >

આઇન્સ્ટાઇનનું દ્રવ્યમાન-ઊર્જા સમીકરણ

આઇન્સ્ટાઇનનું દ્રવ્યમાન–ઊર્જા સમીકરણ : આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદ અનુસાર દ્રવ્ય અને ઊર્જાના પરસ્પર રૂપાંતરણ (interconversion) અંગેનું સમીકરણ E = mc2, જ્યાં m = દળ કિગ્રા., c = વિદ્યુતચુંબકીય વિકિરણનો વેગ (3 x 108 મી. પ્રતિ સેકન્ડ શૂન્યાવકાશમાં), E = ઊર્જા જુલસના એકમમાં. દળ તથા ઊર્જાના સંચય (conservation) અંગેના અલગ નિયમોને બદલે દ્રવ્ય-ઊર્જા-સંચયનો…

વધુ વાંચો >

આદમ્સ, જૉન કાઉચ

આદમ્સ, જૉન કાઉચ (જ. 5 જાન્યુઆરી 1819, લેનઈસ્ટ, કોનૉવોલ, ઇંગ્લૅન્ડ; અ. 21 જાન્યુઆરી 1892, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર) : બ્રિટિશ ગણિતશાસ્ત્રી અને ખગોળવિદ્. નેપ્ચૂનના બે શોધકોમાંના એક. જૉન આદમ્સે કેમ્બ્રિજમાં કેળવણી લીધી હતી અને ત્યાં જ ફેલો, ટ્યૂટર તથા ખગોળ અને ભૂમિતિના પ્રાધ્યાપક તરીકે કામ કરીને 1861માં કેમ્બ્રિજ વેધશાળાના નિયામક બન્યા હતા.…

વધુ વાંચો >

આબેલ, નીલ હેન્રિક

આબેલ, નીલ હેન્રિક (જ. 5 ઑગસ્ટ 1802, ફિન્નોય ટાપુ, નૉર્વે; અ. 6 એપ્રિલ 1829 ફ્રોવેન્ડ) : ગણિતની અનેક આધુનિક શાખાઓમાં પાયાનું પ્રદાન કરનાર નૉર્વેના ગણિતશાસ્ત્રી. સમગ્ર જીવન ગરીબીમાં વીતેલું અને જીવનનાં છેલ્લાં અઢી વર્ષ માંદગીમાં ગયેલાં. તેમણે ચિરંજીવ પ્રદાન ગણિતમાં કરેલું છે. જન્મ એક ગરીબ પ્રૉટેસ્ટન્ટ પાદરીને ત્યાં. જન્મ પછી તરત…

વધુ વાંચો >