ગણિત

એક્ચ્યુઅરિયલ સાયન્સ

એક્ચ્યુઅરિયલ સાયન્સ : જુઓ વીમાગણિત.

વધુ વાંચો >

એકધારી વર્તુળગતિ

એકધારી વર્તુળગતિ (uniform circular motion) : અચળ ઝડપથી વર્તુળમાં ગતિ કરતા કણની ગતિ. ડાબી તરફની આકૃતિમાં, વર્તુળમાં ગતિ કરતા કણનો વેગ સદિશ માનમાં અચળ રહે છે. પરંતુ કણ Bથી C તરફ ગતિ કરે ત્યારે, તેની દિશામાં Δ જેટલો ફેરફાર થાય છે અને વર્તુળની ત્રિજ્યા R, ΔQ જેટલો કોણ આંતરે છે.…

વધુ વાંચો >

એકમો અને એકમ-પ્રણાલીઓ

એકમો અને એકમ-પ્રણાલીઓ (Units And Unit Systems) કોઈ પણ ભૌતિક રાશિ(દ્રવ્ય કે ઘટના)ના માપન માટેનાં નિયત ધોરણો અને સંબંધિત પ્રણાલીઓ. રાશિ, એકમ અને માપદંડ (quantity, unit and standard of measurement) : કોઈ પણ દ્રવ્ય કે ઘટનાની, માપી શકાય તેવી લાક્ષણિકતાને રાશિ કહે છે. સંખ્યાત્મક મૂલ્ય સાથે રાશિની માત્રાત્મક સ્પષ્ટતા કરતા…

વધુ વાંચો >

એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ

એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ (SI – Systeme Internationale d’ Unites) : તોલમાપ માટેની વિશ્વમાન્ય પદ્ધતિ. તોલમાપ માટે કાળક્રમે વિકાસ પામેલ પદ્ધતિ (ફૂટ, પાઉન્ડ વગેરેને આવરી લેતી) લાંબા સમયથી વપરાશમાં હતી. 1790માં ફ્રાંસમાં મૅટ્રિક પદ્ધતિ અસ્તિત્વમાં આવી અને તોલમાપ માટેની એક સુયોજિત તાર્કિક પદ્ધતિનો જન્મ થયો. મૅટ્રિક પદ્ધતિમાં નિયમિત સુધારાવધારા થતા આવ્યા…

વધુ વાંચો >

એકરૂપતા

એકરૂપતા (isomorphism) : જુદાં જુદાં ગણિતીય માળખાં વચ્ચેનું સામ્ય દર્શાવતી સંકલ્પના. એકરૂપતાનો ખ્યાલ ગણિતમાં અત્યંત મૂળભૂત મહત્વ ધરાવતો ખ્યાલ છે. ગણિતની એક મહત્વની સિદ્ધિ એ છે કે તે અનેક પ્રકારની વિભિન્ન પરિસ્થિતિઓમાંનાં સામાન્ય તત્વો શોધી કાઢી એવાં તત્વોનો અભ્યાસ કરી એ બધી જ પરિસ્થિતિઓને લાગુ પડે એવા સિદ્ધાંતો તારવે છે.…

વધુ વાંચો >

ઍગ્નેસી, મારિયા

ઍગ્નેસી મારિયા (જ. 16 મે 1718, મિલાન, ઇટાલી; અ. 9 જાન્યુઆરી 1799, મિલાન, ઇટાલી) : કલનગણિતને આવરી લેતા વિકલન-સંકલનના બે વિખ્યાત ગ્રંથો લખનાર અને ‘ઍગ્નેસીની ડાકણ’ નામે પ્રખ્યાત થયેલા વક્ર પર કામ કરનાર ઇટાલિયન મહિલા-ગણિતી. તેમના પિતા બોલોના યુનિવર્સિટીમાં ગણિતશાસ્ત્રના પ્રાધ્યાપક હતા. તેમની આ પુત્રી બાળપણથી જ ખૂબ બુદ્ધિશાળી હોવાથી…

વધુ વાંચો >

એજવર્થ ફ્રાન્સિસ સિડ્રો

એજવર્થ ફ્રાન્સિસ સિડ્રો (Edgeworth Francis Ysidro) (જ. 8 ફેબ્રુઆરી 1845, આયર્લેન્ડ; અ. 13 ફેબ્રુઆરી 1926, ઑક્સફર્ડ, ઑક્સફર્ડશાયર, ઇગ્લેન્ડ) : નવ્ય પ્રશિષ્ટવાદ (neo-classical) વિચારસરણીના સુવિખ્યાત અંગ્રેજ ગાણિતિક અર્થશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી. તેમની કેટલીક મૌલિક પરિકલ્પનાઓએ આર્થિક વિશ્લેષણની પદ્ધતિને નવો ઓપ આપ્યો છે. ડબ્લિન તથા ઑક્સફૉર્ડમાં શિક્ષણ. પ્રથમ વર્ગમાં ઑનર્સ પદવી 1869માં મેળવી.…

વધુ વાંચો >

ઍડમ્સ, જૉન કોચ

ઍડમ્સ, જૉન કોચ (જ. 5 જૂન 1819, કૉર્નવેલ, ઇંગ્લૅન્ડ; અ. 21 જાન્યુઆરી 1892, કેમ્બ્રિજ) : અંગ્રેજ ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી. નેપ્ચ્યૂનગ્રહના અસ્તિત્વની આગાહી કરનાર બે ખગોળશાસ્ત્રીઓમાંના એક. ઍડમ્સે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ આ જ વિશ્વ વિદ્યાલયમાં ફેલો, ટ્યૂટર અને છેવટે ખગોળશાસ્ત્ર અને ભૂમિતિના પ્રાધ્યાપક બન્યા (1859). 1861માં કેમ્બ્રિજ વેધશાળાના નિયામક…

વધુ વાંચો >

એડા ઑગસ્ટા બાયરન

એડા ઑગસ્ટા બાયરન (જ. 10 ડિસેમ્બર 1815, લંડન; અ. 27 નવેમ્બર 1852, લંડન) : પ્રથમ મહિલા ગણિતશાસ્ત્રી અને પ્રથમ કમ્પ્યૂટર ઑપરેટર. કવિ લૉર્ડ બાયરનની પુત્રી. ગણિતના ક્ષેત્રમાં ઘણી મહિલાઓએ પ્રદાન કર્યું છે તેમાં એડા બાયરનનો સમાવેશ કરી શકાય. તેમનો જન્મ થયો ત્યારે કવિ બાયરનના હૃદયમાંથી કાવ્યપંક્તિઓ સરી પડી : ‘મારા…

વધુ વાંચો >

ઍરી, જ્યૉર્જ બિડલ (સર)

ઍરી, જ્યૉર્જ બિડલ (સર) (જ. 27 જુલાઈ 1801, ઍલનવીક, નૉર્ધમ્બરલૅન્ડ, ઇંગ્લૅન્ડ; અ. 2 જાન્યુઆરી 1892, ગ્રિનિચ, લંડન) : વિવિધ વિષયોમાં પ્રવીણતા ધરાવનાર અંગ્રેજ વિજ્ઞાની; અને સાતમો ક્રમાંક ધરાવતા રાજ-ખગોળશાસ્ત્રી (Royal Astronomer) (1835થી 1881). 46 વર્ષ જેટલા લાંબા સમય સુધી આ સ્થાન શોભાવી, નવાં ઉપકરણો વસાવીને, રાજ્યની ગ્રિનિચની વેધશાળાના આધુનિકીકરણ માટે…

વધુ વાંચો >