ખનિજ ઇજનેરી

બોવેન, નૉર્મન લેવી

બોવેન, નૉર્મન લેવી (જ. 21 જૂન 1887, કિંગ્સ્ટન, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 11 સપ્ટેમ્બર 1956, વૉશિંગ્ટન ડી.સી.) : કૅનેડિયન-અમેરિકન પ્રયોગાત્મક ખડકવિદ અને ખનિજીય રસાયણશાસ્ત્રી. પૃથ્વીના બંધારણમાં રહેલા અગ્નિકૃત ખડકોની રચનાનું સરળ રાસાયણિક પદ્ધતિઓ પરથી અર્થઘટન કરવા માટે પ્રયોગાત્મક સંશોધનો કરનાર તરીકે જાણીતા બનેલા ખડકવિદ. ખાસ કરીને અગ્નિકૃત ખડકોની ઉત્પત્તિના સંબંધમાં સિલિકેટ-સમૂહોનાં…

વધુ વાંચો >

બોવેન પ્રક્રિયા-શ્રેણી

બોવેન પ્રક્રિયા-શ્રેણી (Bowen’s reaction series) : બોવેન દ્વારા સૂચિત ખનિજનિર્માણની પ્રક્રિયા-શ્રેણી. ભૂસ્તરવિજ્ઞાન ક્ષેત્રમાં કૅનેડાના નોર્મન બોવેન(Bowen)નું યોગદાન મહત્ત્વનું છે. તેઓએ પ્રયોગો અને બારીક નિરીક્ષણની મદદથી કુદરતી પ્રક્રિયાથી અસ્તિત્વમાં આવતા ખડકોના સ્ફટિક અંગેનું સંશોધન કર્યું છે. ખડકો વધુ ઉષ્ણતામાનમાંથી ઓછા ઉષ્ણતામાનવાળા વાતાવરણને લીધે રૂપાંતરિત થાય છે. આ રૂપાંતર થવાથી પ્રક્રિયા દરમિયાન…

વધુ વાંચો >

બ્રૂસાઇટ

બ્રૂસાઇટ (brucite) : મૅગ્નેશિયમ હાઇડ્રૉક્સાઇડ બંધારણ ધરાવતું ખનિજ. રાસા. બં. : Mg(OH)2. સ્ફ. વ. : હેક્ઝાગૉનલ (ટ્રાયગૉનલ-કૅલ્સાઇટ પ્રકાર). સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટેભાગે પહોળા મેજ આકારના, પ્રિઝમૅટિક; ભાગ્યે જ સોયાકાર (મેંગોનોન). ઘણુંખરું પત્રબંધ રચનાવાળા દળદાર; નીમાલાઇટ પ્રકાર રેસાદાર, ભીંગડા જેવો કે સૂક્ષ્મ દાણાદાર પણ મળે. પારદર્શકથી અર્ધપારદર્શક. સંભેદ : (0001)…

વધુ વાંચો >

બ્લડસ્ટોન

બ્લડસ્ટોન : સિલિકા(SiO2)નું બંધારણ ધરાવતા કૅલ્સિડોની ખનિજનો ઘેરો-લીલો રંગ ધરાવતો પ્રકાર. તે હેલિયોટ્રોપ નામથી પણ ઓળખાય છે. ઘેરો લીલો રંગ ધરાવતા કૅલ્સિડોની ખનિજના દળમાં તેજસ્વી લાલ જાસ્પરના ગઠ્ઠા રહેલા હોય છે. તેમને ઘસીને, ચમક આપીને સુંદર બનાવવામાં આવે ત્યારે ઘેરી લીલી પાર્શ્વભૂમાં વચ્ચે વચ્ચે લોહી જેવાં રાતાં ટપકાંનો દેખાવ રજૂ…

વધુ વાંચો >

ભૂરાસાયણિક નિરીક્ષણ

ભૂરાસાયણિક નિરીક્ષણ (Geochemical Prospecting) : પૃથ્વીના પોપડાના ખડકોમાં ભંડારાયેલાં આર્થિક મહત્વ ધરાવતાં ખનિજોની ખોજ માટે કરવામાં આવતાં રાસાયણિક પૃથક્કરણો દ્વારા ઉપલબ્ધ ખનનયોગ્ય માહિતી મેળવવા માટેની પદ્ધતિ. હાથ પર લેવામાં આવતાં ખોજસંશોધનોમાં ભૂસ્તરીય અને ભૂભૌતિક નિરીક્ષણોની સાથે સાથે ભૂરાસાયણિક પદ્ધતિઓ પણ અખત્યાર કરવામાં આવે છે. સોળમા સૈકામાં ખનિજીય ઝરાઓ અને ભૂગર્ભીય…

વધુ વાંચો >

ભૂસ્તર અને ખનિજ નિર્દેશાલય

ભૂસ્તર અને ખનિજ નિર્દેશાલય (Directorate of Geology and Mining) : ગાંધીનગર, ગુજરાત રાજ્ય : ખનિજ-વહીવટ, ખનિજ-સંશોધન અને ખનિજ-પૃથક્કરણનાં કાર્યો કરતું ગુજરાત રાજ્યનું એક ખાતું. તેની વડી કચેરી ગુજરાત રાજ્યના પાટનગર, ગાંધીનગર ખાતે આવેલી છે. થોડાંક વર્ષ અગાઉ તેનું આ ઉપર દર્શાવેલું નામ બદલીને ‘કમિશનરેટ ઑવ્ જિયૉલોજી ઍન્ડ માઇનિંગ’ રાખવામાં આવેલું…

વધુ વાંચો >

ભૂસ્તરીય કાળમાપન

ભૂસ્તરીય કાળમાપન (geochronometry) : U238, U235, Th232, Rb87, K40 અને C14 જેવા સમસ્થાનિકોના કિરણોત્સારી ક્ષય પર આધારિત પદ્ધતિઓનો ઉપયોગ કરીને પૃથ્વીના ખડકોના નિરપેક્ષ(absolute age)ના નિર્ધારણનો અભ્યાસ કરતી વિજ્ઞાનશાખા. આ પ્રકારની ક્ષયમાપન-પદ્ધતિઓ દ્વારા પૃથ્વી અને ઉલ્કાઓનાં વય, પૃથ્વીના જૂનામાં જૂના ઉપલબ્ધ ખડકોનાં વય, ભૂસ્તરીય કાળક્રમમાં ઘટેલી મહત્વની ઘટનાઓનાં વય અને અવધિ,…

વધુ વાંચો >

ભૌતિક સંકેન્દ્રણ

ભૌતિક સંકેન્દ્રણ (placers) : ભૌતિક ક્રિયાઓ દ્વારા એકઠા થયેલા ખનિજકણજથ્થા. ભૌતિક સંકેન્દ્રણ એ કીમતી રેતીકણો કે ગ્રૅવલથી બનેલો એવા પ્રકારનો સંકેન્દ્રિત નિક્ષેપ છે, જેને માટે માત્ર ભૌતિક પરિબળો જવાબદાર હોય છે. આ પ્રકારનો પર્યાપ્ત જથ્થો મળી રહે તો તેનું ખનનકાર્ય ફાયદાકારક નીવડે છે. ભૌતિક સંકેન્દ્રણો એ સુવર્ણ, પ્લૅટિનમ, હીરા, કલાઈ…

વધુ વાંચો >

મધ્યરંગી ખડકો

મધ્યરંગી ખડકો (mesocratic rocks) : રંગ પર આધારિત વર્ગીકૃત–અગ્નિકૃત ખડકો પૈકીનો પ્રકાર. જે અગ્નિકૃત ખડકમાં 30થી 60 ટકા ઘેરા રંગનાં ખનિજો હોય તેને મધ્યરંગી ખડક કહેવાય, અર્થાત્ આછા(શુભ્ર)રંગી અને ઘેરારંગી ખડકો વચ્ચેનું રંગનિદર્શન કરતો ખડક. ખાસ કરીને, આવા ખડકો, અગ્નિકૃત ખડકોનું રંગ મુજબનું વર્ગીકરણ કરવા બ્રોગરે પ્રયોજેલા ‘આછારંગી’ અને ‘ઘેરારંગી’…

વધુ વાંચો >

મર્કેસાઇટ

મર્કેસાઇટ : પાયરાઇટ સાથે દ્વિરૂપતા ધરાવતું ખનિજ. પાયરાઇટ કરતાં તે વધુ સફેદ હોવાથી તેને શ્વેત લોહમાક્ષિક કહે છે. રાસા. બંધા. : FeS2 (Fe : 46.6 %, S 53.4 %). સ્ફ. વર્ગ : ઑર્થોર્હોમ્બિક. સ્ફ. સ્વ.: સ્ફટિકો મોટેભાગે મેજ આકારના, (010) ફલક પર ચપટા; પિરામિડલ, પ્રિઝમૅટિક કે કેશમય પણ મળે. ફલકો…

વધુ વાંચો >