ખનિજ ઇજનેરી

સૉલ્ટપીટર (Saltpetre)

સૉલ્ટપીટર (Saltpetre) : ખનિજનો એક પ્રકાર. રાસાયણિક બંધારણ : KNO3. તેને નાઇટર નામથી પણ ઓળખાય છે. રસાયણશાસ્ત્રીઓ તેને પોટૅશિયમ નાઇટ્રેટ કહે છે. સામાન્ય રીતે તે ચૂનાખડક ગુફાઓમાં મળે છે. ઔદ્યોગિક ક્ષેત્રે સૉલ્ટપીટરનો ઉપયોગ દીવાસળીઓ, ગનપાઉડર, સ્ફોટકો અને કૃત્રિમ ખાતર બનાવવા થાય છે. વિશ્ર્લેષિક રસાયણશાસ્ત્રમાં તે અભિકારક (reagent) તરીકે વપરાય છે.…

વધુ વાંચો >

સ્પોડ્યુમિન (spodumene)

સ્પોડ્યુમિન (spodumene) : સ્ફુલિંગમણિ પાયરોક્સિન વર્ગનું ખનિજ. તે ટ્રાયફેન નામથી પણ ઓળખાય છે. રાસા. બંધારણ : LiAlSi2O6 – લિથિયમ ઍલ્યુમિનિયમ સિલિકેટ. તે લિથિયમનું ધાતુખનિજ છે અને સીરેમિક દ્રવ્યો માટેનો સ્રોત ગણાય છે. આ ખનિજ  સામાન્ય રીતે લિથિયમધારક ગ્રૅનાઇટ-પેગ્મેટાઇટમાં રહેલું હોય છે. તે જ્યારે પારદર્શક, તેજસ્વી અને કાચ જેવી ચમકવાળું હોય…

વધુ વાંચો >

સ્ફૂર સંદીપ્તિ

સ્ફૂર સંદીપ્તિ : જુઓ પ્રસ્ફુરણ.

વધુ વાંચો >

હમાઇટ (હ્યુમાઇટ  Humite)

હમાઇટ (હ્યુમાઇટ  Humite) : સ્ફટિકરચના અને રાસાયણિક બંધારણનું ઘનિષ્ઠ સંકલન અને સંબંધ ધરાવતી મૅગ્નેશિયમ નેસોસિલિકેટ ખનિજોની શ્રેણી. નીચેની સારણીમાં બતાવ્યા મુજબ આ શ્રેણીમાં ચાર ખનિજોનો સમાવેશ થાય છે : હમાઇટ શ્રેણીનાં ખનિજોનાં બંધારણ : કોષ (cell) પરિમાણ ખનિજ     બંધારણ a0 b0 c0 નૉર્બર્ગાઇટ Mg3(SiO4)(F·OH)2 8.74 4.71 10.22 કૉન્ડ્રોડાઇટ Mg5(SiO4)2(F·OH)2…

વધુ વાંચો >

હરતાલ (orpiment)

હરતાલ (orpiment) : આર્થિક દૃષ્ટિએ મહત્વનાં ગણાતાં આર્સેનિક(સોમલ)નાં ત્રણ ખનિજો આર્સેનોપાયરાઇટ, હરતાલ(ળ) અને રિયલગાર પૈકીનું એક. તેને હરિતાલ પણ કહે છે. રાસા. બં. : As2S3 – આર્સેનિક ટ્રાયસલ્ફાઇડ, તેમાં આર્સેનિકની ટકાવારી 61.0 % અને ગંધકની 39 % જેટલી હોય છે. સ્ફ. વર્ગ : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો વિરલ, મોટે…

વધુ વાંચો >

હુબ્નેરાઇટ

હુબ્નેરાઇટ : MnWO4 રાસાયણિક બંધારણ ધરાવતું ખનિજ. વુલ્ફ્રેમાઇટ ઘન દ્રાવણ શ્રેણીનો મૅંગેનીઝધારક ખનિજ-પ્રકાર. તેમાં સામાન્યત: અલ્પ પ્રમાણમાં લોહમાત્રા હોય છે. તે મૉનોક્લિનિક સ્ફટિક વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે. તેના સ્ફટિકો ટૂંકા અને ત્રિપાર્શ્વીય હોય છે. ચમક : હીરકથી રાળમય. પ્રભંગ : ખરબચડો. કઠિનતા : 4. વિ. ઘ. : 7.2. રંગ :…

વધુ વાંચો >

હેક્ઝાગોનલ વર્ગ

હેક્ઝાગોનલ વર્ગ ખનિજ સ્ફટિકોના છ સ્ફટિક વર્ગો પૈકીનો એક. આ વર્ગમાં સમાવિ+ષ્ટ તમામ સ્ફટિકોને ચાર સ્ફટિક અક્ષ હોય છે, તે પૈકીના ત્રણ સરખી લંબાઈના અને ક્ષિતિજસમાંતર સ્થિતિમાં હોય છે, તે ત્રણે એકબીજાંને 120°ને ખૂણે કાપે છે. સરખી લંબાઈના હોવાથી તે ‘a’ સંજ્ઞાથી ઓળખાય છે; આગળ ડાબેથી પાછળ જમણી તરફ જતો…

વધુ વાંચો >

હૅલોજન ખનિજો

હૅલોજન ખનિજો : જેમાં મુખ્ય કે એકમાત્ર ઘનાયન ઘટક તરીકે હૅલોજન રહેલું હોય એવાં કુદરતમાંથી મળી આવતાં ખનિજો. આ પ્રકારનાં લગભગ 70 જેટલાં ખનિજો હોવાનું જાણવા મળેલું છે; પરંતુ તે પૈકીનાં માત્ર થોડાંક જ સામાન્યપણે મળે છે. તેમને તેમના ઉત્પત્તિપ્રકાર મુજબ નીચે પ્રમાણેના સમૂહોમાં વહેંચેલાં છે : 1. સમુદ્રજળના કે…

વધુ વાંચો >

હૉસમેન્નાઇટ

હૉસમેન્નાઇટ : મૅંગેનીઝનું ખનિજ. રાસા. બં. : Mn2+2Mn+4O4. સ્ફટિક વર્ગ : ટેટ્રાગોનલ. સ્ફટિક સ્વરૂપ : સ્ફટિકો સ્યૂડો-ઑક્ટાહેડ્રલ. અન્યોન્ય ચોંટેલા દાણાદાર જથ્થા રૂપે. યુગ્મતા (112) ફલક પર સામાન્ય, પાંચ યુગ્મપટ્ટીઓમાં આવર્તિત; પર્ણાકાર યુગ્મો પણ મળે. કઠિનતા : 5.5. ઘનતા : 4.84. સંભેદ : (001) પર પૂર્ણ, (112) પર તેમજ (011) પર…

વધુ વાંચો >