સેલેનાઇટ (Selenite) : ચિરોડીનો સ્પષ્ટ સ્ફટિક પ્રકાર. રાસા. બં. : CaSO4.2H2O. તેના બધા જ ગુણધર્મો ચિરોડીને મળતા આવે છે. તેનાં વિશિષ્ટ લક્ષણો આ પ્રમાણે છે : રંગવિહીન, પારદર્શક, ક્યારેક તે મોટા પત્રવત્ સ્વરૂપમાં પણ મળે. સામાન્યપણે નમનીય, તેથી રેસાદાર પ્રભંગ આપે; પરંતુ ફ્રાન્સના પૅરિસ નજીકમાંથી મળતી તેની જાત બરડ હોય છે.

ગિરીશભાઈ પંડ્યા