ખગોળ
સૌર અગ્નિમશાલ (solar faculae)
સૌર અગ્નિમશાલ (solar faculae) : સૂર્યના તેજાવરણ પર અવારનવાર સર્જાતા અને આસપાસની તેજાવરણની સપાટી કરતાં વધુ તેજસ્વી જણાતા વિસ્તારો. અંગ્રેજીમાં આ વિસ્તારો ‘faculae’ તરીકે ઓળખાવાય છે. (faculae એ faculaનું બહુવચન; facula લૅટિન શબ્દ છે, જેનો અર્થ નાની torch થાય; એટલે ગુજરાતીમાં એને ‘મશાલ’ કહી.) આ પ્રકારના વિસ્તારો મહદંશે સૂર્યના તેજાવરણ…
વધુ વાંચો >સૌર અચલાંક
સૌર અચલાંક : સૂર્યથી પૃથ્વીના અંતરે, પરંતુ પૃથ્વીના વાતાવરણની બહાર દર ચોરસ મીટર દીઠ પ્રત્યેક સેકંડે આપાત થતી સૌર ઊર્જાનું પ્રમાણ દર્શાવતો અંક. અવકાશયાનમાં રખાયેલ ઉપકરણો દ્વારા આ અંકનું ચોકસાઈપૂર્વક લેવાયેલ માપ તેનું મૂલ્ય 1,366 વૉટ/મીટર2 સેકન્ડ જેટલું દર્શાવે છે. આનો અર્થ એ થાય કે પૃથ્વીના વાતાવરણની બહાર સૂર્યનાં વિકિરણો…
વધુ વાંચો >સૌર અભિબિંદુ (Gegen schein) :
સૌર અભિબિંદુ (Gegen schein) : અંધારા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં અને ક્રાંતિતલ(ecliptic plane)માં આવેલ, ઝાંખો પ્રકાશ ધરાવતો વિસ્તાર. અલબત્ત આ વિસ્તાર અત્યંત અંધારા આકાશમાં જ ધ્યાનપૂર્વક આકાશનું નિરીક્ષણ કરતાં જોઈ શકાય છે. સૂર્ય ફરતી કક્ષામાં ઘૂમતા ગ્રહોનું સરેરાશ સમતલ જે ક્રાંતિતલ છે (પૃથ્વી આ સમતલની જ કક્ષામાં ઘૂમે છે). તેમાં…
વધુ વાંચો >સૌર ચક્ર (solar cycle)
સૌર ચક્ર (solar cycle) : સૌરકલંકોની સંખ્યામાં 11 વર્ષના ગાળે નિયમિત રીતે થતી વધઘટ. જો યોગ્ય ઉપકરણ દ્વારા સૂર્યની તેજસ્વી તકતીનું અવલોકન કરાય તો તેના પર અવારનવાર ઝીણાં શ્યામરંગી ટપકાં જોવા મળે છે, જે ‘સૌરકલંક’ (sun-spot) કહેવાય છે. [ધ્યાનમાં રાખવાનું કે સૂર્યની તકતીને નરી આંખે જોવાનું આંખોને હાનિકારક છે. ટેલિસ્કોપથી…
વધુ વાંચો >સૌર જ્યોતિ (solar facula)
સૌર જ્યોતિ (solar facula) : સૂર્યના વિસ્તારો, જેની તેજસ્વિતા તેની આજુબાજુના તેજકવચ(photosphere)ના વિસ્તારોની સરખામણીમાં લગભગ દસ ટકા જેટલી વધારે હોય તેવા વિસ્તારો મોટે ભાગે સૌરકલંકોની સીમાની નજીક દેખાતા હોય છે અને સામાન્ય ફોટોગ્રાફમાં જોઈ શકાય છે. સૂર્યના પરિસર ઉપર સૌર પ્રદ્યુતિક તેજસ્વી વાદળાં જેવાં સ્પષ્ટ દેખાતાં હોય છે અને સૂર્યના…
વધુ વાંચો >સૌર જ્વાળા (solar flare)
સૌર જ્વાળા (solar flare) : સૂર્યના રંગકવચનો કેટલોક નાનો ભાગ અચાનક અત્યંત તેજસ્વી થવાની ઘટના. સૌર જ્વાળા અથવા સૌર તેજવિસ્ફોટની ઘટના સૌર જ્યોતિ (facula) અને મોટે ભાગે સૌર-કલંકોના સમૂહની નજીકના વિસ્તારમાં બનતી હોય છે. આ ઘટના થોડી મિનિટોમાં જ થતી હોય છે અને ક્વચિત્ કેટલાક કલાકો સુધી ચાલે છે. આ…
વધુ વાંચો >સૌર તિથિપત્ર (solar calendar)
સૌર તિથિપત્ર (solar calendar) : સૌર વર્ષને આધારે રચાયેલ તિથિપત્ર. આકાશી ગોલક પર તારામંડળોના સંદર્ભમાં સૂર્યના સ્થાનના ક્રમિક પુનરાગમન વચ્ચેનો ગાળો એ સૌર વર્ષ ગણાય. માનવસંસ્કૃતિના ઉદય સમયે તો આશરે 30 દિવસના ગાળે સર્જાતું ચંદ્રનું કળાચક્ર અને લગભગ 360 દિવસનાં આવાં 12 કળાચક્રો સાથે ઋતુચક્ર તેમજ સૌર વર્ષના, ઉપરછલ્લી નજરે…
વધુ વાંચો >સૌર નિહારિકા (solar nebula)
સૌર નિહારિકા (solar nebula) : એક વાયુમય નિહારિકાના સંઘનન (condensation) દ્વારા સૂર્ય અને ગ્રહો ઉત્પન્ન થયા હશે એ પ્રકારની પરિકલ્પના. તે ‘નિહારિકા સિદ્ધાંત’ (nebular hypothesis) તરીકે પણ ઓળખાય છે. 1755માં જર્મન ફિલસૂફ ઇમેન્યુએલ કૅન્ટે (Immanuel Kant) એવું સૂચન કર્યું હતું કે ધીમી ગતિથી ચાક લેતી એક નિહારિકા તેના પોતાના ગુરુત્વાકર્ષણ…
વધુ વાંચો >સૌર ન્યૂટ્રિનો
સૌર ન્યૂટ્રિનો : સૂર્યની અંદર પ્રવર્તતી ન્યૂક્લિયર (ખાસ સંલયન) પ્રક્રિયા દરમિયાન પેદા થતા વિદ્યુતભારવિહીન, શૂન્યવત્ દળ અને પ્રચક્રણ ધરાવતા મૂળભૂત કણો. ન્યૂટ્રિનો નહિવત્ (શૂન્યવત્) દળ ધરાવતો હોય. જ્યારે માધ્યમમાં થઈને પસાર થાય છે ત્યારે તે ભાગ્યે જ તેના કણો સાથે આંતરક્રિયા કરે છે. આપણા શરીરમાં થઈને પળે પળે કેટલાય ન્યૂટ્રિનો…
વધુ વાંચો >સૌર પવન (solar wind)
સૌર પવન (solar wind) : સૂર્ય દ્વારા સતત ઉત્સર્જિત આંતરગ્રહીય અવકાશમાં પ્રસરતો વીજાણુ સ્વરૂપનો વાયુપ્રવાહ. 1896માં બર્કલૅન્ડ (Birkland) નામના ભૂભૌતિક વિજ્ઞાની(Geophysicits)એ કેટલાંક અવલોકનો પરથી તારવણી કરી કે સૂર્યના કેટલાક વિસ્તારો પરથી અવારનવાર વિસ્ફોટક રીતે વીજભાર ધરાવતા કણોનું ઉત્સર્જન થતું હોવું જોઈએ અને આ કણોના પ્રવાહના માર્ગમાં પૃથ્વી આવે ત્યારે પૃથ્વી…
વધુ વાંચો >