ખગોળ
સપ્તર્ષિ તારામંડળ (Ursa Major)
સપ્તર્ષિ તારામંડળ (Ursa Major) : ઉત્તર ગોળાર્ધમાંથી દેખાતા આકાશનું સહુથી જાણીતું તારામંડળ. આપણે ત્યાંથી એપ્રિલ મહિનામાં રાતના આઠ-નવ વાગ્યાના સુમારે ઉત્તર-પૂર્વ દિશામાં ક્ષિતિજની થોડેક ઉપરના આકાશમાં જોતાં સપ્તર્ષિના સાત મુખ્ય તારાઓ બહુ સહેલાઈથી ઓળખી શકાય છે. ઉનાળાના દિવસોમાં સપ્તર્ષિનો દેખાવ વધુ સ્પષ્ટ અને આકર્ષક હોય છે. આ તારામંડળની મદદથી આકાશનાં…
વધુ વાંચો >સમય
સમય : વિશ્વના વર્ણન માટે જરૂરી કેટલાંક પરિમાણોમાંનું એક. અથવા એવું તત્ત્વ (પરિમાણ) જે સૃદૃષ્ટિના સર્જન સાથે અસ્તિત્વમાં આવ્યું. બે ઘટનાઓ વચ્ચેના ગાળા અથવા અવધિનું માપન. આંખના પલકારાનો અતિસૂક્ષ્મ અંશ. કાળ વ્યાપક છે, સમય નહિ. કાળમાં સમયનો સમાવેશ થાય છે; પણ સમયમાં કાળનો નહિ. આમ, સૂક્ષ્મ રીતે જોતાં કાળ અને…
વધુ વાંચો >સમયશ્રેણી (Time series)
સમયશ્રેણી (Time series) : કોઈ પણ ચલરાશિ Y પર સમયની જુદી જુદી કિંમતો માટે મળતાં ક્રમબદ્ધ અવલોકનોની શ્રેણી. કેટલીક કુદરતી, જૈવિક, ભૌતિક અને અર્થવિષયક પ્રક્રિયાઓનાં અભ્યાસ અને સંશોધન સમયશ્રેણી પર આધારિત હોય છે; જેમ કે, (i) કૃષિઅર્થશાસ્ત્રના સંશોધક દ્વારા એકત્રિત થતાં છેલ્લાં 20 વર્ષના સરકારે જાહેર કરેલા ઘઉંના ટેકારૂપ ભાવની…
વધુ વાંચો >સમયસાર
સમયસાર : જૈન અધ્યાત્મની એક ઉત્કૃષ્ટ રચના. બધા જૈન સંપ્રદાયો તેનો સમાન રૂપે આદર કરે છે. તેમાં આત્માના ગુણોનું નિશ્ચય અને વ્યવહારની દૃષ્ટિએ દૃષ્ટાન્તો, ઉદાહરણો અને ઉપમાઓ સાથે વિવેચન કરવામાં આવ્યું છે. તેના 10 અધિકાર છે. પહેલા અધિકારમાં સ્વસમય, પરસમય, શુદ્ધનય, આત્મભાવના અને સમ્યક્ત્વનું નિરૂપણ છે. બીજામાં જીવ-અજીવ, ત્રીજામાં કર્મ-કર્તા,…
વધુ વાંચો >સમયાનુસારી વિભાગો (time-zones)
સમયાનુસારી વિભાગો (time-zones) : પૃથ્વી પર પાડવામાં આવેલા જુદા જુદા 24 ભૌગોલિક વિભાગો કે જે વૈશ્વિક ધોરણે પ્રમાણભૂત સમય દર્શાવવાની પદ્ધતિ જાળવવા માટે રચવામાં આવેલ છે. કોઈ એક સમય-વિભાગ(time zone)માં અમુક ક્ષણે તમામ પ્રમાણભૂત ઘડિયાળો એકસરખો સમય બતાવે છે. એ મુજબ એક વિભાગનો સમય તેની તુરત નજીકના પશ્ચિમ તરફના વિભાગ…
વધુ વાંચો >સવાઈ જયસિંહ
સવાઈ જયસિંહ : જુઓ જંતરમંતર.
વધુ વાંચો >સહા, મેઘનાદ
સહા, મેઘનાદ (જ. 6 ઑક્ટોબર 1893, સીયોરાતલી, ઢાકા, બાંગ્લાદેશ; અ. 16 ફેબ્રુઆરી 1956, દિલ્હી) : મહાન શિક્ષક, લેખક, સમાજચિંતક, રાષ્ટ્રપ્રેમી તથા પ્રખર ન્યૂક્લિયર અને સમર્થ ખગોળભૌતિકવિજ્ઞાની. તેમણે શાલેય શિક્ષણ ઢાકામાં લીધું હતું. શાળાકાળ દરમિયાન મેરિટ શિષ્યવૃત્તિ મેળવતા રહ્યા. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ કોલકાતાની પ્રેસીડેન્સી કૉલેજમાં દાખલ થયા. આ કૉલેજમાં અભ્યાસ…
વધુ વાંચો >સંક્રમણ (સંક્રાંતિ)
સંક્રમણ (સંક્રાંતિ) : સૂર્યનો કોઈ નિશ્ચિત રાશિમાં પ્રવેશ. જ્યોતિષશાસ્ત્રમાં સામાન્ય રીતે ‘સંક્રમણ’ શબ્દ સૂર્યના કોઈ નિશ્ચિત રાશિપ્રવેશના સંદર્ભમાં વપરાય છે; જેમ કે સૂર્ય જ્યારે મકરરાશિના વિસ્તારમાં પ્રવેશે ત્યારે મકરસંક્રાંતિ થઈ ગણાય અને જ્યાં સુધી સૂર્ય મકરરાશિના વિસ્તારમાં હોય ત્યાં સુધી તે મકરસંક્રમણ કરતો કહેવાય. આકાશમાં ‘ક્રાંતિવૃત્ત’ એટલે કે રવિમાર્ગ(ecliptic circle)ના…
વધુ વાંચો >સંપાતબિંદુ (Equinox)
સંપાતબિંદુ (Equinox) : ક્રાંતિવૃત્ત અથવા અયનવૃત્ત (Ecliptic) અને ખગોલીય (આકાશી) વિષુવવૃત્ત જ્યાં છેદે તે બિંદુ. પૃથ્વી પોતાની ધરી પર 23 ક. – 56 મી.ના સમયગાળે એક ભ્રમણ કરે છે, અને સાથેસાથે સૂર્ય ફરતાં, લગભગ વર્તુળાકાર કક્ષામાં 365.25 દિવસના સમયગાળે કક્ષાભ્રમણ કરે છે; પરંતુ તેની ધરી ફરતાં ભ્રમણની અક્ષ કક્ષાભ્રમણના સમતલને…
વધુ વાંચો >સંહિતા જ્યોતિષ
સંહિતા જ્યોતિષ : જુઓ જ્યોતિષશાસ્ત્ર ત્રિસ્કંધ સિદ્ધાંત.
વધુ વાંચો >