શ્વેત વામન તારક (white dwarf) : ઝાંખા તારાઓના મોટા સમૂહ (વર્ગ) અંતર્ગત, તારાકીય (steller) ઉત્ક્રાંતિના છેલ્લા તબક્કામાં ઓછા દળવાળા ગણાતા તારકોમાંનો કોઈ એક તારક. ઓછું દળ એટલે દળ માટે ચંદ્રશેખર મર્યાદા કરતાં ઓછું. દળ M = 1.4 ને ચંદ્રશેખર મર્યાદા કહે છે, જ્યાં  એ સૂર્યનું દળ છે.

શ્વેત વામનનું ન્યૂક્લિયર ઈંધણ હાઇડ્રોજન સંપૂર્ણપણે વપરાઈ ગયેલ છે અને તે ગુરુત્વીય ભંજન(collapse)ની પ્રક્રિયામાં થઈને પસાર થાય છે તે દરમિયાન કદ ઓછું અને અતિભારે પદાર્થ બને છે. એવું મનાય છે કે તે હિલિયમ ન્યૂક્લિયસ અને અપભ્રષ્ટ (degenerate) ઇલેક્ટ્રૉન વાયુ ધરાવે છે.

આકાશના ઘણાખરા તારકો પૂરતા દળદાર (ભારે) થતા નથી, જેથી સામાન્ય સાપેક્ષવાદ તેમની સંરચનામાં ભાગ ભજવી શકે. મુખ્ય શ્રેણી(main sequence)ના તારકો માટે આ હકીકત છે; જેમાં રક્ત દાનવો (red giants) અને શ્વેત વામનો જેવા તારકોનો સમાવેશ થાય છે. ન્યૂટનના તારાકીય સંરચનાના સિદ્ધાંત વડે આનું વર્ણન થઈ શકે છે. આ સિદ્ધાંત શ્વેત વામનોને પણ લાગુ પડે છે. આવો પિંડ (પદાર્થ) અત્યંત સંક્ષિપ્ત (compact) હોય છે. એક સૂર્ય-દળ () ધરાવતા શ્વેત વામનની ત્રિજ્યા આશરે 5 × 103 કિમી. અને ઘનતા 109 કિગ્રા./મીટર3(= 106 ગ્રા./સેમી.3)ના ક્રમની હોય છે. આટલી બધી ઊંચી ઘનતાએ તારકનું દ્રવ્ય સંપૂર્ણપણે આયનિત (ionised) થયેલું હોય છે. પરમાણુઓનું અતિસંકુલન (packing) થતાં એક એવી અવસ્થા (સ્થિતિ) આવે છે, જ્યારે ઇલેક્ટ્રૉન કવચ(કક્ષા)માં બહાર આવી જતાં મુક્ત થાય છે. એટલે કે સમગ્ર દ્રવ્ય સંપૂર્ણપણે આયનિત થઈ જાય છે. આ બધા મુક્ત ઇલેક્ટ્રૉનના સમૂહને ફર્મી-વાયુ કહે છે. આ વાયુ નિરપેક્ષ શૂન્ય તાપમાને હોય છે. ફર્મી વિતરણ(distribution)ના સંદર્ભમાં ઇલેક્ટ્રૉન-વાયુ અપભ્રષ્ટ હોય છે. ગુરુત્વની સામે તારકને ટકાવી રાખવા માટેનું દ્બાણ આ અપભ્રષ્ટ ઇલેક્ટ્રૉન પૂરું પાડે છે. ન્યૂક્લિયૉનનું અંશત: દ્બાણ તેમના અત્યંત ભારેપણાને લીધે અવગણી શકાય તેમ છે. તે સાથે ન્યૂક્લિયૉનનું દળ-ઘનતા ઉપર પ્રભુત્વ રહે છે અને ઇલેક્ટ્રૉનનો તેમાં ફાળો નહિવત્ હોય છે. આવા તારકો માટે

MR³ = જ્ઞાન અચળાંક મળે છે.

અહીં M તારકનું દળ અને R તેની ત્રિજ્યા છે.

ઉપરાંત છે.

જ્યાં m એ પ્રતિ ઇલેક્ટ્રૉન ન્યૂક્લિયૉનની સંખ્યા છે. આવા તારકોમાં દળ મહત્વની રાશિ છે. છેલ્લું સમીકરણ દર્શાવે છે કે શ્વેત વામન તેટલું મહત્તમ દળ ધરાવી શકે છે. આને ચંદ્રશેખર મર્યાદા કહે છે. હાઇડ્રોજન ધરાવતા તારક માટે μ = 1 હોય છે, જ્યારે ભારે તત્વો ધરાવતા તારક માટે μ = 2 હોય છે. તારક લોખંડ ધરાવતો હોય તો તેને માટે  હોય છે, જેને અનુરૂપ ચંદ્રશેખર મર્યાદા 1.24 થાય છે.

પ્રહલાદ છ. પટેલ