ખગોળ
વૈશ્વિક તિથિપત્ર
વૈશ્વિક તિથિપત્ર : અફર રીતે વિશ્વને લાગુ પાડી શકાય તેવું તિથિઓની વિગતોવાળું પત્ર (પંચાંગ). પ્રવર્તમાન તિથિપત્રો-(calendars)ને બે પ્રમુખ પ્રકારોમાં વહેંચી શકાય : એક તો સૌર પ્રકારના અને બીજા ચંદ્રના કળાચક્ર સાથે સંકળાયેલા ચાંદ્ર પ્રકારના. સૌરપદ્ધતિ અનુસારનાં તિથિપત્રોમાં વર્ષની અવધિ પૃથ્વીની સૂર્યફરતી કક્ષાના સમયકાળ સાથે સંકળાયેલ હોઈને ~ 365 દિવસ મનાય…
વધુ વાંચો >વ્હિપલ, ફ્રેડ (Fred Lawrence Whipple)
વ્હિપલ, ફ્રેડ (Fred Lawrence Whipple) (જ. 1906, આયોવા સ્ટેટ, યુ.એસ.; અ. 30 ઑગસ્ટ 2004,) : વીસમી સદીના એક ખ્યાતનામ અમેરિકન ખગોળવિજ્ઞાની. કૅલિફૉર્નિયા યુનિવર્સિટીના લૉસ ઍન્જેલસ ખાતેથી વિજ્ઞાનના સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને આ યુનિવર્સિટીના બર્કલે (Berkeley campus) ખાતેના સંકુલમાં શિક્ષણ-સહાયક (teaching assistant) તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. 1931માં લિક વેધશાળા (Lick…
વધુ વાંચો >શનિ (ગ્રહ)
શનિ (ગ્રહ) : સૂર્ય આસપાસ ફરતા નવ ગ્રહોમાં સૂર્યથી દૂર જતાં છઠ્ઠા ક્રમે આવતો ગ્રહ. કદની દૃષ્ટિએ સૌથી મોટા ગ્રહ ગુરુ કરતાં તે થોડોક જ નાનો છે. સૂર્યથી સરેરાશ 142.7 કરોડ કિમી. અંતરે રહેલો આ ગ્રહ સૂર્ય ફરતું તેનું એક પરિક્રમણ 29.46 વર્ષે પૂરું કરે છે. પૃથ્વી કરતાં લગભગ દસ…
વધુ વાંચો >શંકુ (Gnomon)
શંકુ (Gnomon) : મુખ્યત્વે સૂર્યનાં ખગોળીય અવલોકનો માટે ઘણા પુરાણા સમયથી વપરાતી એક રચના. સૂર્યઘડી દ્વારા સમયના માપન માટે પણ આ એક પાયાની રચના છે. આ પ્રકારનાં સાધન પ્રાચીન ભારત, બૅબિલોનિયા તેમજ ઇજિપ્તમાં વપરાતાં હતાં અને ગ્રીક લોકોએ ઈ. પૂ. 600ના અરસામાં બૅબિલોનિયન પ્રજા દ્વારા આનો ઉપયોગ કરવાની રીત અપનાવી.…
વધુ વાંચો >શુક્ર – શુક્રની કળાઓ
શુક્ર – શુક્રની કળાઓ : સૌરપ્રણાલીમાં સૂર્યથી બીજા ક્રમે આવતો અને પૃથ્વીની નજીકમાં નજીકનો સૌમ્ય ગ્રહ. ઉપર ઉપરથી જોતાં શુક્ર પૃથ્વીનો જોડિયો ગ્રહ હોય એવું લાગે છે. 108 કિલોમીટર અંતરે તે સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. તેના ભ્રમણનો આવર્તકાળ પૃથ્વીના 243 દિવસ જેટલો છે. તેની સપાટી ખાસ કરીને સપાટ છે;…
વધુ વાંચો >શેપ્લી, હાર્લો (Harlow Shapley)
શેપ્લી, હાર્લો (Harlow Shapley) (જ. 1885; અ. 1972) : 20મી સદીના પૂર્વાર્ધના એક નામાંકિત ખગોળવિજ્ઞાની. પૃથ્વી પરથી દેખાતી ‘આકાશગંગા’નું વાસ્તવિક સ્વરૂપ નક્કી કરવામાં આ વૈજ્ઞાનિકનું પ્રદાન સીમાચિહ્નરૂપ બન્યું. તે એચ. એન. રસેલ નામના અન્ય નામાંકિત ખગોળવિજ્ઞાની-(‘Hertzsprung Russel’ આકૃતિના સર્જક)ના વિદ્યાર્થી હતા. વૈજ્ઞાનિક તરીકેની કારકિર્દીની શરૂઆત માઉન્ટ વિલ્સન (કૅલિફૉર્નિયા, યુ.એસ.) ખાતેની …
વધુ વાંચો >શ્મિટ, બર્નહાર્ડ વૉલ્ડમર (Schmidt, Bernhard Voldemar)
શ્મિટ, બર્નહાર્ડ વૉલ્ડમર (Schmidt, Bernhard Voldemar) (જ. 30 માર્ચ 1879, નેઇસાર આઇલૅન્ડ, ઇસ્ટોનિયા; અ. 1 ડિસેમ્બર 1935, હૅમબર્ગ, જર્મની) : એક નવા પ્રકારનું ટેલિસ્કોપ બનાવનાર ઇસ્ટોનિયન (રશિયન)જર્મન પ્રકાશીય ઇજનેર અને ખગોળશાસ્ત્રી. તેમનો જન્મ અત્યંત ગરીબ મા-બાપને ત્યાં ઇસ્ટોનિયામાં આવેલા એક નાનકડા ટાપુમાં થયો હતો. તે કાળે ઇસ્ટોનિયા રશિયન સામ્રાજ્યના એક…
વધુ વાંચો >શ્વેત વામન તારક (white dwarf)
શ્વેત વામન તારક (white dwarf) : ઝાંખા તારાઓના મોટા સમૂહ (વર્ગ) અંતર્ગત, તારાકીય (steller) ઉત્ક્રાંતિના છેલ્લા તબક્કામાં ઓછા દળવાળા ગણાતા તારકોમાંનો કોઈ એક તારક. ઓછું દળ એટલે દળ માટે ચંદ્રશેખર મર્યાદા કરતાં ઓછું. દળ M = 1.4 ને ચંદ્રશેખર મર્યાદા કહે છે, જ્યાં એ સૂર્યનું દળ છે. શ્વેત વામનનું ન્યૂક્લિયર…
વધુ વાંચો >સપ્તર્ષિ તારામંડળ (Ursa Major)
સપ્તર્ષિ તારામંડળ (Ursa Major) : ઉત્તર ગોળાર્ધમાંથી દેખાતા આકાશનું સહુથી જાણીતું તારામંડળ. આપણે ત્યાંથી એપ્રિલ મહિનામાં રાતના આઠ-નવ વાગ્યાના સુમારે ઉત્તર-પૂર્વ દિશામાં ક્ષિતિજની થોડેક ઉપરના આકાશમાં જોતાં સપ્તર્ષિના સાત મુખ્ય તારાઓ બહુ સહેલાઈથી ઓળખી શકાય છે. ઉનાળાના દિવસોમાં સપ્તર્ષિનો દેખાવ વધુ સ્પષ્ટ અને આકર્ષક હોય છે. આ તારામંડળની મદદથી આકાશનાં…
વધુ વાંચો >સમય
સમય : વિશ્વના વર્ણન માટે જરૂરી કેટલાંક પરિમાણોમાંનું એક. અથવા એવું તત્ત્વ (પરિમાણ) જે સૃદૃષ્ટિના સર્જન સાથે અસ્તિત્વમાં આવ્યું. બે ઘટનાઓ વચ્ચેના ગાળા અથવા અવધિનું માપન. આંખના પલકારાનો અતિસૂક્ષ્મ અંશ. કાળ વ્યાપક છે, સમય નહિ. કાળમાં સમયનો સમાવેશ થાય છે; પણ સમયમાં કાળનો નહિ. આમ, સૂક્ષ્મ રીતે જોતાં કાળ અને…
વધુ વાંચો >