ખગોળ
મૉલૉન્ગ્લો રેડિયો-ઑબ્ઝર્વેટરી, ઑસ્ટ્રેલિયા
મૉલૉન્ગ્લો રેડિયો-ઑબ્ઝર્વેટરી, ઑસ્ટ્રેલિયા : કૅનબેરાની પાસે આવેલી ઑસ્ટ્રેલિયાની રેડિયો-ખગોળ વેધશાળા. એનું સંચાલન સિડની યુનિવર્સિટી દ્વારા થાય છે. 1966માં અહીં એક વિશાળ મિલ્સ ક્રૉસ (Mills Cross) પ્રકારના રેડિયો-ટેલિસ્કોપનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલમાં ક્રૉસનો પૂર્વ-પશ્ચિમ તરફનો ફાંટો (arm) મૉલૉન્ગ્લો ઑબ્ઝર્વેટરી સિન્થેસિસ ટેલિસ્કોપ(MOST)માં ફેરવી નાંખવામાં આવ્યો છે. આવા ફેરફારને કારણે આ ટેલિસ્કોપ…
વધુ વાંચો >મૌના કી ઑબ્ઝર્વેટરી, હવાઈ
મૌના કી ઑબ્ઝર્વેટરી, હવાઈ (Mauna Kea Observatory) : ડચ અમેરિકન ખગોળશાસ્ત્રી જિરાર્ડ પીટર ક્યુપર(Gerard Peter Kuiper : 1905–1973)ના આગ્રહથી 1964માં સ્થાપવામાં આવેલી વેધશાળા. ખરેખર તો કોઈ એક નહિ, પરંતુ સંખ્યાબંધ વેધશાળાઓ વડે તે બનેલી છે. એટલે ઘણી વાર વેધશાળા (observatory) એવા એકવચનને બદલે, મૌના કી વેધશાળાઓ (observatories) એવા બહુવચને તેનો…
વધુ વાંચો >યયાતિ (Perseus)
યયાતિ (Perseus) : આકાશના ઉત્તરી ગોળાર્ધનું એક જાણીતું તારામંડળ. તેનો અધિકાંશ ભાગ આકાશગંગાના પટમાં આવેલો છે; પરિણામે તેની પશ્ચાદભૂમિકામાં અસંખ્ય તારાઓ દેખાય છે. તેનો આકાર ફૂલછોડ જેવો ધારીએ, તો તેની ત્રણ તારાસેરોને છોડની ત્રણ ડાળીઓ માની શકાય. તેની વચલી તારાસેરથી સહેજ ઊંચે નજદીકના વૃષભ તારામંડળમાંનો કૃત્તિકા (Pleiades) નામનો અત્યંત જાણીતો…
વધુ વાંચો >યર્કિસ ઑબ્ઝર્વેટરી (Yerkes Observatory), શિકાગો
યર્કિસ ઑબ્ઝર્વેટરી (Yerkes Observatory), શિકાગો : શિકાગો યુનિવર્સિટીના ખગોળ અને ખગોળભૌતિક વિભાગ સાથે સંકળાયેલી, શિકાગોથી સોએક કિલોમીટરના અંતરે આવેલી અમેરિકાની એક પ્રમુખ વેધશાળા. આ વેધશાળા વિલિયમ્સ બે, વિસકૉન્સિન-(Williams Bay, Wisconsin)માં આશરે 334 મીટરની ઊંચાઈએ જિનીવા લેક(Lake Geneva)ના ઉત્તરી કિનારે આવેલી છે. આ વેધશાળાની સ્થાપના જ્યૉર્જ એલરી હેલ (George Ellery Hale…
વધુ વાંચો >યહૂદીઓનું તિથિપત્ર
યહૂદીઓનું તિથિપત્ર : વિક્રમ સંવત મુજબના તિથિપત્ર સાથે સારું એવું સામ્ય ધરાવતું તિથિપત્ર. યહૂદીઓના તિથિપત્ર (calendar) અને વિક્રમ સંવત અનુસારના તિથિપત્ર વચ્ચે સારી એવી સમાનતા છે – બંને પદ્ધતિઓ ચાંદ્ર-સૌર (luni-solar) પ્રકારની છે. ચાંદ્ર-સૌર એટલે જેમાં મહિનાના દિવસો ચંદ્રની કળા અનુસારના હોય અને આવા 12 મહિનાનું એક વર્ષ ગણાય. પરંતુ…
વધુ વાંચો >યામ્યોત્તરીય સંક્રાન્તિ (meridional transit)
યામ્યોત્તરીય સંક્રાન્તિ (meridional transit) : પૃથ્વીના કોઈ પણ સ્થાનેથી, તેની ધરી ફરતા ભ્રમણની દિશા, ઉત્તર તરફ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ તરફ દક્ષિણ ધ્રુવ દિશા દર્શાવવાની ઘટના. ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવબિંદુ, સ્થાનના અક્ષાંશ જેટલું ક્ષિતિજની ઉપર હોય અને દક્ષિણ ધ્રુવબિંદુ તેટલું જ નીચે. આ બે બિંદુઓને જોડતાં વર્તુળો તે યામ્યોત્તર વૃત્તો…
વધુ વાંચો >યુગ્મતારાઓ
યુગ્મતારાઓ : પરસ્પર આકર્ષણબળને લીધે સંકળાયેલ બે તારાઓનું યુગ્મ. વિશ્વમાં આપણા સૂર્ય જેવા એકાકી તારાઓ તો કુલ તારાઓના 30 ટકા જેટલા જ છે. 70 ટકા તારાઓ તો બે કે તેથી વધુ તારાઓના, પરસ્પરના ગુરુત્વાકર્ષણબળ વડે સંકળાયેલ જૂથમાં આવેલા કે યુગ્મતારાઓ છે. ગુરુત્વાકર્ષણબળના પ્રભાવ નીચે કક્ષાગતિની કેટલીક ખાસિયતોને કારણે નજીક નજીક…
વધુ વાંચો >યુતિ
યુતિ : આકાશી ગોલક પર તારાઓનાં સ્થાન પરસ્પરના સંદર્ભે સ્થિર દેખાવાની ઘટના. અલબત્ત હજારો વર્ષ જેવા લાંબા સમયગાળે તેમાં ફેરફાર થતા જણાય, પરંતુ સૂર્ય, ચંદ્ર અને ગ્રહો તેમની કક્ષામાં ઘૂમતા હોવાથી, તારાગણ સંદર્ભે તેમનાં સ્થાન સતત બદલાતાં રહે છે. સૌરમંડળના આ પિંડોના કક્ષામાર્ગ લગભગ એક જ સમતલમાં આવે છે; જે…
વધુ વાંચો >યુતિકાળ (synodic period)
યુતિકાળ (synodic period) : સૂર્યને ફરતી કક્ષામાં ગ્રહોનું પોતપોતાની કક્ષામાં નિયત સમયમાં ભ્રમણ અથવા સૂર્યના સંદર્ભે આભાસી કક્ષાકાળ. આ ભ્રમણસમય દૂરના તારાઓની દિશાના સંદર્ભમાં હોવાથી તે તેમનો ‘નિરપેક્ષ કક્ષાકાળ’ એટલે કે sidereal period કહેવાય. આને ‘વાસ્તવિક કક્ષાકાળ’ પણ કહી શકાય, પરંતુ પૃથ્વી પરથી જોતાં પૃથ્વી પણ સૂર્ય ફરતી ભ્રમણકક્ષામાં હોવાથી…
વધુ વાંચો >યુતિમાસ (synodic month)
યુતિમાસ (synodic month) : બે ક્રમિક યુતિ વચ્ચેનો સમયગાળો. ચંદ્રની ગતિ આધારિત મહિનાની ગણતરી. સૂર્ય ક્રાંતિવૃત્ત (ecliptic) ઉપર રોજ લગભગ 1° લેખે પશ્ચિમથી પૂર્વ તરફ સરકતો જણાય છે, જ્યારે ચંદ્ર સરેરાશ દિવસના 13.2° લેખે તે જ દિશામાં આગળ વધે છે. આમ સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું ક્રાંતિવૃત્ત ઉપર કોણીય અંતર સરેરાશ…
વધુ વાંચો >