કેયૂર કોટક

આઝાદ, ગુલામનબી

આઝાદ, ગુલામનબી  (જ. 7 માર્ચ, 1949, સોતી, ગંદોહ તાલુકો (ભાલેસ્સા), ડોડા જિલ્લો, જમ્મુ અને કાશ્મીર) : વર્ષ 2014થી 2021 સુધી રાજ્યસભામાં વિપક્ષના નેતા, વર્ષ 2005થી 2008 સુધી જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી રહેનાર આઝાદ પાંચ દાયકાથી વધારે સમયગાળા સુધી કૉંગ્રેસના પહેલી હરોળના નેતા હતા. ઑગસ્ટ, 2022માં આઝાદે કૉંગ્રેસમાંથી રાહુલ ગાંધી દ્વારા…

વધુ વાંચો >

ઇ-પેમેન્ટ

ઇ-પેમેન્ટ : ઇ-પેમેન્ટ એટલે ઇલેક્ટ્રોનિક માધ્યમોથી થતી ચુકવણી. સરળ શબ્દોમાં કહીએ તો, જો તમે કોઈ ચીજવસ્તુઓની ખરીદી માટે કે સેવાના ઉપયોગ માટે રોકડમાં નાણાંની ચુકવણી કરવાને બદલે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ), BHIM (Bharat Interface for Money), PayTM, Google Pay, NEFT (National Electronic Fund Transfer), RTGS (Real…

વધુ વાંચો >

ઈરાની, સ્મૃતિ

ઈરાની, સ્મૃતિ (જ. 23 માર્ચ, 1976, નવી દિલ્હી) : ભારત સરકારમાં હાલ મહિલા અને બાળવિકાસ તથા લઘુમતી બાબતોના મંત્રી. લઘુમતી બાબતોના મંત્રી તરીકે પ્રથમ બિનમુસ્લિમ મંત્રી. હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વાસુ. અગાઉ વાજપેયી અને પ્રમોદ મહાજન જૂથમાં સામેલ હતાં. મે, 2019થી અમેઠીના સાંસદ. પ્રસિદ્ધ ટેલિવિઝન અભિનેત્રી, ‘ક્યોંકી સાસ ભી કભી…

વધુ વાંચો >

કોટક, ઉદય

કોટક, ઉદય (જ. 15 માર્ચ 1959, મુંબઈ) : ભારતના અગ્રણી અને સૌથી ધનિક બેંકર. દેશમાં ખાનગી ક્ષેત્રની ટોચની કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક. પરિવાર મધ્યમ વર્ગીય ગુજરાતી. સંયુક્ત પરિવારમાં ઉછેર  થયો. પિતા સુરેશ કોટક અને માતા ઇન્દિરા કોટક. પરિવાર કપાસ અને અન્ય ખેત ઉત્પાદનોના વેપારમાં સંપૂર્ણપણે સંકળાયેલો છે. સુરેશ કોટક ‘કોટન મૅન…

વધુ વાંચો >

ગાંધી, પ્રિયંકા

ગાંધી, પ્રિયંકા (જ. 12 જાન્યુઆરી, 1972, દિલ્હી) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના નેતા અને અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ(એઆઇસીસી)ના મહાસચિવ. ઉત્તરપ્રદેશમાં કૉગ્રેસના પ્રભારી. તેઓ કૉંગ્રેસના સક્રિય નેતા છે, પણ અત્યાર સુધી એક પણ ચૂંટણી લડ્યાં નથી. માતાની સંસદીય બેઠક રાયબરેલી(ઉત્તરપ્રદેશ)માં તથા ભાઈ રાહુલ ગાંધીની લોકસભા બેઠકો અમેઠી(ઉત્તરપ્રદેશ) અને વાયનાડ(કેરળ)માં પ્રચારની સાથે કોંગ્રેસ…

વધુ વાંચો >

ગાંધી, રાહુલ

ગાંધી, રાહુલ (જ. 19 જૂન, 1970, દિલ્હી, ભારત) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ(આઈએનસી)ના નેતા. વર્ષ 2004થી વર્ષ 2019 સુધી ત્રણ વાર ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક પરથી અને વર્ષ 2019થી 23 માર્ચ, 2023 સુધી કેરળની વાયનાડ બેઠક પરથી સાંસદ. હાલ સૂરતની જ્યુડિશિયલ કોર્ટે માનહાનિના એક કેસમાં તેમને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્યા છે અને બે…

વધુ વાંચો >

ગોદરેજ અદી

ગોદરેજ અદી (જન્મ 3 એપ્રિલ, 1942 -) : પ્રસિદ્ધ ભારતીય સાહસિક ઉદ્યોગપતિ, ગોદરેજ ગ્રૂપના ચૅરમૅન. વર્ષ 2021માં ગોદરેજ ગ્રૂપના ચૅરમૅન તરીકે નિવૃત્તિ જાહેર કરી હતી. ત્યારબાદ તેમને સન્માનીય ચૅરમૅન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પિતા બુર્જોજી ગોદરેજ. માતા જય ગોદરેજ. પત્ની પરમેશ્વર ગોદરેજ. પરમેશ્વર ગોદરેજ પ્રસિદ્ધ સેલિબ્રિટી હતાં, જેનું વર્ષ…

વધુ વાંચો >

જિંદાલ, સજ્જન

જિંદાલ, સજ્જન (જ. 5 ડિસેમ્બર 1959, કોલકાતા) : જેએસડબલ્યુ ગ્રૂપ ઓફ કંપનીઝના ચૅરમૅન અને ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ. ગ્રૂપની વિવિધ કંપનીઓ સ્ટીલ, ખાણ-ખનીજ, ઊર્જા, સિમેન્ટ, રમતગમત, માળખાગત સુવિધા તેમજ સૉફ્ટવેર ડેવલપમેન્ટ જેવાં ક્ષેત્રોમાં કાર્યરત. પિતા ભારતીય ઉદ્યોગપતિ અને સાંસદ ઓમ પ્રકાશ જિંદાલ. માતા સાવિત્રી જિંદાલ, જેઓ વર્ષ 2021માં ભારતની ધનિક મહિલાઓમાં ટોચનું…

વધુ વાંચો >

જેટલી અરુણ

જેટલી અરુણ ( જ. 28 ડિસેમ્બર, 1952 ; અ. 24 ઑગસ્ટ, 2019, દિલ્હી, )  : ભાજપના અગ્રણી નેતા. વર્ષ 2014માં કેન્દ્રમાં મોદી સરકારનાં મંત્રીમંડળમાં કેન્દ્રીય નાણાં, સંરક્ષણ અને કૉર્પોરેટ એમ ત્રણ-ત્રણ મોટાં મંત્રાલયો ધરાવતા નેતા. દેશમાં ઇતિહાસમાં ઐતિહાસિક નોટબંધી (વિમુદ્રીકરણ) લાગુ થયું, રૂ. 2000નું મૂલ્ય ધરાવતી ચલણી નોટો અમલમાં આવી…

વધુ વાંચો >

જેઠમલાની રામ

જેઠમલાની રામ (જ.14 સપ્ટેમ્બર, 1923, શિખરપુર, સિંધ ;  અ. 8 સપ્ટેમ્બર, 2019, નવી દિલ્હી) : દેશનાં સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી. આઝાદી અગાઉ સંયુક્ત ભારતમાં સિંધમાં શિખરપુરમાં જન્મ થયો. પિતા બૂલચંદ ગુરમુખદાસ અને માતા પાર્વતી બૂલચંદ. બાળપણથી અભ્યાસમાં અતિ તેજસ્વી. શાળામાં ડબલ પ્રમોશન મેળવ્યું અને 13 વર્ષની નાની વયે મૅટ્રિક્યુલેશન પૂર્ણ કર્યું. એટલું…

વધુ વાંચો >