કેયૂર કોટક
ચૌહાણ, આશિષ
ચૌહાણ, આશિષ (જ. 16 માર્ચ, 1968, અમદાવાદ, ગુજરાત) : નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઇ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઇઓ) અને મૅનેજિંગ ડાયરેક્ટર (એમડી). બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (બીએસઇ)ના પૂર્વ એમડી અને સીઇઓ, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(યુજીસી)ના સભ્ય તથા પ્રયાગરાજ (અલ્લાહાબાદ) યુનિવર્સિટીના ચાન્સેલર. આઇઆઇટી, બૉમ્બે અને આઇઆઇએમ, કલકત્તામાંથી ટૅક્નૉક્રેટ. મૂળે ગુજરાતી આશિષ ચૌહાણે પ્રાથમિક શિક્ષણ…
વધુ વાંચો >ચૌહાણ, શિવરાજસિંહ
ચૌહાણ, શિવરાજસિંહ (જ. 5 માર્ચ, 1959, ગામ જૈત, જિલ્લો સિહોર, મધ્યપ્રદેશ, ભારત) : પીઢ ભારતીય રાજકારણ, ભારતીય જનતા પક્ષ(ભાજપ)ના ટોચના નેતા, 32મા કેન્દ્રીય કૃષિ અને ખેડૂતકલ્યાણ મંત્રી, 23મા કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી. વર્ષ 2005થી 2018 સુધી અને વર્ષ 2020થી 2023 સુધી મધ્યપ્રદેશમાં અત્યાર સુધી લાંબો સમય શાસન કરનાર મુખ્યમંત્રી. રાજ્યમાં…
વધુ વાંચો >જિંદાલ, સજ્જન
જિંદાલ, સજ્જન (જ. 5 ડિસેમ્બર 1959, કોલકાતા) : જેએસડબલ્યુ ગ્રૂપ ઓફ કંપનીઝના ચૅરમૅન અને ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ. ગ્રૂપની વિવિધ કંપનીઓ સ્ટીલ, ખાણ-ખનીજ, ઊર્જા, સિમેન્ટ, રમતગમત, માળખાગત સુવિધા તેમજ સૉફ્ટવેર ડેવલપમેન્ટ જેવાં ક્ષેત્રોમાં કાર્યરત. પિતા ભારતીય ઉદ્યોગપતિ અને સાંસદ ઓમ પ્રકાશ જિંદાલ. માતા સાવિત્રી જિંદાલ, જેઓ વર્ષ 2021માં ભારતની ધનિક મહિલાઓમાં ટોચનું…
વધુ વાંચો >જેટલી અરુણ
જેટલી અરુણ ( જ. 28 ડિસેમ્બર, 1952 ; અ. 24 ઑગસ્ટ, 2019, દિલ્હી, ) : ભાજપના અગ્રણી નેતા. વર્ષ 2014માં કેન્દ્રમાં મોદી સરકારનાં મંત્રીમંડળમાં કેન્દ્રીય નાણાં, સંરક્ષણ અને કૉર્પોરેટ એમ ત્રણ-ત્રણ મોટાં મંત્રાલયો ધરાવતા નેતા. દેશમાં ઇતિહાસમાં ઐતિહાસિક નોટબંધી (વિમુદ્રીકરણ) લાગુ થયું, રૂ. 2000નું મૂલ્ય ધરાવતી ચલણી નોટો અમલમાં આવી…
વધુ વાંચો >જેઠમલાની રામ
જેઠમલાની રામ (જ.14 સપ્ટેમ્બર, 1923, શિખરપુર, સિંધ ; અ. 8 સપ્ટેમ્બર, 2019, નવી દિલ્હી) : દેશનાં સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી. આઝાદી અગાઉ સંયુક્ત ભારતમાં સિંધમાં શિખરપુરમાં જન્મ થયો. પિતા બૂલચંદ ગુરમુખદાસ અને માતા પાર્વતી બૂલચંદ. બાળપણથી અભ્યાસમાં અતિ તેજસ્વી. શાળામાં ડબલ પ્રમોશન મેળવ્યું અને 13 વર્ષની નાની વયે મૅટ્રિક્યુલેશન પૂર્ણ કર્યું. એટલું…
વધુ વાંચો >જૉબ્સ, સ્ટીવ
જૉબ્સ, સ્ટીવ (જ. 24 ફેબ્રુઆરી, 1955, સાન ફ્રાન્સિસ્કો, કૅલિફૉર્નિયા; અ. 5 ઑક્ટોબર, 2011, પાલો અલ્ટો, કૅલિફૉર્નિયા) : દુનિયામાં ‘એપલ’(સફરજન)થી વધારે ‘એપલ’ (ટૅક્નૉલૉજી કંપની)ને લોકપ્રિય બનાવનાર જગપ્રસિદ્ધ ટૅક્નૉલૉજી કંપની એપલ ઇન્ક.ના સહસ્થાપક. પર્સનલ કમ્પ્યૂર ઉદ્યોગ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રૉનિક્સ ઉદ્યોગ અને મોબાઇલ ઉદ્યોગમાં પથપ્રદર્શક પરિવર્તનના પ્રણેતા સ્ટીવ જૉબ્સ એટલે કે સ્ટીવન પૉલ જૉબ્સ…
વધુ વાંચો >ઝુનઝુનવાલા, રાકેશ
ઝુનઝુનવાલા, રાકેશ (જ. 5 જુલાઈ, 1960, હૈદરાબાદ; અ. 14 ઑગસ્ટ, 2022, મુંબઈ) : ‘ભારતીય વૉરેન બફેટ’ અને ‘દલાલ સ્ટ્રીટના નવા બિગબુલ’ તરીકે પ્રસિદ્ધ, અબજોપતિ રોકાણકાર, સ્ટૉક ટ્રેડર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. 1985માં રૂ. 5,000ના રોકાણ સાથે દલાલ સ્ટ્રીટની સફર શરૂ કરનાર ઝુનઝુનવાલાનું અવસાન થયું તે સમયે તેમના પૉર્ટફોલિયોનું મૂલ્ય 5.8 અબજ…
વધુ વાંચો >ટ્રમ્પ ડોનાલ્ડ
ટ્રમ્પ ડોનાલ્ડ (14 જૂન, 1946, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના 47માં રાષ્ટ્રપ્રમુખ. ટ્રમ્પના પિતા અમેરિકાનાં પ્રસિદ્ધ રિયલ-એસ્ટેટ ડેવલપર ફ્રેડ ટ્રમ્પ અને માતા એની મેકલીઓડનું ચોથું સંતાન છે. બાળમંદિરથી સાતમા ધોરણ સુધી કૂ-ફૉરેસ્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો. 1964માં ફોર્ડહામ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. બે વર્ષ પછી પેન્સિલ્વેનિયાની વ્હોર્ટન સ્કૂલમાં સ્થળાંતરણ કરીને 1968માં અર્થશાસ્ત્રમાં સ્નાતકની…
વધુ વાંચો >ડિજિટલ એરેસ્ટ
ડિજિટલ એરેસ્ટ : ડિજિટલ ધરપકડનો એક પ્રકારનો. સાયબર અપરાધ. તેમાં સાયબર અપરાધીઓ કાયદાનું પાલન કરતી સંસ્થાઓ, જેમ સીબીઆઈ, નાર્કોટિક્સ વિભાગ, આવકવેરા વિભાગ, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરોરેટ (ઇડી) કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના અધિકારીઓ તરીકે પોતાને રજૂ કરી તેમના પીડિતને ડરાવે-ધમકાવે છે અને છેતરપિંડી કરીને લાખો-કરોડો રૂપિયા પડાવે છે. આ કૌભાંડમાં વ્યક્તિની પ્રત્યક્ષ…
વધુ વાંચો >તાતા, નોએલ
તાતા, નોએલ (જ. 24 જાન્યુઆરી, 1957, મુંબઈ, ભારત) : ભારતીય-આયરિશ બિઝનેસમૅન. પૂરું નામ નોએલ નવલ તાતા. તાતા ટ્રસ્ટ્સમાં 66 ટકા હિસ્સો ધરાવતા તાતા સન્સના ચૅરમૅન. તાતા સન્સ જ તાતા ગ્રૂપની મૂળ કંપની છે, જેની પાસે ગ્રૂપના મોટા ભાગના શેર છે. સાથે સાથે ટ્રેન્ડ અને તાતા ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશનના પણ ચૅરમૅન. પ્રસિદ્ધ…
વધુ વાંચો >