કેયૂર કોટક
ગાંધી, પ્રતીક
ગાંધી, પ્રતીક (જ. 28 એપ્રિલ, 1980, સૂરત) : ‘સ્કેમ 1992’ નામની ઓટીટી સિરીઝ સ્કેમ 1992માં ‘બિગબુલ’ હર્ષદ મહેતાનું પાત્ર આબાદ રીતે ભજવીને પ્રસિદ્ધ થયેલો ગુજરાતી અને હિંદી રંગમંચ અને ફિલ્મોનો અભિનેતા. તાજેતરમાં નેટફ્લિક્સ ઓટીટી પ્લૅટફૉર્મ પર ‘સારે જહાં સે અચ્છા’માં પાકિસ્તાનમાં ભારતીય જાસૂસી સંસ્થા રૉના જાસૂસની ભૂમિકાને વિવેચકોએ બિરદાવી છે. પિતા…
વધુ વાંચો >ગાંધી, પ્રિયંકા
ગાંધી, પ્રિયંકા (જ. 12 જાન્યુઆરી, 1972, દિલ્હી) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના નેતા અને અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ(એઆઇસીસી)ના મહાસચિવ. ઉત્તરપ્રદેશમાં કૉગ્રેસના પ્રભારી. તેઓ કૉંગ્રેસના સક્રિય નેતા છે, પણ અત્યાર સુધી એક પણ ચૂંટણી લડ્યાં નથી. માતાની સંસદીય બેઠક રાયબરેલી(ઉત્તરપ્રદેશ)માં તથા ભાઈ રાહુલ ગાંધીની લોકસભા બેઠકો અમેઠી(ઉત્તરપ્રદેશ) અને વાયનાડ(કેરળ)માં પ્રચારની સાથે કોંગ્રેસ…
વધુ વાંચો >ગાંધી, રાહુલ
ગાંધી, રાહુલ (જ. 19 જૂન, 1970, દિલ્હી, ભારત) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ(આઈએનસી)ના નેતા. વર્ષ 2004થી વર્ષ 2019 સુધી ત્રણ વાર ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક પરથી અને વર્ષ 2019થી 23 માર્ચ, 2023 સુધી કેરળની વાયનાડ બેઠક પરથી સાંસદ. હાલ સૂરતની જ્યુડિશિયલ કોર્ટે માનહાનિના એક કેસમાં તેમને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્યા છે અને બે…
વધુ વાંચો >ગીતા પ્રેસ, ગોરખપુર
ગીતા પ્રેસ, ગોરખપુર (સ્થાપના : 1923) : સનાતન હિંદુત્વનો પ્રચાર-પ્રસાર કરતી દેશની સૌથી મોટી સેવાભાવી પુસ્તક પ્રકાશન સંસ્થા. ઉત્તરપ્રદેશના ગોરખપુરનો પર્યાય બની ગયેલી સંસ્થા. 1923ના દાયકામાં રાજસ્થાનના બે વેપારીઓ જયદયાળ ગોયન્કા અને હનુમાન પ્રસાદ પોદ્દારે ગીતા પ્રેસ અને ‘કલ્યાણ’ સામયિકની સ્થાપના કરી. આ પ્રેસની શરૂઆત કિરાણાની એક દુકાનમાંથી થઈ હતી…
વધુ વાંચો >ગોદરેજ અદી
ગોદરેજ અદી (જ. 3 એપ્રિલ, 1942, મુંબઇ -) : પ્રસિદ્ધ ભારતીય સાહસિક ઉદ્યોગપતિ, ગોદરેજ ગ્રૂપના ચૅરમૅન. વર્ષ 2021માં ગોદરેજ ગ્રૂપના ચૅરમૅન તરીકે નિવૃત્તિ જાહેર કરી હતી. ત્યારબાદ તેમને સન્માનીય ચૅરમૅન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પિતા બુર્જોજી ગોદરેજ. માતા જય ગોદરેજ. પત્ની પરમેશ્વર ગોદરેજ. પરમેશ્વર ગોદરેજ પ્રસિદ્ધ સેલિબ્રિટી હતાં, જેનું…
વધુ વાંચો >ગોદરેજ, અરદેશર
ગોદરેજ, અરદેશર (જ. 1868, અ. 1936, મુંબઈ) : ગોદરેજ ઔદ્યોગિક સામ્રાજ્યના સ્થાપક. વીસમી સદીના મહાન પારસી ઉદ્યોગપતિ. ભારતમાં તાળાં ઉદ્યોગમાં પરિવર્તનનો પવન ફૂંકનાર સ્વદેશી ઉદ્યોગપતિ. ભારતમાં તિજોરીનો પર્યાય બનેલી ગોદરેજની તિજોરીના નિર્માતા. દુનિયામાં પહેલી વાર વનસ્પતિ સાબુ બનાવીને સાબુઉદ્યોગમાં એક નવો જ ચીલો ચાતરનાર ઇનૉવેટર. વ્યક્તિગત રીતે કરકસરમાં માનતા, પરંતુ…
વધુ વાંચો >ગ્રીનલૅન્ડ
ગ્રીનલૅન્ડ : દુનિયાનો સૌથી મોટો ટાપુ. કૅનેડાના ઈશાન ભાગમાં આવેલા એલ્સમેર ટાપુથી ગ્રીનલૅન્ડ માત્ર 25 કિમી. દૂર છે. સ્થાન : ગ્રીનલૅન્ડ ઉત્તર ગોળાર્ધમાં આવેલો ટાપુ છે. તે 59.45° ઉ. અક્ષાંશથી 83.39° ઉ. અક્ષાંશ વચ્ચે તેમજ 20° પ. રેખાંશથી 70° પ. રેખાંશ વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે આર્કિટક મહાસાગર, ઈશાને ગ્રીનલૅન્ડ…
વધુ વાંચો >ચૌહાણ, આશિષ
ચૌહાણ, આશિષ (જ. 16 માર્ચ, 1968, અમદાવાદ, ગુજરાત) : નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઇ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઇઓ) અને મૅનેજિંગ ડાયરેક્ટર (એમડી). બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (બીએસઇ)ના પૂર્વ એમડી અને સીઇઓ, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(યુજીસી)ના સભ્ય તથા પ્રયાગરાજ (અલ્લાહાબાદ) યુનિવર્સિટીના ચાન્સેલર. આઇઆઇટી, બૉમ્બે અને આઇઆઇએમ, કલકત્તામાંથી ટૅક્નૉક્રેટ. મૂળે ગુજરાતી આશિષ ચૌહાણે પ્રાથમિક શિક્ષણ…
વધુ વાંચો >જિંદાલ, સજ્જન
જિંદાલ, સજ્જન (જ. 5 ડિસેમ્બર 1959, કોલકાતા) : જેએસડબલ્યુ ગ્રૂપ ઓફ કંપનીઝના ચૅરમૅન અને ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ. ગ્રૂપની વિવિધ કંપનીઓ સ્ટીલ, ખાણ-ખનીજ, ઊર્જા, સિમેન્ટ, રમતગમત, માળખાગત સુવિધા તેમજ સૉફ્ટવેર ડેવલપમેન્ટ જેવાં ક્ષેત્રોમાં કાર્યરત. પિતા ભારતીય ઉદ્યોગપતિ અને સાંસદ ઓમ પ્રકાશ જિંદાલ. માતા સાવિત્રી જિંદાલ, જેઓ વર્ષ 2021માં ભારતની ધનિક મહિલાઓમાં ટોચનું…
વધુ વાંચો >જેટલી અરુણ
જેટલી અરુણ ( જ. 28 ડિસેમ્બર, 1952 ; અ. 24 ઑગસ્ટ, 2019, દિલ્હી, ) : ભાજપના અગ્રણી નેતા. વર્ષ 2014માં કેન્દ્રમાં મોદી સરકારનાં મંત્રીમંડળમાં કેન્દ્રીય નાણાં, સંરક્ષણ અને કૉર્પોરેટ એમ ત્રણ-ત્રણ મોટાં મંત્રાલયો ધરાવતા નેતા. દેશમાં ઇતિહાસમાં ઐતિહાસિક નોટબંધી (વિમુદ્રીકરણ) લાગુ થયું, રૂ. 2000નું મૂલ્ય ધરાવતી ચલણી નોટો અમલમાં આવી…
વધુ વાંચો >