કૃષ્ણવદન જેટલી
ઍન્ડરસન શેરવૂડ
ઍન્ડરસન શેરવૂડ (જ. 13 સપ્ટેમ્બર 1876, કેમૅડન, ઓહાયો; અ. 8 માર્ચ 1941, કોલોન, પનામા) : અમેરિકાના અગ્રણી વાર્તાકાર. બે વિશ્વયુદ્ધ વચ્ચેના સમયગાળામાં ખાસ કરીને ટૂંકી વાર્તાલેખનની કલા પર તેમનો પ્રબળ પ્રભાવ પડ્યો હતો. અર્નેસ્ટ હેમિંગ્વે અને વિલિયમ ફૉકનર જેવા લેખકો તેમની પ્રારંભિક કૃતિઓ માટે એમના ઋણી છે. તેમણે અખબાર વહેંચવાનું,…
વધુ વાંચો >એન્સોર, જેમ્સ (સિડની) (બૅરન)
એન્સોર, જેમ્સ (સિડની) (બૅરન) (જ. 13 એપ્રિલ 1860, ઓસ્ટેન, બેલ્જિયમ; અ. 19 નવેમ્બર 1949 ઓસ્ટેન, બેલ્જિયમ) : આધુનિક ચિત્રકલાનો અગ્રયાયી બેલ્જિયન ચિત્રકાર. વીસ વર્ષની ઉંમરે તે કુશળ ચિત્રકાર ગણાતો હતો. તેણે ભયાનક, બિહામણા, હાસ્યજનક અને જુગુપ્સાપ્રેરક મુખવટા તેમજ કટાક્ષચિત્રો દોર્યાં હતાં. 1883માં બ્રસેલ્સની રૉયલ આર્ટ કમિટીએ તેનાં ચિત્રોને નાપાસ કર્યાં.…
વધુ વાંચો >એપિડોરસ થિયેટર
એપિડોરસ થિયેટર : ગ્રીસનું સૌથી મોટું થિયેટર. પ્રાચીન ગ્રીક શહેર એપિડોરસ પેલોપોનેસસના કિનારાના વાયવ્ય ખૂણે સારોનિક અખાત પર આર્ગોલિસ જિલ્લામાં આવેલું છે. નાના (the younger) પોલિટિકસ રાજાએ અહીં ઈ. પૂ. 350માં બંધાવેલા થિયેટરનો ઉપયોગ હાલ પણ વાર્ષિક નાટ્યોત્સવ વખતે થાય છે. તેની રંગભૂમિ બે માળ ઊંચી હતી. નાટ્યસ્થળ 20 મી.…
વધુ વાંચો >એબોટાબાદ
એબોટાબાદ : પાકિસ્તાનના હઝારા પ્રાંત અને એબોટાબાદ જિલ્લાનું વડું મથક અને વહીવટી કેન્દ્ર. સ્થાન : ઉ. અ. 30o 9′, પૂ. રે. 73o 13′. તે રાવળપિંડીની ઉત્તરે 134 કિમી. દૂર અને દરિયાઈ સપાટીથી 1,256 મી. ઊંચે આવેલું છે. વસ્તી આશરે 1,43,028 (2021). સરેરાશ વાર્ષિક વરસાદ 200 મિમી.. શહેરનું નામ હઝારા જિલ્લાના…
વધુ વાંચો >એમર્સન, રાલ્ફ વાલ્ડો
એમર્સન, રાલ્ફ વાલ્ડો (જ. 25 મે 1803, બૉસ્ટન; અ. 27 એપ્રિલ 1882, કૉન્કોર્ડ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : અમેરિકન નિબંધકાર, ચિંતક અને કવિ. પિતા ફર્સ્ટ ચર્ચ ઑવ્ બૉસ્ટનના યુનિટેરિયન પાદરી હતા. તેમની સાત પેઢીઓથી કોઈ ને કોઈ નબીરા પાદરી બનતા હતા. એમર્સન અનુભવાતીત જ્ઞાનની ચળવળના પ્રમુખ નેતા હતા. રાલ્ફ કડવર્થ, રૉબર્ટ લિટન,…
વધુ વાંચો >ઍલગોઅસ
ઍલગોઅસ : દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ દેશના ઈશાનકોણમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 9° 00’થી 10° 30’ દ. અ. અને 35° થી 38° પ. રે. વચ્ચેનો આશરે 27,993 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે બ્રાઝિલનાં બધાં રાજ્યોમાં વિસ્તારની ર્દષ્ટિએ સૌથી નાનાં ગણાતાં રાજ્યો પૈકી દ્વિતીય ક્રમે આવે છે.…
વધુ વાંચો >એલિસન રાલ્ફ, (વાલ્ડો)
એલિસન, રાલ્ફ (વાલ્ડો) (જ. 11 માર્ચ 1914, ઑક્લોહોમા, યુ. એસ.; અ. 16 એપ્રિલ 1994, ન્યૂયોર્ક સિટી, ન્યૂયોર્ક) : અમેરિકાના સુપ્રસિદ્ધ અશ્ર્વેત સાહિત્યકાર. તેમણે 1933-1936 સુધી ટસ્કેજી સંસ્થામાં શિક્ષણ લીધું અને સંગીતકારની કારકિર્દી માટે તૈયારી કરી, પરંતુ સાહિત્યના વાચને તેમને સાહિત્યસર્જન કરવા પ્રેર્યા. 1936માં તે ન્યૂયૉર્ક નગરના બીજા અમેરિકન અશ્વેત લેખક…
વધુ વાંચો >ઍલિસીઝ એડવેન્ચર્સ ઇન વન્ડરલૅન્ડ (1865)
ઍલિસીઝ એડવેન્ચર્સ ઇન વન્ડરલૅન્ડ (1865) : બાળકો માટેની સાહસકથા. ‘લૂઇ કેરોલ’ તખલ્લુસધારી અને ઑક્સફર્ડના ગણિતશાસ્ત્રી ચાર્લ્સ લુટવિજ ડૉજસને (1832-1898) ઍલિસ લિકેલ નામની બાલિકાને કહેલી અને પછીથી લખેલી નવલકથા. બાળકો તેમજ પ્રૌઢોને તે અત્યંત આનંદદાયી વાચન પૂરું પાડે છે. આ નવલકથાના અનુસંધાનમાં ‘થ્રૂ ધ લુકિંગ ગ્લાસ ઍન્ડ વૉટ એલિસ ફાઉન્ડ ધેર’…
વધુ વાંચો >એલુરુ
એલુરુ : આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાનું મોટું શહેર તથા વડું મથક. ભૌગોલિક સ્થાન : 16° 43’ ઉ. અ. અને 81° 7’ પૂ. રે.. વસ્તી : આશરે 2,20,000 (2011). રેલવે તથા ધોરી માર્ગ ઉપર મહત્વનું કેન્દ્ર છે. વેપારનું મોટું કેન્દ્ર. ચોખા છડવાનાં કારખાનાં, ચર્મ-ઉદ્યોગ તેમજ ગાલીચા, તેલ, રૂ વગેરેને લગતા ઉદ્યોગો…
વધુ વાંચો >ઍલેકસાંદ્રે બિથેન્તે
ઍલેકસાંદ્રે બિથેન્તે (Aleixandre Vicente) (જ. 26 એપ્રિલ 1898, સેવિલે; અ. 13 ડિસેમ્બર 1984, મૅડ્રિડ) : 1977નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર સ્પૅનિશ કવિ. બાળપણ મલાગામાં વિતાવીને 1909માં સ્પેનના પાટનગર મૅડ્રિડમાં આવ્યા. 1925માં કિડનીનો ક્ષય થવાથી જીવનપર્યંત બીમાર રહ્યા. સ્પૅનિશ કવિ લૂઈ દે ગોન્ગોરાના ત્રણસોમી પુણ્યતિથિએ સ્થપાયેલ, ગાર્સિયા લૉર્કાની ‘જનરેશન…
વધુ વાંચો >