એલુરુ : આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાનું મોટું શહેર તથા વડું મથક. ભૌગોલિક સ્થાન : 16° 43’ ઉ. અ. અને 81° 7’ પૂ. રે.. વસ્તી : આશરે 2,20,000 (2011). રેલવે તથા ધોરી માર્ગ ઉપર મહત્વનું કેન્દ્ર છે. વેપારનું મોટું કેન્દ્ર. ચોખા છડવાનાં કારખાનાં, ચર્મ-ઉદ્યોગ તેમજ ગાલીચા, તેલ, રૂ વગેરેને લગતા ઉદ્યોગો છે. 1470માં તે મુસલમાનોના તાબે થયું હતું. 1515માં વિજયનગરના રાજા કૃષ્ણદેવરાયે તેને પાછું મેળવ્યું. શરૂઆતમાં અહીં અંગ્રેજોની લશ્કરી છાવણી હતી.

કૃષ્ણવદન જેટલી