કૃષિવિદ્યા

સેન્ટ્રલ ફૂડ ટૅક્નૉલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CFTRI) મૈસૂર

સેન્ટ્રલ ફૂડ ટૅક્નૉલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CFTRI), મૈસૂર : ખાદ્યસ્રોતોના ઇષ્ટતમ સંરક્ષણ (conservation), પરિરક્ષણ (preservation), સ્રોતની ગુણવત્તામાં સુધારણા અને વિતરણ સાથે સંકળાયેલી ભારતીય સંસ્થા. આ સંસ્થાની સ્થાપના વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (Council of Scientific and Industrial Research – CSIR) દ્વારા મૈસૂર, કર્ણાટક રાજ્ય ખાતે 1950માં કરવામાં આવી હતી. આ સંસ્થા…

વધુ વાંચો >

સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કટક

સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કટક : ઈ. સ. 1942માં બંગાળ પ્રાંત(હાલનો બાંગલાદેશ અને ભારતનું પશ્ચિમ બંગાળ)માં એપિફોઇટોટિક બ્રાઉન સચોટ નામના ચોખાના કૃષિરોગને કારણે ચોખાની તીવ્ર અછત ઊભી થઈ હતી. આવી દુ:ખદાયક પરિસ્થિતિને પહોંચી વળવામાં તંત્રની નિષ્ફળતા 1943માં બંગાળમાં તીવ્ર દુષ્કાળમાં પરિણમી. આ પશ્ર્ચાદભૂના અનુસંધાનમાં કેન્દ્ર સરકારે ઈ. સ. 1944માં ચોખાના…

વધુ વાંચો >

સેન્ટ્રલ વૉટર ઍન્ડ પાવર રિસર્ચ સ્ટેશન પુણે (Central Water and Power Research Station – CWPR Pune)

સેન્ટ્રલ વૉટર ઍન્ડ પાવર રિસર્ચ સ્ટેશન, પુણે (Central Water and Power Research Station – CWPR, Pune) : રાષ્ટ્રીય કક્ષાએ જલશક્તિવિદ્યાનું ઉત્તમ કેન્દ્ર (CWPR) પુણે ખાતે આવેલું છે. 1916માં નાના પાયે સ્થપાયેલ આ કેન્દ્ર શરૂઆતથી જ સિંચાઈ અને જલનિકાલના પ્રશ્નો હલ કરે છે. આજે આ કેન્દ્ર જલશક્તિ બાબતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું બની…

વધુ વાંચો >

સેન્ટ્રલ સૉઇલ ઇન્સ્ટિટ્યૂટ નાગપુર

સેન્ટ્રલ સૉઇલ ઇન્સ્ટિટ્યૂટ, નાગપુર : જમીન-સર્વેક્ષણ અને ભૂમિ-ઉપયોગ-આયોજન સાથે સંકળાયેલી એક ભારતીય સંસ્થા. તેની સ્થાપના ભારતીય કૃષિ-સંશોધન પરિષદ દ્વારા 1976માં નવી દિલ્હી ખાતે કરવામાં આવી હતી અને 1978માં તેનું મુખ્ય મથક નાગપુર ખાતે ખસેડવામાં આવ્યું હતું. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ દેશ, રાજ્ય, જિલ્લા અને ગ્રામીણ સ્તરે જમીનનું સર્વેક્ષણ કરી તેના…

વધુ વાંચો >

સોપારી

સોપારી એકદળી વર્ગમાં આવેલા એરિકેસી (પામી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Areca catechu Linn. (સં. પૂગ; હિં. સુપારી; બં. ગુઆ, સુપારી; મ. પોફળ, સુપારી; ગુ. સોપારી; ક. અડિકેમારા; તે. પોકાકાયા, ક્રમક્રમુ; મલા. તા. કમુકૂ, પૂગમ; ફા. પોપીલ; અં. બિટલનટ) છે. સોપારીનું ઉદભવસ્થાન મલેશિયા છે. તેનું વાવેતર દક્ષિણ એશિયામાં ખાસ…

વધુ વાંચો >

સોયાબીન

સોયાબીન : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Glycine max Merrill syn. G. soja Sieb. & Zucc.; G. hispida Maxim.; Soja max Piper (હિં. ભાત, ભાતવાર, ભેટમાસ, રામકુર્થી; બં. ગર્જકલાઈ) છે. તે એકવર્ષાયુ, ટટ્ટાર કે આરોહી પ્રકાંડ ધરાવતી 45થી 180 સેમી. ઊંચી રોમો વડે ગાઢપણે આવરિત…

વધુ વાંચો >

સ્ટ્રૉબેરી

સ્ટ્રૉબેરી : દ્વિદળી વર્ગમાં આવેલ રોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Fragaria chiloensis Duchesne syn. F. vesca Linn. (ગાર્ડન સ્ટ્રૉબેરી) છે. ફ્રેગેરિયા પ્રજાતિની નીચી બહુવર્ષાયુ વિસર્પી (creeping) શાકીય જાતિઓ સમશીતોષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં વન્ય સ્થિતિમાં મળી આવે છે. ભારતમાં તેની ચાર જાતિઓ થાય છે : F. chiloensis, F. daltoniana,…

વધુ વાંચો >

સ્વામીનાથન,મોનકામ્બુ સામ્બશિવન્

સ્વામીનાથન,મોનકામ્બુ સામ્બશિવન્ (જ. 7 ઑગસ્ટ 1925, કુમ્બાકોનમ, તમિલનાડુ; અ. 28 સપ્ટેમ્બર 2023, ચેન્નઈ) : ભારતીય કૃષિવિજ્ઞાની, વનસ્પતિ આનુવંશિક અને હરિયાળી ક્રાંતિના વૈશ્વિક નેતા. પિતા એમ. કે. સાંબાસિવન અને માતા પાર્વતી થંગમ્મલ સાંબાસિવન. તેમના પિતા જનરલ સર્જન હતા. તેઓ કેરળના અલપ્પુઝા જિલ્લાના વતની હતા. સ્વામીનાથન જ્યારે 11 વર્ષના હતા ત્યારે તેમના…

વધુ વાંચો >

સ્વીટ સ્ટોક સોરધમ

સ્વીટ સ્ટોક સોરધમ : જુઓ જુવાર.

વધુ વાંચો >

હરડે

હરડે દ્વિદળી વર્ગમાં આવેલા કૉમ્બ્રીટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Terminalia chebula Retz. (સં. હરીતકી, અભયા, પથ્યા; હિં. હરડ, હડ, હર્રે; બં. હરીતકી; મ. હિરડા; ક. અણિલેકાયી; ત. કદુક્કાઈ; તે. કરક્કાઈ; ઉ. કારેવી; અ. એહલીલજ; ફા. હલીલ; અં. ચિબુલિક માયરોબેલન) છે. સ્વરૂપ : તે 15–24 મી. ઊંચું, 1.5–2.4 મી.ના…

વધુ વાંચો >